http://www.amazon.in | http://www.amazon.com | http://www.notionpress.com
યાદોનો પેટારો
“Music, at its essence, is what gives us memories. And the longer a song has existed in our lives, the more memories we have of it.” – Stevie Wonder યાદ કરવા બેસો તો જરૂર યાદ આવે અને યાદ ન કરવું હોય તેને ન ભૂલી શકાય – જિંદગીની વિમાસણ ! એક જૂની બેમિસાલ ફિલ્મ ‘બાઝાર’નું ગીત છે – ભુપિન્દર સિંઘે લાજવાબ ગાયું છે પણ તમે સાથે ગણગણી લેજો – યાદોં કે વાસ્તે: करोगे याद तो, हर बात याद आयेगी गुज़रते वक़्त की, हर मौज ठहर जायेगी करोगे याद तो … गली के मोड़ पे, सूना सा कोई दरवाज़ा तरसती आँखों से रस्ता किसी का देखेगा निगाह दूर तलक जा के लौट आएगी करोगे याद तो … જ્યારે ઉસ્તાદ ગુલામ અલી તેમજ આપણી આશા ભોંસલેએ ગાયેલ ગઝલ કેમ ભુલાય? એ વળી નવી જ વાત કરે છે! કે’ છે કે હું તો યાદ નથી કરતો પણ એને એમ વળી ભૂલાય ? બોલો? करूँ न याद मगर किस तरह भुलाऊँ उसे ग़ज़ल बहाना करूँ और गुनगुनाऊँ उसे જબરી વિમાસણ છે! સમય હોય તો આ ગઝલ પણ પ્રથમ તરંગ પર સાંભળો અહીં https://www.youtube.com/watch?v=UZU22umC1zs