ટલસા શહેર -મારા પ્રિય મુકામે મળ્યો વગાડવાનો મોકો

જ્યા મારી એમ એસ ડિગ્રી મેળવી એ સોહામણા શહેર, ટલસા, ખાતે પ્રથમ તરંગ વગાડવાનો મોકો મળે એ હું છોડું ? અમેરિકા ૨૦૨૫ ના કાર્યક્રમોની વણજારનો છેલ્લો મુકામ. ત્યાંના પરમ મિત્ર કલ્પેશ દેસાઈએ સઘળી વ્યવસ્થા હંમેશ મુજબ કરી રાખી હતી.

૨૦૨૨ અને ૨૦૨૩ ને મુકાબલે શ્રોતાઓની સંખ્યા થોડી ઓછી પણ વધુ કલાસી! આગળના વર્ષોમાં ગરબા કરીને મને તૃપ્ત કરી દીધો હતો એનું પુનરાવર્તન કરવા મહિલા વૃંદ ઉત્સુક, દિવાળી વીત્યાને બહુ દિવસો નહોતા થયા એટલે એ લોકો ઘરેણાઓથી સજ્જ ! એમને નિરાશ કરવાનું ન હતું મારું ગજું કે ન હતી હિમ્મત. નિહાળો એ કાર્યક્રમની ઝલક!

શ્રોતાગણમાં એક નેવું વર્ષના, ભૂરા શર્ટમાં, માથે ટોપી પહેરેલા મહાનુભાવ -ધીરુભાઈ તરફ દ્રષ્ટિ કરવાનું ભૂલતા નહિ. છેક ડાલાસ ટેક્સાસથી અમારી સાથે કારમાં લાંબી સફર કરીને મને બિરદાવવા આવ્યા હતા. અરે એ તો મહિલાઓ સાથે ગરબા પણ કરવા લાગ્યા ! જુઓ જુઓ !

શું ગરબા કરવા ધમાકેદાર ઓર્કેસ્ટ્રા અને એવું બધું જરૂરી છે? ફક્ત હું અને મારા તબલા નવાઝ પૂરતા નથી? આગલી રોમાં બેઠેલી મહિલાઓ કેવી બેફિકરાઈથી હિન્દી ફિલ્મ ગીતો સાથે બેઠા બેઠા ઝૂમે છે !


સલામ છે દાદ આપનાર શ્રોતા મંડળને. મારી ૨૦૨૫ ની ટૂરનું સમાપન આથી વધુ સરસ રીતે થઇ શકે ?


Leave a Reply