એક હતું જંગલ

એ અચાનક જ આવી ચડતો. ઘણી વાર અમે બધા છોકરાઓ કમ્પાઉન્ડમાં લંગડી રમતા હોય ત્યાં પચાસ જાતના બિલ્લા લટકાવેલા કોટ પહેરેલો એ, પક્ષીઓના અવાજ મોં થી કાઢતો અંદર આવતો; પાછળ છોકરાંઓ નું ટોળું દોડે. હવે ખરી મઝા આવશે. “એ ભરત, એ નરેશ, એ ચંદ્રિકા જલ્દી નીચે આવો કમ્પાઉન્ડમાં. પેલો જંગલનો જાદુગર પાછો આવી ગયો. નીચે … More એક હતું જંગલ