Murder
Murder
Murder
November 1 2025, A handful of Pratham Tarang loyalists turned up at the Pratham Tarang musical evening in Tulsa, Oklahoma. The ladies in particular had come all decked up in saris and matching jewelry to dance to the tune of my Pratham Tarang. And how could I disappoint them? Among the males, you cannot … More An honor to perform at the city of my Alma Mater
પ્રકરણ ૧ : લલીને યાદ આવે એનું બાળપણ વલ્લભ કાકાના મોઢા પર ખિજવાટનો પાર નહિ, ઉપલા માળ પરથી આવતા અસ્પષ્ટ, દબાયેલા અવાજ પરથી પામી ગયા કે ત્યાં શું તરકટ ચાલી રહ્યું હતું. વાડીની કેરી કોઈ રાતે ચોરી નહિ કરી જાય એ માટે કુટુંબને રહેવા સારુ જેમ તેમ ઉભી કરી દીધેલ એ આંબાવાડીની વચ્ચોવચ સ્થિત બંગલી, … More બહુરૂપી – વેશપલટાનોકસબી
For the English version of this post, please scroll down all the way till the Gujarati version is over ઈશ્વર પાસે હજાર રસ્તા છે આપણા ઘેર પધારવાના.જોયું નહિ? પૃથ્વી ઉપર અમુક દેશોના કર્તાહર્તાઓપોતાના માનીતા વાહન ( એર ફોર્સ વન વિગેરે)માં ફાવે ત્યારે અને ફાવે તેમ ફર્યા કરે. એમાંય વળીરશિયાના વડા પાછા એક સરખાં વિમાનોનો કાફલો લઈને નીકળે કે મજાલ છે કે કોઈ દુશ્મનને ખ્યાલઆવે કે કયા વિમાન ઉપર નિશાન તાકવું? ખેર, આપણે વાત ઈશ્વરવાળી ચાલે છે! એ પણ ખરો તરંગી નથી? જુઓ ને, અમારે ત્યાં શું થયું? ઊંચા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં અમને કાયમ પહેલે મળે રહેવાનો આગ્રહ. (કારણ કે આપણે ત્યાં લિફ્ટો પણ ઈશ્વર જેટલી જ તરંગી છે ને?) હવે પહેલે માળે ધરતી પર ભ્રમણ કરતાજીવો સહેલાઈથી પગપેસારો કરે એમાં નવાઈ નહિ. અહીં હું જેની વાત કરી રહ્યો છું એ કોઈ જેવો તેવો જીવ થોડો? એ તો ભગવાન ગણપતિ બાપાનું વાહન! અમારા કિલ્લા જેવા અભેદ્ય એપાર્ટમેન્ટમાં તે દિવસે કેવી રીતે ઘૂસી ગયો એ રહસ્ય હજી એકબંધ છે. સવારે જોયું તો થોડા કેળાં કરડી ખાધેલાં, કાચા કાચા બટાટાને ખોતરી કાઢેલા, અને મૂષક મામાએ એનીઅસંખ્ય લીંડીથી ફરસ ભરી મૂકેલી. મરી ગયા! દિવસે પાછો ક્યાંક ખૂણે ખાંચરે ભરાઈ રહે. હથિયાર સજાવવાનો સમય આવી ગયો ભાઈઓ! પહેલું શસ્ત્ર તે પીંજરું. પીંજરાની અંદર એક ખશબૂદારકેળું લટકાવીને અમે નચિંત સુઈ ગયા કે વહેલી આવે સવાર! પણ આ તો ગણપતિ બાપાનું ચતુર વાહન ! એ કાંઈ એટલી જલ્દી મચક આપે ? બંદો બીજું બંધુ કરી ગયો પણ છટકામાં ન આવ્યો. ચાલો કાઈં નહિ. બીજું શસ્ત્ર અજમાવીએ. મૂષકમામાના પગ ચીટકી જાય એવી કરામત લઇ આવ્યા. પીંજરું અને આ કરામત એમ બંને બાજુ બાજુમાંગોઠવીને અમે નિરાંતે સુઈ ગયા કે જય ગણપતિ બાપા! બીજી સવારે અવલોકન કર્યું. મામા પીંજરા પર ચઢીને પેલા ચીટકણિયા પર મૂકેલું કેળું ખેંચી ગયા હતા! ઓત્તારી ની! ત્રીજી રાતે બે ચીટકણિયા મૂક્યા અને હું તાલ જોવા જાગતો રહ્યો. મામા દોડતા આવ્યા અને બંન્ને ચીટકણિયા ઉપરથી કૂદકો મારીને છૂ! હવે વારો હતો સૌથી ખતરનાક શસ્ત્રનો. અમે લઇ આવ્યા ઉંદરનું મારણ ઝેર! એક ગાજર પર ઝેરચોપડીને તૈયાર રાખ્યું. પાપ લાગે તો લાગે, પણ શું થાય? સવારે બધું એમનું એમ! મૂષક મામા ગાયબ! વળી ઝેર ખાઈને આમતેમ જઈને મરી જાય તો વાસ તો આવેને? બે દિવસ, ત્રણ દિવસ – અઠવાડિયુ થઇ ગયું પણ મામા ક્યાં? ચાલો મામા ઘરની બહાર નીકળી તો ગયા? પણ કેવી રીતે અને ક્યાંથી ? – ઈશ્વર જાણે. કદાચ એ દિવસે એને ઉપવાસ હોય! ચા….;લો , જે હશે તે. એક મોડી સાંજે અમે ટી વી પર એક ચીલાચાલુ સિરિયલ જોતાં હતાં ત્યાં બારીના કાચ પાછળથી કોઈઠોકતું હોય એવો ભાસ થયો. નક્કી મૂષક મામા ! કદાચ અમને કહેવા આવ્યા કે ભાઈસાબ બારી ખોલો ! હાંફળા ફાંફળા થઈને બારી બહાર નજર દોડાવી પણ ઈશ્વરે ઘડેલો કોઈ જીવ દેખાયો નહિ. ગણપતિ બાપાનો પરચો કે બીજું કાંઈ? આખું રહસ્ય હજી અકબંધ છે ! જેવી બાપાની મરજી ! ———— અમારા શાસ્ત્રો / Our arsenal Gods have their own unique ways of announcing their … More જય મૂષક મામા – જય ગણપતિ બાપા / Enter the Mooshak – God’s Vehicle