Site icon Musings, Music & More

જાદુઈ નંબર ૭૩

WhatsApp Image 2

આજે મારા ૭૨ મા જન્મ દિવસે હું હળવેક થી ૭૩ મા વર્ષ મા પ્રવેશ કરી રહ્યો છું.

આજ તારીખે ૪૯  વર્ષ પહેલા મારા પિતાશ્રીજેને હું ભાઈ તરીકે સંબોધતોદેવલોક થઇ ગયા. પ્રસંગને પણ આજે ૫૦ મુ વર્ષ બેઠું. વર્ષો ક્યાં વીતી ગયા ખબર પડી.

અજીબો ગરીબ કરિશ્માના માલીક ભાઈનું વ્યક્તિત્વ એક અલગારી હતું. રસાયણ શાસ્ત્ર (કેમિસ્ટ્રી) નું એમને ગજબનું વળગણરાતે સૂતાં સૂતાં ભારેખમ કેમિસ્ટ્રીના પુસ્તકો વાંચ્યા કરતા. જાણે કે કોઈ રહસ્યો ભરેલી ડિટેક્ટિવ વાર્તા વાંચતા હોય? પુસ્તકો પણ પાછા પોસાય એવા ખૂબ કિંમતી.

વાંચીને બેસી નહિ રહેવાનું. ઘરના રસોડામાં નવા નવા પ્રયોગો કરવાના અને નવી નવી પ્રોડક્ટ્સ બનાવવી. બા તો બધું સાફ કરતા કંટાળતી પણ છેવટે રહી ભાઈની અર્ધાંગિની. બધું પર પાડતી.

આવા પ્રયોગોમાંથી આકાર લીધેલી કેટલી બધી નવી પ્રોડક્ટ્સ એમણે નાના ઉદ્યોગપતિઓને બનાવી આપી અને બધા નાનામાંથી મો  ..ટા ઉદ્યોગપતિઓ બની ગયા પણ ભોળા ભટ ભાઈ એમ ને એમ રહી ગયા. વોટર કલર્સ, પૂંઠાની લખવાની પાટી, કેરી ના રસમાંથી સ્વાદિષ્ટ આમ પાપડકૈં કેટલી નવી અજાયબી પમાડે એવી પ્રોડક્ટ્સ!

ઉદ્યોગપતિઓને મહાવરો આવી જાય એટલે પછી કોણ ભીખુભાઇ? એમણે કોઈ દિવસ પોતાનો લાભ કેમ થાય વિચાર્યું નહિ કે પછી આવડ્યું નહિ.

મને કેમિકલ એન્જીનીઅરીંગનો નાદ લગાડતા વળી. સરસ મજાની ચોપડીઓ જોઈને મને થતું કે તો શીખવા જેવું છે. જો કે મારું કેમિસ્ટ્રી નું જ્ઞાન એમની તોલે આવે.

એમનો રમૂજી સ્વભાવ મને થોડો વારસા માં મળ્યો છેહા, એવું લોકો કહે છે.

એમને છીંકણી સૂંઘવાની આદત હતી જેની મને સખત ચીડ હતી. “ ટેવ મને વિલ્સન કોલેજ ના સ્ટુડન્ટ લીડરે લગાડી દીધેલી એમનો બચાવ હતો.

નાક સાફ કરવા જૂની ડિઝાઇનના બાથરૂમમાં જઈને મોરી આગળ એટલું ગંદુ કરી આવતા કે વાત પૂછો. શું કરવું? મારા ભાઈ ને?

અંગ્રેજી સાહિત્યનો પણ ખૂબ શોખ. એમની લાઈબ્રેરીમા  કંઈ કેટલી  અંગ્રેજી નવલકથાઓ, કાવ્ય સંગ્રહો  દેખાતા. સાહિત્ય પ્રેમ મને વારસા માં મળ્યોસાથે  મારી મોટી બહેનને અને મારી દીકરીઓ ને પણ.

સારું ચટાકેદાર અને  કેલરી થી ભરપૂર ખાવાનો એટલો શોખ. તબિયતની કાળજી કરવી, વ્યાયામ કરવો એવું બધું કઈ કેમિસ્ટ્રીના પુસ્તકમા આવે છે?

ખાટલે થી પાટલેએમણે જીવી બતાવ્યું. કિંગ્સ સર્કલ ઉપર આવેલી માયસૂર કાફે ઉડીપી એમની ઘણી પ્રિય. પ્રીતિ મને પણ સોંપતા ગયા!

કદાચ એમનો રીતે જીવવાનું ખૂબ ભારે પડ્યું અને ૬૦ વર્ષે તો વિદાય લઇ લીધી.

હજી ગઈ રાતે એઓ મારા સપનામાં આવ્યા અને પેલું ઉખાણું પૂછ્યું;

પંદર બાવીસ શૂન ને સાત,

એના કરો એકડા આઠ“.

આજે જયારે હું ૭૩ મા વર્ષ મા પ્રવેશી રહ્યો છું ત્યારે એનો જવાબ મળ્યો. તોતેર થી ગુણો એટલે આઠ એકડા આવી જાય!

આઠ એકડા નું મહત્વ શું એમ પૂછો છો?

કાંઈ નહિ. અને સમજો તો ઘણું બધું.

ભાઈ ની અસંખ્ય યાદો મા ની એકઆઠ એકડા.

ભાઈ, આજે પચાસમી વાર તમને ગુડ બાય કહું છું.

Exit mobile version