Site icon Musings, Music & More

The poetry of a swan taking off

આ ઉંડાણ ધ્યાનથી જુઓ. કેવું મરોડદાર, કેટલું આકર્ષક? મોહક?
હવે જરા જુદો સવાલ કરું?
આ જોઈને મને કોઈ પૂછે કે ‘પણ પક્ષીની ડોકની લંબાઈ કેટલી છે? એની ચાંચ કેટલી ધારદાર છે? એ પક્ષી કઈ જાતિ નું છે? સમજાતું નથી! તો હું શું કહું?
કે ભાઈ સાબ આપણે જે માણવાનું છે એ છે એની ઉંડાણ, એના મરોડદાર વળાંકો,
હવે બીજી વાત પર આવીયે? શાસ્ત્રીય સંગીતનું પણ આવુંજ કાઇંક છે.
શાંત ચિત્તે કોઈ શાસ્ત્રીય સંગીતનો આલાપ સાંભળો, એને હૃદયમાં પ્રવેશ આપો અને માણો સંગીતના મરોડદાર વળાંકો, એની માદકતા, નહિ કે આ કયો રાગ છે? એમાં રે કે ગ વર્જિત છે કે નહિ. એ રાગ ક્યા ઠાઠનો છે? સાલું કઈ સમજ નથી પડતી..
પૂર્વગ્રહ છોડો અને આ ક્ષણમાં જીવો. સંગીતનાં દરેક પાસાંને કોઈ જાણીતા ગીત જોડે સરખાવવાની જરૂર નથી. સમજવાની જરૂર નથી. ફક્ત ખુલ્લે દિલે માણો, સંગીતમાં ઈશ્વર છે, કે પછી એમાં રંગાયેલા સંગીતકારો કહે છે તેમ, સંગીત ઈશ્વરનું એક રૂપ છે.

Exit mobile version