Site icon Musings, Music & More

ગંગારામ નું ભૂત : ભાગ ૩ અને છેલ્લો

monster illustration
Photo by Tookapic on Pexels.com

આ એક કાલ્પનિક મનોરંજન કથા છે. કથામાં આવતા પાત્રો, નામો , ધંધાઓ , જગ્યાઓ , ઘટનાઓ અને બનાવો લેખક ની કલ્પનાશક્તિ મુજબ આલેખાયા છે. જીવિત કે મૃત કોઈ પણ વ્યક્તિની સાથેની સામ્યતા કેવળ સાંયોગિક છે . કોઈની ધાર્મિક માન્યતા કે લાગણી દુભાવવાનો લેખક નો કોઈ ઈરાદો નથી

ભૂતની વાર્તા હંમેશા રસપ્રદ હોય છે. તમે ભૂતમાં માનતા હોય તો પણ હવે શું થશે જિજ્ઞાસા કાયમ રહે છે. ક્યાંકથી સાંભળેલી, બહૅમથી ભરપૂર ભ્રામક વાર્તા એટલે ભૂત પ્રેતની વાર્તા. ઘણી વાર તો આવી વાર્તાઓને વહેતી મૂકવામાં કોઈ પોતાની ખીચડી પકાવતું હોય એવું પણ બને. ભૂતના અવાજો એટલે વહેમ અને મનુષ્યનો  હાથે કરીને મેલી વિદ્યામાં મૂકેલો વિશ્વાસ.

ગંગારામના ભૂત ની બધી વાતો રાજેશને ગળે ઉતારતી હતી એટલું નહિ પણ સત્ય શું છે શોધી કાઢવાની ઈચ્છા પ્રબળ બનતી જતી હતી. આવી વાતો ફેલાવવામાં કોઈનો હાથ કે કોઈનો  સ્વાર્થ હોવો જોઈ એમ અને સ્પષ્ટ દેખાતું હતું, સત્ય શોધવા આની પાછળ આદુ ખાઈને પડયા વગર હવે એને જપ હતો.

પી ડી ને રાજેશ જેવા નવા મેનેજરથી ગભરાઈને આવી વાતો ફેલાવવામાં રસ હોઈ શકે.

કે પછી એને ભૂત પ્રેતની વાતોમાં ખરેખર વિશ્વાસ હતો? કહેવું મુશ્કેલ હતું.

ઘણા  વિચાર કર્યા બાદ રાજેશને લાગ્યું કે બને થીઅરીમાં થોડી થોડી સચ્ચાઈ હતી. પી ડીને  પોતાને ખબર હતી પણ રાજેશ કોઈ રીતે ગભરાઈને છોડી ને જતો રહે એનો મૂળ મુદ્દો હતો.

રણ છોડીને ભાગી જવાનું રાજેશના સ્વભાવમાં હતું. નવા માણસ સામે રઘવાટ અને ઘુઘવાટ   થાય સ્વાભાવિક હતું. તો જે હોય તે.

આજ સાંજનું વાતાવરણ ભૂતની વાર્તાને અનુરૂપ હતું. કાળા ડિબાંગ વાદળો દૂર થી આવતા દેખાવા માંડ્યા. વીજળીના ઝબકારા પણ.

હું તો …. હાલ્યો ભૂતને મળવાકરીને રાજેશ એની બેગ અને નાની ટોર્ચ લઇને ઘેરથી નીકળ્યો.

બૈલ  મુઝે  માર  કરવા નીકળેલા રાજેશને બહાર ભેગા થયેલા માણસોએ વિસ્ફારિત  નયનોથી જોયા કીધો. “ખરો માણસ છે!” કેટલાકને હવે રીતસર દયા આવતી હતી તો કેટલાકને સહાનુભૂતિ.

અમસ્તા આવા જુવાન એન્જીનીઅરને દાવ પર લગાવવામાં  સમજદારી હતી. એને પાછો વાળવો પણ શક્ય હતું. “સાલો જક્કી છે. લાગનો  છે

કોઈ મનુષ્ય સંપૂર્ણ પણે દેવ કે દાનવ નથી હોતો. એક અજબ પ્રકારનું મિશ્રણ હોય છે. અને મિશ્રણ પણ સમય સમય પર બદલાતું રહે છે. કોલોનીના રહેવાસીઓના વિચારો વાતની સત્યતા દર્શાવતા હતા. પેલી મુગ્ધા હેમા તો મનમાં ને મનમાં પ્રાર્થના કરતી રહી.

અરે ખુદ પી ડીને હવે થતું હતું કે જરા વધારે પડતું થઇ રહ્યું હતું. ‘બેટમજીએ શા માટે દુ;સાહસ ખેડવું  જોઈએ? મરી બરી ગયો તો જોવા જેવી થશે  પણ હવે ઘણું મોડું થઇ ગયું હતું. પી ડીની ઘરવાળીએ પણ તો મારા વાલાંને જે મંજૂર હશે તે થશે. મૂકોને વાત હવેકરીને વાત પર પૂળો મૂક્યો.

બાજુ હેમાએ નિશ્વાસ મૂક્યો.

અરે રાજેશભાઈ આમ બેગડાં લઇને કેમ હાલ્યા ને આટલા વેલા? ” હર્ષદભાઈથી રહેવાયું,

કેમ વળી? ભૂત હાર્યે બાથંબાથી થાય તો ઓજાર જોઈએ ને ?” રાજેશે કાઠિયાવાડી લહેકામાં મસ્તી કરી.

ભૂત મારી રાહ જોઈને બેસી રહે કરતા મેં કીધું કે હું જઈને એની રાહ જોઉં? કેમ બરાબર ને?” કહીને એક હીરો ની અદાથી નીકળી પડ્યો રાજેશ. ટોળું એને જોતું રહ્યું.

રાતના સાડા દસ થયા; આકાશમાં વીજળીના ચમકારા વધી ગયા, કડાકા ભડાકા તીવ્ર થયા.

રાજેશે મિલિટરી સ્ટાઇલના ખીલાવાળા બુટ પહેર્યા હતા તે તરફ બધાની નજર ગઈ. ‘પાછા દોડતા આવવું હોય તો કાદવમાં લપસી પડાય એટલે..’ – મોતીલાલે  તર્ક દોડાવ્યો.

પેલું કૂતરું રાજેશ સાથે ક્યારે જોડાઈ ગયું સમજાયું નહિ. થોડી વારમાં બંને ઝાડીમાં દેખાતા બંધ થયા.

સાલો મરવાનો છેપી ડીએ થોડા ઉપરછલ્લા કંટાળા સાથે કહ્યું.

અરે સાંભળો છો? આજે બહુ બહાર બેસી ના રહેતા. ઓલ્યું ભૂત…..” વાક્ય અડધું છોડી ને પી. ડીની ઘરવાળીએ તાકીદ કરી. “ તો જે થવાનું છે તે થશે . મૂર્ખો મરશે તો મરશે

લાગ જોઈને મોતીલાલ ફેક્ટરીના મુખ્ય ગેઇટ પર દોડી ગયો અને ચમનલાલને મળ્યો. ગઈ કાલ રાતની ચમને જોયેલા ભૂતની વાત સાંભળીને વધારે બીધો. નક્કી આજે કાંઈ થશે. પાછા આવીને ભેંકાર, બંધ પડેલી ફેક્ટરીના મકાનને ઉચાટથી જોઈ રહ્યો.

રાજેશે ઝાડી અને કાદવમાંથી સાવધાનીથી રસ્તો કાઢતાં કાઢતાં આગળ વધવાનું ચાલુ રાખ્યું. સાથે વફાદાર કૂતરું પણ ..

વાદળોનો ગડગડાટ વધ્યો. રાજેશ પાછલા દરવાજેથી ખુમારીથી અંદર આવ્યો અને બીજે માળે પહોંચ્યો.

મારો હાળો, ક્યાં પહોંચ્યો હશે? હજી લાઈટ થઇ નહિ.  ભૂતે ફસાવ્યો કે શું? ” ટોળાંમાં અટકળો ચાલી.

ગમે કહો પણ માણસ બાકી પહોળી છાતી વાળો છે અને નસીબ પણ સાથ આપે છેહર્ષદભાઈ થી રહેવાયું.

એનું નસીબ આપણા માટે જોખમ કારક છે, હું હમજ્યા હર્ષદ ભૈ ?” પી. ડી ફાચર મારી.

પણ આટલી બધી વાર કેમ લાગે છે એને? ભૂતનો ભેટો થઇ ગયો લાગે છે. બિચારો…”

લાગે નો છે

કેમ કશો  અવાજ આવતો નહિ?” પાકા અમદાવાદી વૃદ્ધ કેશુભાઈ બોલ્યા

જાત જાતના સવાલોની રમઝટ ચાલી.

છેક અડધા કલાક  પછી લાઈટો ત્રણ વખત ચાલુ બંધ થતી  જોવામાં આવી.

તો પહોંચી ગયો હહરો !”

ચૂપપી ડીને ગુસ્સો આવ્યોપાછો આવે ત્યારે માનું

અને થોડી ક્ષણોમાં એક ચીસ સંભળાઈ. કોઈના દોડવાનો અવાજ, એક જોરદાર ફટકાનો અવાજ,કૂતરા નો દર્દભર્યો  ચિત્કાર, કાંઈ સમજાતું હતું.  રાજેશને ભૂતનો ભેટો થયો કે શું?

ના ના ભૂત નક્કી છેપી ડી ની આશા સફાળી ઉગી નીકળી.

કોઈકના ફેક્ટરી બિલ્ડીંગમાંથી બહાર દોડી જવાનો અવાજ

અરે મરી ગયો રે બાપલીયા” – કોનો અવાજ હતો? પેલો  વોચમેન ચમનો તો નહિ? મૂરખનો સરદાર! – અંદર અંધારામાં શું કામ દોડી ગયો? બધું સાંભળીને અનુભવી રહેલા પી ડી , હર્ષદભાઈ અને મોતીલાલ ધ્રૂજવા   માંડ્યા.

ભૂતનો  હૂંકાર, અટ્ટહાસ્ય; કોઈનો ખાબોચિયામાં પડી જવાનો અવાજ, વીજળીના કડાકા ભડાકાબધું ડરામણું.

થોડી વારમાં સઘળું શાંતતદ્દન શાંત. શું ચાલી રહ્યું હતું ત્યાં?

રાજેશ જીવતો છે કે પછી…? ભૂત હજી ત્યાં હશે? પેલા હોશિયારીના પૂંછડા રાજેશ ને તો બરાબર સ્વાદ ચખાડ્યો લાગે છે.” પી. ડી. નું મનોમંથન.

ત્રિપૂટીને જે ખબર હતી તે આમ હતું:

ચમનલાલને આગલે દિવસે રાજેશે ચમકાવ્યો હતો તે જેવી  ફેક્ટરી માં લાઈટો  ઉઘાડ બંધ થતી જોઈ તેમ   બહાદુરી બતાવવા અંદર દોડ્યો. કાંઈ સમજે વિચારે પહેલા કોણ જણે કેમ પેલું કૂતરું જોરથી ભસતું ભસતું ચમના પાછળ પડ્યું. ચમન બીધો કે નક્કી ગંગારામના ભૂતે કૂતરાનું રૂપ લઇ ને એને મારવા આવ્યું. ગભરાટ માં એણે એને ડંગોરો કૂતરા તરફ ઝીંક્યો અને પછીમરી ગયો રે, બાપલીયા બચાવોબૂમો પાડતો, મૂઠ્ઠી વાળીને દોડતો બિલ્ડીંગ ની બહાર દોડી ગયો. કૂતરું બિચારું પ્રહાર થી ઘવાયું અને ચિત્કાર કરી ઊઠ્યું. ચમનો એટલે બી ગયો   કે ગેઇટ પર રોકાવાને બદલે બહાર નીકળી, પોતાની સાઇકલ પલાણીને પાછળ જોયા વગર ભાગ્યોકે વહેલું આવે ઘર.

કોલોનીમાં હાલત જોવા જેવી હતી.

દિગ્મૂઢ થઇ ગયેલી  ત્રિપુટી આકુળ વ્યાકુળ હતી. ગંગારામનું ભૂત રાજેશને પતાવીને બાજુ આવી ગયું તો?

ત્રિપૂટી સિવાયના બીજા લોકો માટે આટલો ચમત્કાર બસ હતો.  એમણે પોતાના કવાર્ટરમાં ભરાઈ જવાનું મુનાસીબ માન્યું. ગણી ને ત્રણ જણ રહી ગયા. મોતીલાલે એના હાથનો ડંગોરો કસીને પકડ્યો. પી. ડી. અને જમાનાના ખાધેલ હર્ષદ ભૈ ઊભા થઇ ગયા.

પૂરા એક કલાક સુધી એમણે કાઇંક થવાની રાહ જોઈ. ત્યાં તો બધું શાંત વર્તાઈ રહ્યું  હતું. પણ રાજેશ ક્યાં? ભૂત  જતું રહ્યું હશે? સવાલો ઘણા,  પણ જવાબ કોઈ પાસે હતો.

કાલે જ્યારે ખબર પડશે ત્યારે રાજેશને કાંઈ થઇ ગયું હશે તો કમ સે કમ પી. ડી માલિકો ને જવાબ આપવો પડશે. જઈને તપાસ કરવી જોઈએ. પણ કોણ જાય ત્યાં?

આખરે ત્રણે જાણે ભેગા પ્રયાણ કરવાનું નક્કી કર્યું. ધીમે પગલે, ભૂત ક્યાંકથી નીકળી આવે તે જોતી જોતી  ત્રિપૂટી ફેક્ટરીના પાછલા ગેઇટ તરફ આગળ વધી.

મોતીલાલના હાથમાં એક મોટી ટોર્ચ અને ડંગોરો હતો. વીજળીના ચમકારા હજી આવનારી ગોઝારી પરિસ્થિતિનો અણસાર આપતા હતા. શું થશે?

એકાએક સૌથી આગળ ચાલતા હર્ષદ ભાઈ કાદવમાં લપસ્યા અને છેક ગેઇટની અંદર ફસડાયા. એના બાકીના સાથી અંદર દોડયા.

અને ત્યાં તેમણે ગંગારામનું ભૂત પ્રત્યક્ષ જોયું!!

એજ સફેદ કુર્તો પાયજામોજેમાં કામે આવતો, એજ બક્કલ નીકળી ગયેલા સેન્ડલસામે ઊભો હતો.

ત્રણે જણ ભયથી દિગ્મૂઢ

:હા હા હા , તમે આવ્યા ખરા ત્યારેભૂત નો પહાડી અવાજ ડરામણો અને ગાત્રો ઢીલા કરી નાખે એવો સંભળાયો.

જો આને તો મેં મારી નાખ્યોબડો શૂરવીર થવા જતો હતોકહીને ભૂત ની આકૃતિએ પીપળાના ઝાડ નીચે પડેલા રાજેશના શરીર તરફ નિર્દેશ કર્યો.

ભયથી ફફડતા લોકોએ જોયુંતાડપત્રીથી ઢંકાઈ ગયેલ નિશ્ચેત દેહ; એણે પહેરેલા મિલિટરી સ્ટાઇલના બુટ !

તમે પણ મરવા તૈયાર થઇ જાવ હવેએના  સતાવાહી અવાજથી લોકો લગભગ મરી ગયા.

જો જો ભાગવાની કોશિશ ના કરતા

નજીક માં કૂતરું બેઠું હતુંએના ઘા ચાટતું. પણ એકદમ શાંત.

ગંગારામ અમને જવા દે. તારી કોઈ ઈચ્છા હોય તો કહેપી. ડી. બધી શક્તિ એકથી કરી ને ધ્રૂજતે  અવાજે યાચના કરી.

ભૂત ના આકારે એક ડૂસકું મૂકયુ અને તરત ગર્જના કરીમોટા પૂછવાવાળા આવ્યા. ઈચ્છા? ઈચ્છા તો છે તમને અને તમારા કુટુંબને ખાઈ  જવાની, બોલો? મેં આખું આયખું કંપની માટે ખર્ચી કાઢ્યું અને તમારામાં  મારો બાકીનો પગાર ચૂકવવાની અક્કલ નથી. મારી ગ્રેચ્યુટીના પૈસા નું શું? .ખાઉં ખાઉં લાવ બધાનેભૂત ના સફેદ કપડાં વધારે ફરફરવા માંડ્યા.

સાહેબ…. અરે ગંગારામ, જા તારા બધા પૈસા કેમિલીને કાલે મળી જશે.  મારું વચન છે તને. હવે તો શાંતિ થી સિધાવ.” ધર્મરાજ પી ડી બોલ્યા

તમારા બધાના ફેમિલી નો સત્યાનાશ  કરી દઈશતમારા ઘરમાં આવી આવી નેહા હા હા હાભૂતે ભયંકર અટ્ટહાસ્ય કર્યું,’

જય બજરંગ બલિ જાય બજરંગ બલિ.. ” નો પોકાર કરતાં કરતાં પી ડીએ બેઉને ભાગવાનો ઈશારો કર્યો.

ભાગો બધાય અને પાછું  વળીને જોતા નહિ હવેસૂચના આપીને ત્રણે  જણ મુઠ્ઠીઓ  વાળીને ભાગ્યા કોલોની તરફ. પાછળ ભૂતના હોંકારા અને પડકારા ધીરે ધીરે સંભળાતા બંધ થયા.

કોલોની પહોંચીને બધા ઝટ  પોતપોતાના કવાર્ટરમાં બારણું લોક કરીને ભરાઈ ગયા. પાછળ જોવાનીઅરે બારી ખોલવાની પણ હિમ્મત રહી હતી હવે,

ત્રણે બિરાદરો ને જે મન માં ડર હતો તે પ્રત્યક્ષ નિહાળવા મળ્યો. આને   hallucination  (ભ્રામકતા) કહેતા હશે? રામ જણે. મન માં માનેલા ભૂત નું તાંડવઃ ની પૂર્ણાહૂતિ થઇ ગઈ આમ લાગતું હતું.

બીજા દિવસની સવાર! સૌથી પહેલાં પી ડી ઊઠયા અને હિમ્મતથી બહાર નીકળ્યા. એને જોઈને આપણા હર્ષદ ભૈ અને મોતીલાલ અને બીજા મોટેરા  નીકળ્યા. આકાશ સ્વચ્છ થઇ ગયું હતું

પી ડી કે બાકીના ત્રણ માના કોઈએ  પોતાના ઘરમાં  રાતની ભયાનક વાત કરી હતી.

શું કહે?

કે અમે ગંગારામનું ભૂત પ્રત્યક્ષ જોયું? અમે જેમ તેમ જીવતા પાછા આવ્યા? કે રાજેશને અમે મરેલો ભાળ્યો ?

પી ડીને વિચાર મગ્ન જોઈ  હર્ષદભાઈ પૂછી નાખ્યુંતે પી ડી સાહેબ હવે શું? રાજેશ તો ત્યાં પડ્યો છે બિચારો. જો મરી ગયો હોય તો આપણે લાશ લઇ આવવી જોઈએ અને માલિકોને અને પોલીસ ને ખબર આપી દેવી જોઈએ.”

હોવે હર્ષદભાઈપી ડી નો થાકેલો અવાજ.

ગંગારામના પૈસા ની વ્યવસ્થા પણ કરી નાખીએ. ભૂતનો ભરોસો નહિ. ક્યાંક  આજે રાતે અહીં આવી ચડે તો? મારે મરવું nathi” મોતીલાલના અવાજ માં ડર હતો.

હેમા ચા નાસ્તાની ટ્રે લઇને બહાર આવી, રાજેશના ઘરના  પરશાળમાં એક નજર નાખી ત્યાં એનાથી તીણી  ચીસ પડાઈ  ગઈખુશીની ચીસ?

બધા તરફ મોં ફેરવ્યું અને શું જુએ છે?

રાજેશ કવાર્ટરની બહાર નીકળીને પરશાળમાં હળવી કસરત કરતો હતો.

અરે રાજેશ? કે પછી હવે રાજેશ પણ ભૂત થઇ ગયો?” મોતીલાલ થી ધીમી બૂમ પડાઈ ગઈ.

પી ડી અને હર્ષદ કાંઈ બોલ્યા નહિએમની નજર રાજેશની આકૃતિ તરફ મંડાયેલી રહી. રાજેશ કે એનું ભૂત?

કેમ છો બધારાજેશે સ્મિત સહીત પૂછ્યું

કરી  બતાવ્યું ને મેં શરત મુજબ? ત્યાં કોઈ ભૂતબૂત હતું? હું તો મોજ થી બીજે માળે ચઢી ગયો અને  ત્રણ વખત લાઈટો ચાલુ બંધ કરી આવ્યો તે જોયું ને ? ” રાજેશ ની આંખમાં અજબની ચમક હતીજાણે કાંઈ થયું   હતું!

રાજેશ આગળ વધ્યોઅરે પેલો ચમન લાઈટો ઉઘાડ બંધ થતી જોઈને અંદર દોડી આવ્યો અને કૂતરું પાછળ પડ્યું એટલે તો એટલો ડરી ગયો કે ભાગી ગયો. એણે ડંગોરો ફેંક્યો તેમાં કૂતરું બિચારું ઘવાઈ ગયું. નસીબ જોગે એને બહુ વાગ્યું હતું એટલે એને છોડીને હું મેઈન ગેઇટ પર ગયો, ગેઇટ બંધ કર્યું કારણકે ચમન તો ઘેર ભાગી ગયો! અને પછી મારે  ઘેર આવીને સૂઈ ગયો. તમે બધા તો હું બચી ગયો સમજીને પથારી માં પડી ગયા હતા ને? મેં કીધું કાલે સવારે વાત

રાજેશ સાચે હતો ખાતરી બધાને થઇ.

રાજેશભાઈ તમે શું કહો છો? તમે આવ્યા નહિ એટલે અમે ત્યાં ગયા અને અમે ત્રણે ગંગારામ નું ભૂત જોયું.”

રાજેશે મારક મારક હસતા એમની સામે જોયા કીધુંઅરે શાનું ભૂત? બધા તમારા મનના વહેમ છે. જુઓ હું તો હેમખેમ આવી ગયો ને

પી ડીના આગ્રહ ને માં આપી ને રાજેશ બધા સાથે ફેક્ટરીના પાછલા ગેઇટ પર જઈ આવ્યો. ત્યાં બધું યથાવત હતું. હતું કોઈ શબ, હતી કોઈ જાતની છિન્નભિન્ન વસ્તુઓ. પેલું કૂતરું પણ ઓલ રાઈટ!

યંત્રવત બધા પાછા આવ્યા

રાજેશ ના મનમાં બધું ચોખ્ખું હતું જ્યારે બધા ના હોશકોશ ઠેકાણે હતા.

ઉપસંહાર:

આખું નાટક  રાજેશ ને આભારી હતું.

રાજેશ ના મનમાં    કિસ્સામાં કાઇક દાળમાં કાળું હતું નક્કી હતું. ચેલેન્જ સ્વીકારીને એણે ગંગારામના કિસ્સાની ઝીણવટથી તપાસ કરી; એને ઘેર જઈને ઘરવાળી અને છોકરાઓને સાંભળ્યા. અકાળે મોતને ભેટયા પછી ત્રણ મહિનાનો પગાર ચૂકવાયો હતો, આટલી લાંબી સર્વિસ પછી ગ્રૅચૂઇટી મળી હતી. એને બહુ ખરાબ લાગી આવ્યું. કુટુંબના સભ્યો ને ધરપત આપી અને ગંગારામના જૂના કપડાં અને એના સેન્ડલ માગી લીધા.

બધો પ્લાન ઘડી કાઢ્યો. ગંગારામના કપડાં અને સેન્ડલ પહેરીને એણે ત્રણ વાર લાઈટ કરી અને પછી જલ્દીથી આવીને પૂંઠાનું મહોરું પહેરી  ભૂતના વેશમાં પાછલા ગેઇટ આગળ ગોઠવાઈ ગયો. ભૂતના જેવો અવાજ કાઢવા માં એની કોલેજ ની નાટકની ટ્રેઇનિંગ કામ આવી. પીપળાના ઝાડની નીચે પોતાના શરીરનો ઓપ આપી ને તાડપત્રીથી થોડા નાના દ્રમ ઢાંકી દીધા અને  પોતાના  મિલિટરી બુટ લટકતા રાખ્યા. એને ખાતરી હતી કે એના પાછા આવવાથી લોકો તપાસ કરવા આવશે . જો કે ચમનવાળો કિસ્સો એના પ્લાનમાં હતો.

આવા લોકો ની સાન ઠેકાણે આવે માટે નાટક કરવાની જરૂરત હતી.

પી ડી અને મંડળીને આખી વાત નો તાર મળી શકે એમ હતો.

તે દિવસે ઓફિસમાંથી ગંગારામના નીકળતા બાકીના પૈસા કોઈ એને ઘેર જઈને આપી આવ્યું.

રાજેશ સફળતા પૂર્વક કામે લાગી લાગી ગયો.

હેમા ના હોઠ પર  ગરબાની અસ્ખલિત ધારા

ભૂત ફરી દેખાયાં નહિ – ગંગારામ નું તો નહિ જ

       

Exit mobile version