Site icon Musings, Music & More

ફેઈસ બુક – એક વાર્તા

Untitled design (3)

કોણ જાણે કેમ પણ આજે કોલેજ કેન્ટીન  સાવ ખાલી ખાલી લાગતી હતી. પેલા કિચનમાંથી સરસ મઝાના સમોસાની સોડમ જો કે આવતી હતી. પણ આપણી ચુલબુલી માધવી કાંઈ ખરાબ મિજાજ માં હતી. વળી કોલેજના કલાસ માં પેલો વિચિત્ર જીન્સ પહેરી  આવેલો લેક્ચરર પાછો અર્થહીન જોક્સ માર્યા કરતો હતો જેના ઉપર બધા છોકરા છોકરીઓ વ્યંગમાં હસતા રહયા. બહાને બધાને જાણે જોરથી હસવાનું બહાનું મળી ગયું. એકદમ બોરિંગ

બધાની નજરે માથાભારે માધવી   Facebook   પર ઘૃણાસ્પદ પોસ્ટનો  એક મોટો વિષય  બની ગઈ હતી. તેમાંય આજે લેક્ચર દરમ્યાન આપલે થતા  મેસેજીસથી તો ઘા પર મીઠું ભભરાવ્યા જેવું થઇ ગયું. માધવીના dress sense  ને લઈને છોકરીઓને મજાક કરવાનું  લાઇસન્સ મળી ગયું હતું અને એના હાઈ સોસાયટી  Page 3  જેવી  રીતભાતથી  તો બસ તોબા તોબા

માધવીનો અહમ આમ વાતે વાતે ઘવાય એવો જરાય હતો પણ આજે કેન્ટીનમાં રિતિકાએ તો હદ કરી દીધી.

અમિત અને  જયંત રિતિકાની ફરતે ભમરાની જેમ ફર્યા કરતા હતા; અને એમાં રીતિકાને વળી શો વાંધો હોય?

અરે રિતિકા,  Facebook  પર તારા અફલાતૂન ડ્રેસની તો વાહ વાહી  થઇ ગઈ  છેલબટાઉ અમિતે માધવી તરફ તીરછી નજરે જોતાં મમરો મૂક્યો.   

મેં તો લાઇક્સ ગણ્યા પણ ખરાપૂરા    105 ” ભણેશરી જયંતે ઉમેર્યું.

ચાંપલી  રિતિકા  મોં પર કંટાળાનો ભાવ લાવીને ખંધુ હસીઆપણી માધવી ની સ્ટાઇલ વિષે કશું છે કે નહીં ? ”

માધવીના પેટમાં તેલ રેડાયુંહા હા, રિતિકા તો હવે મિસ ઇન્ડિયા માં ભાગ લેવાની  તૈયારી કરશેકહીને પગ પછાડતી કેન્ટીનમાંથી બહાર નીકળી ગઈ.     

વડોદરાની પોશ અલકાપુરી સોસાયટીના ઘેર પહોંચતાં પણ દિલમાં  આગની જ્વાળાઓ ભભકતી બંધ  થઇ હતી. મમ્મી વૈશાલી માધવીની સૂરત જોઈને સમજી ગઈ કે એને હમણાં છેડવામાં માલ નથી. પતિ રોહિતના તાજેતર માં થયેલ અકાળ અવસાનથી હલી તો ગઈ હતી પણ દીકરીને ખાતર સ્વસ્થ રહેતી. માધવીને પણ પપ્પા ની ખોટ સાલતી. પણ ખાધે પીધે સુખી કુટુંબમાં બીજી કોઈ તકલીફ હતી. ડાયમંડના વ્યવસાયમાં રોહિતભાઈનું નામ મોટું ગણાતું.

ધૂંધવાયેલી માધવી  પોતાના સજાવેલા બેડરૂમમાં જઈને ઓવરસાઇઝડ બેડ ઉપર ડૂસકાં ભરતી ફસડાઈ પડી. ફેસબૂક પર એની સાથે કેમ આવું થતું હતું? લેટેસ્ટ કપડાંમાં પૈસા પાણીની જેમ વહાવે છતાં કેમ એને કોઈ દાદ આપતું હતું? અને પેલી રિતિકા? છી છી, કેવી માયકાંગલી, અને પાછી   ચિબાવલી પોતાને ઐશ્વર્યા રાય સમજે  છે, સા …..

રાતે જમતાં જમતાં માંદીકરી વચ્ચે કાંઈ વાતચીત થઇ. માધવીને બારડે વહાલથી હાથ ફેરવવાની ઈચ્છા વૈશાલીએ દબાવી રાખી.

માધવી પાછી બેડરૂમમાં ભરાઈ ગઈ. મ્યુઝિક સિસ્ટમ માંથી વહેતા  સંગીતની જાણે તેના પર કોઈ અસર હતી.

સૂતાં પહેલાં લાવ જરા જોઈ તો લઉં લેપટોપ માંકદાચ કોઈ ની લાઈક  આવી પણ હોય. લાઈકને બદલે એમેઝોન ની એક એડ જોઈને વળી ભડકી. “બુલ.. ..”; તેના મોંમાંથી  ગાળ નીકળી ગઈ.

લેપટોપને બેડના એક ખૂણામાં સરકાવીને પથારીમાં પડી.

માધવીને ફેસબૂકમાં વિવાદ ઉભી કરવાની એક આદત જેવી પડી ગઈ હતી. એને  સૌંદર્યવતી તો કદાચ કહી શકાય પણ પહેરે ઓઢવે મોહક તો જરૂર કહેવાય. અર્થહીન બકવાસને સાંખી શકતી નહીં એટલે તો ફેસબૂક પર જરા અળખામણી થઇ ગઈ હતી.

સવારના  8 :

માધવી બેટા આઠ વાગી ગયા; ઉઠો હવે  વૈશાલીએ બેડરૂમના  દરવાજા પર હળવું ટકોરતાં માધવીની આંખ ખુલી  ગઈ

ઓહ શી.. ” પથારીમાં બેઠી  થઈને એણે એક સાહજિકતાથી ખુલ્લા લેપટોપ પર નજર ફેરવી. આંગળીના ટેરવાંથી લેપટોપનો screen પણ સફાળો જાગી ઉઠ્યો.

એના FB પેજ પર કોઈકની ફ્રેન્ડ રિક્વેસ્ટ ! રાતે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનાર કોઈ યુ એસ વાળો હશે.

જોઉં તો ખરી!

વિખેરાયેલા વાળ જલ્દીથી પોની ટેઈલમાં બાંધી લેપટોપને નજીક ખેંચ્યું.

ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનાર કોઈ ગૌરવગૌરવ સેઠ હતો. ફોટામાં ડાર્ક બ્લુ સૂટમાં  હેન્ડસમ  લાગતો હતો.   IT Professional, વડોદરા  વગર બીજું કાંઈ બતાવ્યું હતું.

વળી કોણ હશે? કાંઈયાદ આવતું નથી. જે  હશે તે પણ માધવીને ગજબનું સારું લાગ્યું.        

અજાણ્યો માણસ? તો શું થઇ ગયું. ચાલ ફ્રેન્ડ  રિક્વેસ્ટ accept   કરી લે. કોને ખબર?

ફ્રેન્ડ રિક્વેસ્ટ accept  કરીને અરિજિત સિંહનું એક ગીત ગણગણતી  ઉભી થઇ.

ગઈ કાલના બધા ત્રાસદાયક કિસ્સા ભૂલવા લાગી. કોને પડી છે અહિયાં? ગૌરવ સેઠ નામની એક અજ્ઞાત વ્યક્તિ એના જીવન માં એક મોટું પરિવર્તન લાવી રહી હતી.

એના દિવંગત પપ્પા એમ કહેતાદરેક સારા પ્રસંગનો એક ટાઈમ હોય છેપપ્પાને જો કે પત્ની કે દીકરી માટે જરાય ટાઈમ હતો.

કદાચ સાચું હશે. મારો પણ ટાઈમ આવ્યો હોય એવું લાગે છે. બહુ ઉતાવળ તો નથી થતી ને? હશે.

માધવીના  ખુશખુશાલ ચહેરાની  વૈશાલીએ નોંધ લીધી. રાતો રાત શું થયું હશે?

મોઢા પર ચમક અને ઉછળતા પગલાં માંડતી માધવી  કોલેજ જવા એની ગાડીમાં  નીકળી ગઈ.

એક પ્રશ્નાર્થ ચિન્હ સાથે વૈશાલીએ માધવીના બેડરૂમને સરખો કરવા પગ માંડયા.

લેપટોપ હજી ખુલ્લું પડ્યું હતું. બેદરકાર માધવી પાસવર્ડથી લેપટોપ લોક કરવાની તસ્દી લેતી નહીં.

કુતુહલવશ  જીજ્ઞાશાથી વૈશાલીએ લેપટોપને ટેપ કરતાં ફેસબૂકનું પેજ દેખાવા લાગ્યું.  માધવીના નવા ફ્રેન્ડ ગૌરવ સેઠની  પ્રોફાઈલ સામે હતી.

માય ગોડ. એજ ગૌરવ સેઠ છે કે બીજો કોઈ? કેવી રીતે હોય?

ડાર્ક બ્લુ સૂટ, ગજવાં માંથી ઝાંકતી ગોલડન પેન, સોહામણું હસતું મુખ! આતો, માસ્ટર ચીટર. આણે માધવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.

વૈશાલીના ભવાં સંકોચાયાં. એને બધું યાદ આવવા માંડ્યું.

તે રાતે  માધવીના કોઈ ફ્રેન્ડની બર્થડે પાર્ટી હતી અને દીકરીના અતિ આગ્રહને લઈને વૈશાલી વડોદરાની  5  સ્ટાર હોટલ તાના રીરીમાં  મને ગઈ હતી. રોહિત હંમેશ મુજબ કામનું બહાનું કાઢીને છટકી ગયો.

જુવાન છોકરીઓ ડાન્સ માં મસ્ત હતી એમાં માધવી મમ્મી ને ડાન્સ માં ખેંચી ગઈ. થોડીવારમાં થાકીને વૈશાલી બહાર નીકળી પૂલ સાઈડ પરની એક ખુરશી પર બેસી ગઈ અને નવા પિન્ક ડ્રેસ માં શોભતી દીકરીને ફુદરડી મારતી જોઈને મલકાઈ.

જોઈને માધવી હળવેથી બહાર આવીને:

શું થયું મમ્મી? તબિયત તો બરાબર  છે ને?” મમ્મી ને આગ્રહ થી પાર્ટી માં ખેંચી લાવી એટલે દીકરીએ ધ્યાન તો રાખવું જોઈએ ને?

અરે મને શું થવાનું હતું, બેટા. જા તું તારે મઝા કરપ્રેમાળ મમ્મીએ  વિવેક કર્યો.

ના હવે મારું મન નથી, મમ્મી” – માધવી પરસેવો લૂછતી બાજુની ખુરશી માં બેસી રહી.

એટલામાં સૂટેડ બૂટેડ એક નવજવાન બંને ની વચ્ચે સ્મિત કરતો ઝૂકીને પ્રગટ થયો. “કેન આઈ ગેટ યુ સમથિંગ ચાર્મિંગ લેડિઝ?”

બંનેની નજર   સોહામણા યુવાન પર સ્થિર થઇ. ઘેરા બ્લુ સૂટ માં સજ્જ, લોભામણું  સ્માઈલ આપતો નવયુવાન પહેલી નજરે ગમી જાય એવો હતો. વાત કરતાં તદ્દન નજીક આવ્યો એટલે એના સૂટના ચમકતા બિલ્લા પર નામ વંચાયું 

” Gaurav Seth – F & B Manager ”

વૈશાલીએ થોડું  શરમાતાં  પહેલ કરી ” No Thanks  but  we are fine , Gaurav “   

માધવી પોકળ  વિવેકનું ,  5 star નાટક હળવા રમૂજ થી નિહાળી રહી. મમ્મીએ ગૌરવ શબ્દ પર ભાર મૂક્યો નોંધ્યું.

અરે એવું હોય? બ્યુટીફૂલ યંગ ગર્લ કેટલાં બધા ટાઈમ થી ડાન્સ કરી  રહી  છે. હું એક સરસ મોકટેઈલ મંગાવું છું. “                                   

એમ કહીને એને જે અદાથી પસાર થતા વેઈટરની ટ્રેમાંથી મોકટેઈલના બે ગ્લાસ લઈને ટેબલ પર મૂક્યાવૈશાલી પાણી પાણી થઇ ગઈ. 30 – 35 વર્ષનો સોહામણો મેનેજર!

માધવીને બ્યુટીફૂલ કહી એમાં તો વૈશાલી ને કોણ જાણે કેમ અદેખાઈ આવી. “મારે માટે કાંઈ કહયું નહિ, ગૌરવે.” વિચારતાં મન ચકડોળે ચઢયુંબસ 45 વર્ષીય વૈશાલીના મનમાં ગૌરવ વસી ગયો.        

……., તમે……..એકદમ પ્રોફેશનલ ડાન્સરની જેમ નાચો છોગૌરવ માધવી તરફ ઝૂક્યો.

હું માધવી છુંમાધવીનો જરૂર પૂરતો વિવેક એની મમ્મીને કઠ્યો પણ કાંઈ બોલી નહિ.

માણસ બહુ  dangerous છે.” વૈશાલીને વિમાસણ થઇ કે શા માટે માધવીનો હરીફ બનતી જતી હતી.

પણ ગૌરવે  માધવીની પ્રશંશા કરતાં જે આંખનો ઉલાળો કરીને વૈશાલી સામે જોયુંવૈશાલી લગભગ ભાન ભૂલી ગઈ.

અલબત્ત માધવી thanks , અને selfie session ચૂકી નહીં. ફોટાઓ બધાના મોબાઈલમાં બિરાજમાન થઇ ગયા.      

બર્થડે પાર્ટી પૂરી થઇ પણ વૈશાલી કોઈ બીજાજ વિશ્વ માં રાચવા લાગી. રોહિત હોવા છતાં સાચા સંગાથ વગરની જિંદગી એને  ખાઈ જતી હતી. જિંદગી માં દાખલ થઇ ગયેલો ગૌરવ એક મીઠી વીરડી સમાન હતો.

પછીતો શું? વૈશાલીગૌરવ વચ્ચે બધું સુપર સ્પીડથી ચાલવા માંડ્યું; ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટની આપલે, છાના ફોન કોલ્સ; વિગેરે.

જો કે બધી મર્યાદા ઓળંગી શકાય એવું સહેલું હતું. પણ વૈશાલી ખુશ હતી.

અચાનક રોહિતનું અવસાન થતાં જાણે બધું બદલાઈ ગયું. ગૌરવ ખરખરો કરવા તો આવ્યો પણ છેક અદ્રશ્ય થઇ ગયોવૈશાલીની જિંદગીમાંથી. કોઈ ચેટ, કોઈ ફોન કોલ, કોઈ નવું એડ્રેસશું થઇ ગયું ગૌરવને? ચિંતા થઇ, ગુસ્સો પણ આવ્યો વૈશાલીને.

સંબંધીઓ આવીને ચીલા ચાલુ દિલાસો આપતા ગયાતું હવે હિમ્મતથી કામ લેજે. જરા માધવીનો તો વિચાર કર. હવે તારે એને માટે જીવવાનું, બેટાઘરડા મોટેરાંઓએ  સલાહ આપી.

પણ મારું શું?   45 વર્ષીય વૈશાલી   અંદરોઅંદર બૂમો પાડતી રહી.. બધી દોલત, હાઈ સોસાયટી, માનપાનનો મારે શો અર્થ?

બે વર્ષ વીતી ગયા વાત ને.

અને હવે ગૌરવ જાણે નવા અવતાર માં પ્રગટ થયો! ક્યાં હશે ? માધવી એને કેવી રીતે મળી ગઈ? બધું બરાબર નથી થઇ રહયું.

હોટેલમાં જઈને પાછી તપાસ કરી તો પરિણામ શૂન્ય. કોઈને કાંઈ ખબર હતી.

કોલેજ થી માધવી આવી ગઈઉત્સાહમાં કદમ માંડતી.

બિચારી માધવી! થોડાજ વખતમાં એને ગૌરવનું સાચું સ્વરૂપ જોવા મળશે. પણ પોતાની દીકરીને ચેતાવવી કેવી રીતે? પોતે એના ફેસબૂક ને ખોલી બધું વાંચી રહી છે એમ તો કેમ કહેવાય? સમજી  જશેથોડું ઠોકર ખાઈને

પણ મારે એને રોકવી જોઈએ? અરે પેલા બદમાશને કોઈ રીતે દૂર રાખું. “

લંચ ટેબલ પર મૂકયું છે, માધવીવૈશાલી થીબેટા બોલાયું

મમ્મી હું ફ્રેન્ડ્ઝ સાથે કેન્ટીન માં સેન્ડવીચ ખાઈને આવી છું. ” 

ફ્રેન્ડ્ઝ કોણ કોણ હશે? પેલો તો એમાં સામેલ નહીં હોય ને? ના પણ ક્યાં કોલેજમાં એની સાથે ભણે છે? મારો કોન્ટેક્ટ કેમ નથી કરો? આવડી અમસ્તી  માધવીની સાથે ટાઈમ પાસ કરે છે પણ મારી પડી નથી એને.

અરે ગાંડી, તું તો હજી નાની છે, તું સુંદર છે તને બીજા હજાર ગૌરવ જેવા મળી જશે. છોડ એને.

પોતાની દીકરીપોતાના હરીફ ને મનોમન હુકમ કર્યો.

દીકરી ઉછળતે હૈયે બેડરૂમ માં દાખલ થઇ. ફેસબૂક  ચેક કર્યું. થોડી આડી અવળી પોસ્ટ હતી પણ ગૌરવ તરફથી  કાંઈ હતું. હળવું depression ને ગણકારતા કિચન માં દાખલ થઇ.

કોફી બનાવી દઉં, માધવી  વૈશાલી ને કોઈક રીતે વાત કરવી હતી પણ;

ના ના , તો હું બનાવી લઉં છું, Mom ” દીકરીએ વાત ને ટાળી. ” Probably  કાલની જેમ ગૌરવ આજે રાતે પોસ્ટ કરશે એટલે કાલે સવારે જોવા મળશે.”

Sure hope so – માધવીએ જરા લંબાવ્યું કે વહેલી આવે મીઠી સવાર.

દીકરીની મમ્મી ને ચેન હતું. મારે ધ્યાન રાખવું પડશે. “બંને વચ્ચે કાંઈ અંટસ પડે તો સારું.” તે કેવી માં?

માધવીના બેડરૂમ ની લઈટ બંધ થઇ તયાં સુધી વૈશાલી વિચારો માં અટવાયેલી રહી.

નવી સવાર લાવી નવા વધામણાં.

આંખ ખુલતાની  સાથે માધવી લગભગ કૂદી અને FB પોસ્ટ ચેક કરી.

‘You are now friends with Gaurav Seth’, ફેસબુકે એનાઉન્સ કર્યું.

“Whoa!” માધવીના મોં માંથી એક ચીસ નીકળી ગઈ.

બાજુના રૂમ માં લગભગ કાન માંડીને બેઠેલી વૈશાલી ચમકી અને સિગ્નલ મળ્યું હોય એમ માધવીના રૂમ માં ધસી આવી.

શું થાયું? ચીસ કેમ પાડી? ”

અરે તૂ  શું મમ્મી. આમ અચાનક કોઈના રૂમ માં ધસી આવતું હશે? સવાર સવારે કાંઈ ખરાબ સપનું આવ્યું કે શું?” મમ્મી નેકોઈનો રૂમશબ્દ ખટક્યો

માધવી ની હાજરી માં વૈશાલીને એના લેપટોપમાં નજર મારવાનું યોગ્ય નહિ લાગ્યું, અને ભોંઠી પડી હોય એમ માધવીના બેડરૂમ માંથી નીકળી આવી.     

ઘુષણખોર જેવી મમ્મી બહાર નીકળી એટલે માધવી લેપટોપ પર ત્રાટકી.

હાય, ગૌરવ, તારો બ્લ્યુ સુટ તો બહુ સરસ લાગે છે. તું છે ક્યાં? જલ્દી જલ્દી લખજે. હેવ   નાઇસ ડે

માધવીએ જનરલ પોસ્ટ પર લખવાનું ટાળ્યું – “મારા અદેખા FB  ફ્રેન્ડ્ઝ નો શો ભરોસો? વચ્ચે પથ્થરો નાખ્યો તો?” સ્માર્ટ માધવીએ વિચાર્યું.

ગૌરવની તસ્વીર પોતાના હૃદયમાં છુપાવીને માધવી કોલેજ જવા રવાના થઇ ગઈ.

વૈશાલીએ દોટ મૂકી માધવીના બેડરૂમ તરફ.

હંમ, જયારે મારી  પોતાની દીકરી   મારા જીગરને છીનવા ની પેરવી કરે ત્યારે હું શું કરું? પણ કદાચ બદમાશ નો ડોળો હોટલ માં મુલાકાત થઇ તેજ દિવસ થી માધવી પર હોય. તો  પછી મારી સાથે કેમ સંબંધ વધાર્યો, લુચ્ચાએ?  અને પછી ગાયબ થઇ ગયો મારી જીંદગી માંથી?

વૈશાલી નો મોબાઈલ રાણકી ઉઠ્યો

માધવી!

મમ્મી આજે રાતે હું ડિનર માટે ફ્રેન્ડ્ઝ સાથે જવાની છું. મારી રાહ જોતી.  Take care ”            

“Take care !!” મોટી આવી મારી કેર કરવાવાળી. આવીજ કેર કરે છે તું તારી વહાલી મમ્મીની?” કોણ છે ફ્રેન્ડ્ઝ તારા? પેલો પણ હશે?

પણ એમાં બિચારી માધવી નો શો વાંક? એને ક્યાંથી ખબર હોય અમારા વિષે? ” વહાલી મમ્મીનું માથું પીડાથી ભમી ગયું. ઉભી થઇ અને  કિચનમાં જઈને  એક ગરમાગરમ કેપુચીનો કોફી નો કપ લાવી બહારના લીલાછમ બગીચા તરફ ખુરશી ફેરવીને બેઠી.

હું  FB  પર ગૌરવને પાછી ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ મોકલું તો? એને ખ્યાલ આવે કે એની ચુપકીદીને મેં માફ કરી દીધી છે. મારી જિંદગીમાં પાછો આવે? માધવી તો હજી નાદાન છે. કેટલું  બધું ભણવાનું છે એને? તું છોડ એને, છોકરી.

વૈશાલી વેઇટ. જો માધવી આગળ અમારા રિલેશન વિષે ભરડી મારે  તો?   ના ના જવા દે. આપઘાત કરવો છે તારે, વૈશાલી?

બપોરે તાના રીરી   5 સ્ટાર હોટલ માં જઈને ફરી એક વાર ચેક કરવા  ગઈ.

નો મેડમ, ગૌરવે  એનું નવું એડ્રેસ અમારી પાસે છોડ્યું નથીબાર્બી ડોલ જેવી લાગતી હોટલની રિસેપશનિસ્ટ બિલકુલ  પ્લાસ્ટિક સ્માઈલ સાથે બોલી.

પછીના દિવસો કાળ જેવા ગુજર્યા. “હવે શું કરવું? અત્યાર સુધીમાં પેલાએ માધવીને પૂરી ભોળવી દીધી હશે. હે મારા સ્વામી

છોકરીનો મોબાઈલ ફોન ચેક કરું? બહુ રિસ્કી થઇ જશે. તો મોબલાઈલ ને પોતાના જીસ્મથી એક મિનિટ માટે પણ અળગી કરતી હતી. પ્રેમમાં સળગતી વૈશાલી હવે તો વિચારમાં પણ માધવી નેછોકરીગણતી થઇ ગઈ; દીકરી, બેટી નહીં!

February  14   – Valentines Day.

છોકરી દિવસે ગૌરવને નક્કી મળશેચાલ એની હિલચાલ પર ધ્યાન રાખુંએજ કારગત નીવડશે.

વેલેન્ટાઈન્સ ડે ની આગલી સાંજે માધવી રોજ કરતાં વહેલી ઘેર  આવી. વૈશાલીની ગૂંચવણ  વધી ગઈ.

સાથે હાથમાં બ્રાન્ડેડ કપડાની મોટી થેલી હતી. નક્કી બાઈઆવતી કાલ માટે કશું પ્લાન કરે છે. જરા સતર્ક રહેવું પડશે, વૈશાલીએ.

જરા ચોકસાઈ થી વૈશાલી! ધ્યા થી.

કોઈક રીતે બન્ને જુદાં થઇ જાય એવું કરવું જોઈએ પણ જોજે દીકરીને કાયમ માટે ગુમાવી દેવી પડે. તને તો બેટા ઘણા સરસ છોકરાઓ મળશે; આને જવા દે. વૈશાલીનું મનોમંથન એને કેમેય કરીને જંપવા દેતું હતું. એક માં અને એજ હરીફ!

માધવી ઉતાવળે એના બેડરૂમમાં દાખલ થઇ અને કપડાંની થેલી અને લેપટોપ બાજુના study table પર કાળજીથી સેટ કર્યાં.

Valentines Day ની કોઈ જુદીજ જાતની તૈયારી થઇ રહી હતીવૈશાલીનું મગજ કસવાનું ચાલુ હતું.

શિયાળાની સાંજે અંધકાર જલ્દી થઇ ગયો. વૈશાલીએ બેડરૂમના બારણાની નીચેની તિરાડમાંથી આવતો હલકો પ્રકાશ જોયા કર્યો.  કાન માંડ્યા પણ એસીના ધીમા ઘરઘરાટ વગર બીજું કાંઈ સંભળાયું નહિ.

આજે તો પર કે પેલે પાર. ગૌરવને આવતી કાલે રંગે હાથ પકડ્યા વગર ચેન નહિ પડે. બેનો મળવાનો પ્લાન જો ખબર પડે તો વાત જામે.

ડિનર લેવામાં ટાઈમ બગાડવાને બદલે પોતાને માટે જલદીથી એક સ્મૂધી બનાવી લાવી  અને બેડરૂમની પાસે ખુરશી નાખીને પીવા લાગી.   આંખો અને કાન બિલકુલ બેડરૂમ તરફ કેન્દ્રિત

કોઈ હિલચાલ નહિ. 11 વાગ્યા અને અચાનક માધવીના બેડરૂમની લાઈટ ઑફ થઇ ગઈ.

વૈશાલી ને પણ ઝોકાં આવવા માંડ્યા પણ મન મક્કમ કરીને બેસી રહી. કદાચ અંધારામાં વાતચીત કરે કે પછીપેલોક્યાંક થી અંદર આવી ચડે! વૈશાલીનું ક્ષુબ્ધ મન અસંભવ કહી શકાય એવી પરિસ્થિતિનો પણ સામનો કરવા તૈયાર હતું!

મધરાતે આશરે બાર વાગે એકાએક બારણાની નીચેની તિરાડમાંથી આવતા પ્રકાશે વૈશાલીને ઉઠાડી દીધી.

સંભાળીને….. વૈશાલી…..

કોઈના ધીમા પગલે ચાલવાનો અવાજ રાત્રીના સૂનકારમાં સ્પષ્ટ સંભળાયો.

વૈશાલીના હૃદયના ધબકારા વધી ગયા. “ સાલો બેડરૂમની અંદર કેવી રીતે પહોંચ્યો? – મારી નજર ચૂકાવીને?”

પણ હવે સમય હતો act  કરવાનો.

ધીરે રહીને વૈશાલી બેડરૂમના બારણાની નજીક આવી. ચાલવાનો અવાજ હવે વધુ સ્પષ્ટ. સંભાળીનેધ્યાન રાખ વૈશાલી, તારે લોકો ને રંગે હાથ પકડવાના છે.

કાળમુખી છોકરી? તારી હિમ્મતવૈશાલીના કાળજામાં એક આગ પ્રસરી ગઈ.

એક ખુરશીના ખસવાનો અવાજ આવ્યો. પણ અંદર બેમાંથી એકેય કાંઈ બોલતું હતું.

હવે action  નો ટાઈમ આવી ગયો, વૈશાલી. અંદર જા અને પકડ.

વૈશાલીએ હિમ્મત કરીને ધીરેથી બારણું ખોલ્યું.

અંદર એકલી માધવી ખુરશી પર બેસીને લેપટોપ પર કાંઈક ટાઈપ કરી રહી હતી. ખુરશીની  બરાબર સામે એક અરીસામાં એનું મોઢું  ચોખ્ખું દેખાતું હતું. ત્યાં હતો ગૌરવ  કે કોઈ બીજી વ્યક્તિ.

માધવીનું બધું હલનચલન જાણે હલકા ઝાટકાથી થતું હોય એવું લાગ્યું. એની આંખોમાં  એક અજબ પ્રકારની ચમક હતીબાથરૂમ ની ગ્લેઝડ ટાઇલ્સ જેવી. અરીસામાંથી માધવીને એની મમ્મી દેખાતી હતી પણ એની બિલકુલ નોંધ લેતી હતી.

વૈશાલી વધુ આગળ ગઈ અને માધવીની લગોલગ પાછળ જઈને જોવા લાગી કે શું ટાઈપ કરે છે. માધવી તો કોઈ બીજીજ દુનિયામાં હતી એને વૈશાલીની હાજરીની નોંધ લીધી, કાંઈ બોલી.  અરે જેમાં ટાઈપ કરતી હતી ફેસબૂક પેજ ગૌરવ સેઠનું હતું !અને પોસ્ટ કરી રહી હતી માધવીને!!

એકાએક વૈશાલીને બધું બરાબર સમજાઈ ગયું.

ઓહ  માય ગોડ! માધવી sleep walking નામના disorder  થી પીડાતી હતી. બરાબર એના પાપા ની જેમ.

રોહિત પણ રાતે અચાનક ઉઠીને ચાલવા લાગતો અને એવું કરતો જે એને બીજે દિવસે જરા પણ યાદ હોય. શરૂમાં તો ખૂબ ગભરાઈ જતી પણ એક ડોક્ટર મિત્રએ rare disorder  વિષે સમજણ આપી હતી.

માધવીનું ક્ષુબ્ધ મન સ્લીપવોકિંગની દશામાં ગૌરવ સેઠ બની જતું અને એની ફેઇક પ્રોફાઈલ બનાવીને પોતાને ફ્રેન્ડ બનાવી.   

  5  સ્ટાર હોટલ ની તે દિવસ ની મુલાકાતમાં માધવીના મનમાં ગૌરવ નોંધાઈ ગયો અને અત્યંત તાણ માં બધું રાતે સ્લીપવોકિંગ ની સ્થિતિમાં કરતી  રહી.

હવે શું કરવું તે વૈશાલી જણાતી હતી. એણે માધવીની  પાછળ  વહાલથી હાથ લંબાવી છાતી સરસી દબાવી. માધવી એની ચિચિત્ર  સ્થિતિમાં કાંઈ સમજી નહીં, કોઈ પ્રતિક્રિયા આપી.

મારી દીકરી માધવી, બહુ મોડું થતી ગયું છેને બેટા. ચાલ આપણે હવે સુઈ જઈએ. ચાલો તો…” પ્રેમ થી બોલેલા શબ્દોની જાદુઈ અસર થઇ અને માધવી હળવેથી ઉભી થઇ અને મમ્મી દોરે તેમ તેની સાથે જઈને બાજુમાં સૂઈ  ગઈ. ક્યાંય સુધી વૈશાલી એને માથે હાથ ફેરવતી રહી.

સ્લીપ વૉકિંગ નો હુમલો સામાન્ય રીતે રાત્રીના પ્રથમ પ્રહરમાં આવતો હોય છે. માધવી ઘસઘસાટ સૂઈ  ગઈ એટલે વૈશાલી એના ગાલ પર હળવી કિસ કરીને લેપટોપ બરાબર બંધ કરીને બહાર નીકળી ગઈ

પ્રેમાળ માતાની રોજની માવજતથી માધવીના સ્લીપ વૉકિંગના કિસ્સા પણ ધીરે ધીરે ઓછા થઇ ગયા. ફેસબૂક પર લાઇક્સ નું ગાંડપણ પણ સાથે ઓછું થઇ ગયું.

ગૌરવ સેઠ ક્યાં હતો પ્રશ્ન હવે મહત્વનો રહ્યો

Exit mobile version