‘જમના’- વાર્તા સંગ્રહ

એક ટહેલ  નાખું છું Note: પુસ્તક ખોલવા માટે નીચે સ્ક્રોલ કરો

આજે મારો વાર્તા સંગ્રહ eBook ના લાક્ષણિક સ્વરૂપ માં મારી વેબસાઈટ www rajendranaik com પર પ્રકાશિત થઇ ચૂક્યો છે એનો મને અનહદ આનંદ છે જે આ પોસ્ટ દ્વારા સર્વે ને વહેંચું છું.  eBook નું સ્વરૂપ બિલકુલ બીજા પુસ્તકો પ્રકાશિત થાય છે એ પ્રમાણે reader freindly બનાવ્યું છે જે માટે  મારા મિત્રો  સમીર અને હિતેશનો હું ઋણી છું. વાર્તા સંગ્રહ ને પ્રિન્ટ સ્વરૂપમાં પણ રજુ કરું છું જેની મર્યાદિત પ્રતો મારા કેટલાક  followers ebook વાંચી ન શકે એમને માટે છપાવી  છે.  

હવે મૂળ  વાત પર આવું? 

પ્રકાશિત થયેલી સાત વાર્તાઓમાંથી મોટાભાગની વાર્તાનું ફલક દક્ષિણ ગુજરાત પ્રદેશ છે. પહેલી વાર્તા “જમના” માં પરોવાશો  તો ખ્યાલ આવશે કે જમના માંએ પોતાના એકના એક દીકરા ભીખુને ભણાવવા ઘણું વેઠ્યું. ભીખુ જેવા અસંખ્ય બાળકો અને બાલિકાઓ આજે પણ પ્રાથમિક શિક્ષણથી વંચિત રહી જાય છે. આપણા  સર્વગ્રહી ભારતીય સમાજનું સ્તર ઉપર લાવવા એ બહુ જરૂરી છે કે આપણે બધા સભાનતાથી વિચારીએ અને નીચલામાં નીચલા સ્તરનાં બાળકો અને બાલિકાઓને કેવી રીતે પ્રાથમિક શિક્ષણની સગવડ અપાવીએ.  

આપણા સદ્ભાગ્યે આ કાર્ય છેલ્લા ૨૫ વર્ષો થી “પ્રથમ” નામની સંસ્થા કરી રહી છે. પ્રથમના નેજા હેઠળ કોઈ ઠોસ  શાળા નથી પણ અકલ્પનિય સંખ્યામાં લાખો બાળકોને દેશમાં ઓછામાં ઓછા ખર્ચે  standardized curriculum વડે ભણાવી રહી છે. 

તો આપણે જાતે ભલે કરી ન શકીએ પણ યથાશક્તિ દાન તો કરી જ શકીએ.

“જમના અને અન્ય વાર્તાઓ” સંગ્રહની મેં કોઈ કિંમત નથી રાખી પણ વાર્તા વાંચીને સભાન વાચકો યથાશક્તિ દાન આપશે તો મારી મહેનત લેખે લાગી એમ માનીશ. દાન સીધે સીધું પ્રથમ સંસ્થાને જાય એવી વ્યવસ્થા છે. 

પ્રથમ વિષે ની પાયાની માહિત એની  website  https://www.pratham.org/ પર મળશે.

ચાલો આપણે સૌ મળીને આ ઉમદા કાર્યમાં સહભાગી બનીએ.

રાજેન્દ્ર નાયક

પલસાણા, સુરત 

ગણેશ ચતુર્થી