ફેસબૂક સ્ટોરી ભાગ ૨: શિકાર અને શિકારી

વાંચો: ફેસબુક સ્ટોરી ભાગ 1

Couple holding hands

આ એક કાલ્પનિક મનોરંજન કથા છે. કથામાં આવતા પાત્રો, નામો , ધંધાઓ , જગ્યાઓ , ઘટનાઓ અને બનાવો લેખક ની કલ્પનાશક્તિ મુજબ આલેખાયા છે. જીવિત કે મૃત કોઈ પણ વ્યક્તિની સાથેની સામ્યતા કેવળ સાંયોગિક છે . કોઈની ધાર્મિક માન્યતા કે લાગણી દુભાવવાનો લેખક નો કોઈ ઈરાદો નથી

કહે છે કે દુઃખ નું ઓસડ દહાડા. માં-દીકરી વચ્ચે નો અજીબોગરીબ તનાવ ધીમે ધીમે ઓસરવા લાગ્યો હતો. મોટાભાગના બીજા ગુજરાતીઓની જેમ વડોદરાવાસીઓને તો જરા ઠંડી વર્તાય એટલે બ્રાન્ડ નેઈમ ગરમ કપડાના પ્રદર્શનનો મોકો મળી જાય! વૈશાલીને એકલતા કોરી ખાતી હતી. જો કે રોહિત જીવતો હોત તો પણ એનું પોતાનું ‘ભાયડા ભાયડાઓનું ” સર્કલ હતું – ક્યારેક થ્રિલિંગ દારૂ ની મહેફિલો, ક્યારેક ‘ફક્ત ભાઈબંધો સાથે પિક્ચર જોવા જવું વિગેરે વિગેરે. વૈશાલીને આ ક્યારેય સમજાયું ન હતું. ખેર, એ એનો હસબન્ડ હતો – પણ હવે એ સાવ એકલી.

ઠંડીની સીઝન આવે એટલે સંગીતના કાર્યક્રમોની વણઝાર ચાલે. એમાંય અરિજિત સીંઘનો પ્રોગ્રામ ક્યારે એનાઉન્સ થયો તે ખ્યાલ ન આવ્યો. અરે એક્ઝામની માથાકૂટમાં વ્યસ્ત માધવી જેવી જબરજસ્ત ફેનને પણ ખબર ન પડી. એ તો વૈશાલીની ફ્રેન્ડ સત્યાશીલાએ ધ્યાન દોર્યું ત્યારે ખબર પડી પણ હવે ટિકિટ કેવી રીતે મળે? સત્યશીલા વહારે ધાઈ.

“વૈશાલી તું ત્યાં હોલ ઉપર સીધી આવજે, હું તને ત્યાં જ મળીશ”
પ્રોગ્રામ ની સાંજે સરદાર પટેલ સ્મૃતિ હોલ બહાવરા ફેન્સથી ધમધમતો હતો. હોય જ ને વળી. સૌનો માનીતો અરિજિત સિંઘ લાઈવ ગાવાનો હતો!

વૈશાલી પહોંચી એટલે સત્યશીલા દાદર આગળ રાહ જોતી ઉભી હતી – હાથ માં બે અમૂલ્ય ટિકિટઅને ચહેરા ઉપર વિજયી સ્મિત ફરકાવતી. ઘોંઘાટમાં કઈ વાત તો સંભળાય એમ હતું નહિ. બંને અંદર હોલમાં દાખલ થયા.
આ સત્યશીલા પણ ગજબની સ્ત્રી હતી. એક ઝવેરી કુટુંબની, પણ એના સામાજિક કાર્યોં ‘એ તો મોટા ઘર ની લેડીઝના મુખવટા ‘ તરીકે છેક કાઢી નાખવા જેવા ન હતા. બાઈને ખરેખર ઇંટ્રેસ્ટ હતો – ગરીબ બચ્ચાઓને ભણાવવામાં. ઝાડ નીચે, કોઈ પણ ખુલ્લી જગ્યામાં ભણાવવાની વ્યવસ્થા કરવા પહોંચી જતી. એની નિષ્ઠા સાચી હતી. એની સાથે કોઈ કોન્ટેક્ટમાં હોય એને આ કાર્ય વિષે લંબાણથી કહેતાં ખચકાતી નહિ. એનું commitment ગજબનું હતું.
“બસ તમે આવીને એક વાર અમારું કામ જુઓ” – સત્ય શીલા નું બ્રહ્મવાક્ય
એક બીજી બાબત હતી જે સત્યશીલાને બધાથી જુદી પાડતી- “રિફ્રેશ ટૂર” નામે ઇન્ટરનેશનલ ટૂર્સ ગોઠવવાનો ધંધો. દુનિયાની અજબગજબ જગ્યાઓએ ટૂર ગોઠવતી જે વિષે બહુ ઓછા લોકો ને ખબર હોય. ટૂર માં સભ્યો પણ ઓછા હોય જેથી વધુ મઝા આવે.

ટિકિટની સાથે એણે “સેશેલ્સ ‘ ( Seychelles ) ટૂરનું ફરફરીયુ પકડાવી દીધું.
“ના ભાઈશાબ, મને એ બીચમાં ન મઝા આવે. જુહુના દરિયા કિનારે તો હું મોટી થઇ છું. જવા દે સત્યા આ વખતે”
“હું કશું જ સાંભળવાની નથી, વૈષાલી. અરે આવતો ખરી. આ બીચો એકદમ ક્લીન, ક્રિસ્ટલ ક્લીઅર બ્લૂ ગ્રીન પાણી અને આહાહા.” જાણે સત્યા ત્યાં જ તરવા માંડી. “તું આવે છે બસ”

“પણ આ તારું સેશેલ્સ આવ્યું ક્યાં?” વૈશાલીને જરા ઇન્ટરેસ્ટ પડ્યો.
“ઇન્ડિયન ઑસન માં, મોરિશિયસની પાસે – મુંબઈ થી ફક્ત સાડા ચાર કલાકની ફ્લાઇટ. આ દેશ નાના નાના ટાપુઓનો બનેલો છે – અદ્વિતીય સીનરી, યુ વિલ લવ ઈટ. તારી ટૂર ની ટિકિટ પણ લઇ રાખી છે, સમજી” સત્યાએ લગભગ ઓર્ડર છોડ્યો.

અરિજિતનો શો સુપર હિટ ગયો. એના “હમારી અધૂરી કહાની” ગાયને વૈશાલીને હલાવી દીધી.
શો જોઈને વૈશાલી ઘરે પાછી આવી ત્યારે માધવીના રૂમની લાઈટ ચાલુ હતી
“બિચારી એક્ઝામની તૈયારી કરતી હશે” એમ વિચારીને વૈષાલીએ એને ડિસ્ટર્બ કરવાનું માંડી વાળ્યું અને સીધી પોતાના બેડ પર ફસડાઈ – સ્વપ્નમાં પણ અરિજિત સાથે બીચ પર હાથમાં હાથ મિલાવી ને ગીતો ગાતી.

સેશેલ્સ ની ટૂર:

મુંબઈ માહે ફ્લાઇટ લગભગ ફૂલ હતી – હનીમૂનીઆ જુવાન કપલ્સથી ભરેલી. જો કે સત્યા ની ટૂરમાં ફક્ત પાંચ જ જણ હતા. “ચાલો ઓછા માણસોમાં વધારે મઝા આવશે” વૈશાલી મલકાઈ.

” સેશેલ્સ બહુ પોપ્યુલર ડેસ્ટિનેશન લાગે છે. આ પહેલાં કેમ મને ખબર ન હતી?” વૈશાલી અડધી ઊંઘમાં આજુબાજુ ની સીટ પર અસ્તવ્યસ્ત અદામાં બેઠેલા કપલ્સ તરફ નજર ફેરવતાં વિચારી રહી..
માધવી અત્યારે શું કરતી હશે. બિચારી એક્ઝામની ચિંતામાં કેવી થઇ ગઈ છે? જરા રેસ્ટ પણ કરતી રહે તો સારું.

“મેમ, વિલ યુ હેવ યોર બ્રેકફાસ્ટ નાવ?” સ્મિત ફરકાવતી એર હોસ્ટેસે એણે જગાડી દીધી.
“નો, આઈ એમ ફાઈન, મે આઈ જસ્ટ હેવ અ ગ્લાસ ઓફ રેડ વાઈન પ્લીઝ ?” વૈશાલીએ સામું સ્મિત ફરકાવી ને એણે વિદાય કરી,
થોડીવારમાં કેબીનની લાઇટ્સ ડીમ થઇ ગઈ. વૈશાલીથી બ્લૅન્કેટની આડમાં મસ્તી કરતાં પ્રેમ પંખીડા તરફ જોયા વગર રહેવાયું નહિ.

ઇક્વેટર થી ફક્ત સાત ડિગ્રી દક્ષિણે આવેલા સેશેલ્સની રાજધાની માહે તો જોતાની સાથે પ્રેમમાં પડી જવાય એવી હતી – પેલા પિક્ચર પોસ્ટકાર્ડ જેવી. નાની પર્વત માળા અને એની ઉપર વાંકા ચુકા રસ્તાઓ, ગોવા સ્ટાઇલ ના મકાન અને ક્યાંક ક્યાંક નવી હોટલના ઉપર ઊઠતા સ્ટ્રક્ચર્સ ખૂબ સુંદર લાગતા હતાં.
ફ્લાઇટમાંથી ઉતારીને વૈશાલીએ માધવીને ફોન લગાવ્યો પણ વ્યર્થ.
ટૂર-ગ્રુપની બસમાં ગોઠવાઈને બધાં ફેરીના ટર્મિનલ તરફ જવા નીકળ્યા. ફેરી ખાસ્સી મોટી હતી પણ પ્રાસલિન ટાપુની એક કલાકની સફરમાં મોજાને લીધે હાલક ડોલક થતી હતી. વૈશાલી ને પણ, ઘણા બીજા પર્યટકોની જેમ મોળ આવવા માંડ્યા. પણ સદભાગ્યે પ્રાલીન પહોંચતા સુધી સંભાળી શકી. મનોમન પાછા આવતી વેળા ‘સી સિકનેસ’ વાળી ગોળી મોઢામાં ગબડાવી દેવાનું નક્કી કર્યું.

અરે વાહ. અહીં તો આ બધું સ્વર્ગ જેવું લાગે છે. ક્યાં જુહુનો ગંદો બીચ અને ક્યાં આની સુંદરતા!
ક્રિઓલ રિસોર્ટ માં રહેવા માટે બધી સગવડવાળા બંગલા હતા અને રિસોર્ટનો પોતાનો પ્રાઇવેટ બીચ હતો.
કેટલું આહલાદક દ્રશ્ય? રિસોર્ટ નો સ્ટાફ પણ વિવેકી હતો – ઈંગ્લીશ જો કે થોડું ભાંગ્યું તૂટયું બોલતા હતા.

બીજે દિવસે સવારે ટૂર વાળું ગ્રુપ બ્રેકફાસ્ટ માટે બીચને અડીને આવેલા રેસ્ટોરન્ટમાં ટેબલ પર ગોઠવાયું.દરેકના મોઢે ” Wow , લવલી, આ તો રીટાયર થઇને આવવા જેવું છે ” અનાયાસે નીકળી જતું હતું .

“અરે, યુ લૂક લાઈક એન ઇન્ડિયન!” વૈશાલી થી એક કામ કરતા છોકરાને પૂછાઈ ગયું.
“યસ, આઈ એમ ફ્રોમ પુણે, મેમ”
” ઓહ ધેન યુ કેન કૂક અપ સમ ઇન્ડિયન ડિશીઝ ફોર અસ, કેન યુ?” ઇન્ડિયન લોકો ની ટિપિકલ રિક્વેસ્ટ! હજી તો ઇન્ડિયા છોડયાને થોડાક કલાક થયા નથી ને મંડયા ઇન્ડિયન ફૂડ શોધવા!

“શ્યોર મેમ. વિ હેવ એન ઇન્ડિયન શેફ હિઅર, હી વિલ બી ટૂ હેપી તો કૂક અપ સમ ઇન્ડિયન ડિસીઝ ફોર યુ.”
વૈશાલીની આંખમાં એક ચમક આવી ગઈ.

લંચ વખતે અર્જુન ડીન્ડા નામનો એક હટ્ટોકટ્ટો ઇન્ડિયન શેફ એમનો ઓર્ડર લઇ ગયો. પરોઠા, ચટણી, પુલાવ ખાઈને બધા ખુશ – હવે તો ખૂબ મઝા પડશે. વૈશાલીએ અર્જુનને નજીક બોલાવીને હળવેકથી (સેશેલ ચલણની ) સો રૂપિયાની નોટ પકડાવી. જુવાન છોકરાઓને કેળવવાની વૈશાલીને આવડત હતી! ક્યા કેહના, વૈશાલી!

રેસ્ટોરન્ટ માં બેસીને વૈશાલી પગથિયાને અથડાતા મોજા જોઈ રહી. કિનારે નાંગરેલી ઘણી બોટ આમતેમ ડોલી રહી હતી. પવનમાં વિખરાઈ જતા વાળને એક પોની ટેઈલમાં બાંધ્યા. તે દિવસે સપનામાં અરિજિત સીંઘ સાથે બીચ પર એનો હાથ પકડીને ગીત ગાતી હતી તે દ્રશ્ય મન માં ઉભરવા માંડ્યું,

“હે, બધા આમ આવો પૂલમાં મસ્તી કરીએ” સત્યા એ તીણી ચીસ પાડી અને આખા ગ્રુપે પૂલ તરફ દોટ મૂકીને ઝંપલાવ્યું. – વૈશાલીએ પણ.
એક નાનકડો યુરોપીઅન છોકરો એના ડેડીના પ્રોત્સાહન છતાં પાણીમાં ઉતારવાથી ડરતો હતો. આ બાજુ ઉભેલા બીજા એક ઇન્ડિયન જેવા લાગતા જુવાને એ છોકરાને પાસે બોલાવ્યો અને અચાનક એક હિન્દી ફિલ્મ નું ગીત ચાલુ કર્યું. છોકરો ઝૂલવા લાગ્યો.

“અરે તુમ ભી ઇન્ડિયન હો ક્યાં?” વૈશાલી ના વિસ્મય ની હદ ન હતી.
“”હાં મેં વિલાસ પુણે સે હૂં. હમ તીન ઈંટર્ન્સ હૈ ઇસ રિસોર્ટમેં. પુણેકી કોલેજમેં હોટેલ મેનેજમેન્ટકા કોર્સ કર રહેં હૈ” જુવાન છોકરાએ જરૂર કરતા લંબાણથી ઓળખાણ આપી.
“ઓહો, સો લકી યુ! ઈટ ઇઝ સો અમેઝિંગ” પૂલ માં ઊભેલી વૈશાલીને રસ પડ્યો.
“યસ, એન્ડ વિ હેવ એન ઇન્ડિયન એફ એન્ડ બી મેનેજર ઓલ્સો – મિસ્ટર રાજ મલ્હોત્રા” છોકરો વધુ પડતો વાચાળ લાગ્યો. પણ વૈશાલીને ગમ્યું.
“અરે, તો હમારી મુલાકાત કરવા દીજિયે ન ઉનસે!”
“લો વો આ હી ગયે” કરીને એણે દૂરથી આ તરફ પગલાં માંડતો એક સોહામણો જુવાન બતાવ્યો.
રિસોર્ટ ના યુનિફોર્મ માં સજ્જ રાજ મલ્હોત્રા ને જોતા વૈશાલી ના મોઢા માંથી એક હલકી ચીસ નીકળી ગઈ.
માય ગૂડનેસ, આઈ કાન્ટ બીલીવ ઈટ! આ તો ગૌરવ શેઠ નહિ? એજ મોહક સ્મિત. એજ ચાલ! પણ આ અહીંયા ક્યાંથી?
પણ રાજ ? ગૌરવ?
વૈશાલી ને જોતા એ હસ્યો ” એક્સક્યુઝ મી, મેમ. ”
અવાચક બની ગયેલી વૈશાલી એને ભીના હાથ શૈક હેન્ડ માટે આગળ લંબાવવાનું ભૂલી ગઈ.

“આર યુ રાજ ? ગૌરવ?”
“આઈ એમ રાજ મલ્હોત્રા – ઘી એફ એન્ડ બી મેનેજર ઓફ ક્રિઓલ રિસોર્ટ હીઅર. પ્લીઝડ તો મીટ યુ.” માણસ ની આંખ માં કોઈ જાતનું રહસ્ય ન હતું.
આમ મન ફાવે ત્યારે નામ બદલી કાઢવાનું? વાહ! જાણે અજાણ્યો થઇ ગયો? વૈશાલી નું મન ખળભળી ગયું.

” હાય રાજ” એને સામું અભિવાદન કર્યું – સમય વર્તીને એ સાવધાન થઇ ગઈ, .
‘થોડો સમય આપ આ બેટમજીને’ એમ વિચારતાં એને આશા બંધાઈ. ક્યાં જવાનો છે એ હવે?
“બટ વૉટ આર યુ ડુઇંગ હીઅર, ગૌ..આઈ મીન રાજ”
રાજને આ બાઈની બોલ્ડનેસ જબરી લાગી.
“મેમ, આઈ જસ્ટ ટોલ્ડ યુ.”

“ No I mean, when did you come to Seychelles?”
“I have been here for the last three years? Why do you ask, ma’am? Do I know you?”
શું આ ગૌરવ કાંઈ છુપાવતો હતો? કે પછી અમે સાથે ગાળેલી ક્ષણો ભૂલી ગયો? કોને ખબર બીજી કેટલી સ્ત્રીઓ સાથે ….

“Well, yes… I mean no. So nice to see so many Indians working here and especially you in a very responsible position “ એમ કહીને પોતાનો હાથ લંબાવ્યો. કદાચ એને જુના સંસ્મરણો તાજા થાય, એનો હાથ પકડી ને.

“So nice to meet you. Yes, so many tourists pour in here from India regularly. It is always a pleasure to serve you. Is everything ok? Feel free to tell me if you need something special.” રાજ મલ્હોત્રા જાણે સ્ટાફ ટ્રેનિંગમાં ગોખેલી લાઇન્સ બોલી ગયો.
“Very impressive’, આ ખરેખર ભૂલી ગયો છે કે પછી એવો ડોળ કરે છે?”- વૈશાલી ગૂંચવાઈ.
વડોદરાથી આમ અચાનક રફૂ ચક્કર કેમ થઇ ગયો? નામ કેમ બદલાવી નાખ્યું?
એક મિનિટ,
કે પછી એનો ચહેરો ગૌરવને અદ્દલ મળતો આવે છે? હમ શકલ ? જેમ હિન્દી ફિલ્મોની સ્ટોરીમાં થતું બનતું હોય છે તેમ? પણ બે હમશકલ કેવી રીતે એક જ પ્રોફેશન માં હોય? બંને F&B manager ?
દાળમાં કાંઈ કાળું છે. વૈશાલી ને કપાળે કરચલીઓ પડી.

“વૈશાલી, અમે બધા હવે અમારા કોટેજ માં જઈને આરામ કરીએ છીએ, તું આવે છે?” સત્યા ની બૂમ એણે સાંભળી.
“હાં તમે જાવ હું આવું છું” કહીને એ મેનેજર તરફ વળી ” તમારી પાસે કોઈ સારો વોડકા હશે? જરા વ્યવસ્થા કરો. હું કોટેજ માં જઈને કપડા બદલી ને આ આવી પાછી. ” વૈશાલી નો અવાજ જરા સત્તાવાહી થઇ ગયો.
એ ગૌરવ જ છે. શું કામ નામ બદલીને આટલે દૂર સેશેલ્સ માં આવી પડ્યો હશે? એ શું એમ માને છે કે એને અહીં કોઈ ઓળખશે જ નહિ? રાહત અને ગુસ્સાની મિશ્ર લાગણીઓએ એના મનનો કબ્જો લઇ લીધો.

ઉતાવળેથી એ પોતાના કોટેજમાં ગઈ, શાવર કર્યું, આકર્ષક ડ્રેસ પહેર્યો, શરીર પર પરફયુમ ની લગભગ આખી બાટલી ખાલી કરી નાખી અને એટલી જ ઝડપે પાછી રેસ્ટોરન્ટના બારમાં આવી પૂગી. આ બધું જાણે રોબોટની જેમ કરી રહી હતી.

રેસ્ટોરન્ટમાં પેલો દેખાતો ન હતો. ગાયબ થઇ ગયો? થોડા નિરશમય વદને એક ખુશી ખેંચીને એક ખૂણા માં બેઠી.
એકાએક એ આવતો દેખાયો – હાથ માં ટ્રે અને ગ્લાસેસ સાથે. ઓહ માય ગોડ, એનું એ સ્મિત!
વૈશાલીએ એક ઊંડો શ્વાસ લીધો અને મક્કમતાથી વિચાર્યું “આજે તો આની પાસે સત્ય ઓકાવી ને જ રહીશ”
“Sit down’ એણે હુકમ છોડ્યો
“So Raj .. or whatever your name is” એક ઉલટ તપાસ લેતા ડિટેક્ટિવની અદાથી ફરમાવ્યું “ tell me the truth”
“Excuse me?”
“Yes, the truth about your identity”
“Well? “ માણસે આ મોહિનીથી નજર બચાવવાની વ્યર્થ કોશિશ કરી
“Look, I have no problem with your working here. I just need answers”
“What answers?” આંતરેલો ગુનેગાર કે પછી mistaken identity ?
“Don’t be so evasive, Gaurav. I have known you since the days you were working at Hotel Tana Riri in Vadodara, remember?” વૈશાલીએ એક વેધક નજર નાખી એના શિકાર પર.
“I am Raj Malhotra, the F&B manager and that is it” પેલો ભભૂક્યો “ Why are you questioning me?”

“ચાલ ચાલ બહુ થયું હવે?” વૈશાલી સીધી ગુજરાતી ભાષા ઉપર આવી ગઈ.
“તું ગૌરવ છે – એક ધોખેબાજ. સાચું નહિ બોલે ને તો હમણાં જ જઈને મેનેજમેન્ટ ને તારો પરદા ફાશ કરી દઈશ.” વિફરેલી વાઘણ વૈશાલી નો ઘાંટો મોટો થઇ ગયો.
““Can I get you something for you and the guest, Sir?” મોટો અવાજ સાંભળી ને એક વેઈટર આવીને એના સાહેબ ને વિવેક થી પૂછી ગયો
“No thanks, Dilip” સાહેબે એને સિફતથી રવાના કર્યો.
“બોલ હવે” વૈશાલીએ આવા ડિસ્ટ્રેક્શનને અવગણીને એને ફરી આંતર્યો.
“It is now close to dinner time and I have to go, if you excuse me” ઘેરાયેલો માણસ જગ્યા પરથી ઊભો થયો, વૈશાલી તરફ એક તીરછી નજર નાખી અને ત્વરા થી રેસ્ટોરન્ટ ની બહાર નીકળી ગયો.
મહા વિચિત્ર! એ ગૌરવ જ છે અને એને ખ્યાલ આવી ગયો છે કે મેં એને એટલે દૂર પણ ખોદી કાઢ્યો છે. હું આ બધું શું કામ કરી રહી છું? મને હવે શો ફરક પડે છે? માધવીએ અપનાવેલી ફેઇક આઇડેન્ટિટી ને આ મૂર્તિ સાથે કોઈ સંબંધ નથી. એને છોડ તું હવે વૈશાલી. મગજ માં આવા વિચારો ચાલવા લાગ્યા અને વૈશાલીને થયું કે એનું માથું ચક્કર ખાઈને બહાર લબડી પડશે. આવું માથું તો મને કોઈ દિવસ દુખ્યું નથી? સાલા પેલા પેંતરાબાજ ગૌરવે મારા ડ્રિન્ક માં કાંઈ ભાંગ જેવું તો નથી મેળવી દીધું ને? એને કદાચ ગંધ આવી ગઈ છે એટલે સ્તો. ઓહ માય ગોડ!
તે માથું પકડી ને કોટેજ તરફ દોડી. કોઈએ એને જોઈ નહિ. કોટેજ પહોંચી, માથું અજબ રીતે ચક્કર ફરતું હતું. મર્યાની આગલી રાતે પણ રોહિત નું માથું આમ જ દુખતું હતું ને? સત્યા ને કહું? પણ એને શું કહું? મામલો બિચકી જશે.
પેઈન રિલીવિંગ ટેબ્લેટ મોઢામાં ગબડાવી. ગૌરવને પડકારવો જ પડશે. કાઇંક છુપાવે છે, વડોદરા થી પણ રહસ્યમય રીતે ગાયબ થઇ ગયો.
રાતે ડિનરનો તો હવે કોઈ સવાલ ન હતો. ગરમ બ્લેક કોફી પીને એ બેડ પર સૂઈ ગઈ. સત્યા ને કહી દીધું કે એની તબિયત બરાબર નથી એટલે એ ડિનરમાં નહિ આવે.

સપનામાં પેલો અટ્ટહાસ્ય કરતો એનો પીછો કરતો દેખાયો. ભયથી કાંપતી એ જાગી ગઈ. એને લાગ્યું કે કોઈ કોટેજ ના દરવાજની બેલ મારી રહ્યું છે. આ ભ્રમ હતો? કે સપનાનો ભાગ હતો? એણે ઘડિયાળમાં જોયું. હજી તો રાતના દસ જ થયા હતા.
બેલ પાછી વાગી.
આ ટાઈમે કોણ હશે? સત્યા? કે પછી પેલો? એટેક કરશે તો? હવે? ઊભા થઇને જોવાની શક્તિ હણાઈ ગઈ હતી. રિસેપશનમાં ફોન કરું? સત્યાને ફોન કરું?
અચાનક ગુસ્સામાં હિમ્મત આવી ગઈ”એનાથી ગભરાવું શું કામ? અરે હું એને જોઈ લઈશ.”
મક્કમ પગલે જઈને એને દરવાજો ખોલ્યો.

સામે ગૌરવ શેઠ ઊભો હતો – રાજ મલ્હોત્રા ના મહોરા પાછળ. એક ક્ષણે તો એને જઈને બાઝી પાડવાનું મન થયું.
“મને અંદર આવવા દેશે, વૈશ?” ગૌરવે ગુજરાતી માં કાકલુદી કરી.
હવે વૈશાલીને ડર ન રહ્યો. જે હોય તો જલ્દી પતાવ એ વિચારીને ગૌરવને અંદર દાખલ થવા દીધો.
થોડી વાર માટે ખુલેલા બારણામાંથી બહારથી સુક્કા પાંદડા અંદર રૂમ માં આવી ગયા.
એ આવીને બેડ આગળની એક ખુરશી માં બેઠો – બિલકુલ વૈશાલીની નજીક. આ માણસ ની હિમ્મત તો જુઓ? ગૌરવે એન પ્રેમ થી વૈશ તરીકે સંબોધી અને આવા માહોલમાં વૈશાલીનું મનોમંથન વધી ગયું. સ્ત્રી નું મન પણ વિચિત્ર છે ને? ભય ના અસ્પષ્ટ વાતાવરણ માં પણ પુરાણા પ્રેમી ને જોતા ડગી જાય.

“બોલ હવે…” વૈશાલીએ એના ચહેરા પર એક ધારદાર નજર કરી.

પેલાએ ગળું ખંખેર્યું ” જો વૈશ, આપણે થોડા વર્ષો પહેલા ગુજારેલી ક્ષણો મને અહીં લઇ આવી છે. નહીતો મારે તને કોઈ સફાઈ આપવાની જરૂર નથી. પણ …”

Rock formation near water body

વૈશાલી કશું બોલી નહિ. ગૌરવ નો અંદાજ એને ગમ્યો. પણ એની લાગણીઓને લગામ માં રાખીને પાછી તાકીદ કરી ” ચાલ જે કહેવું હોય તે કહી દે”
“જરા ધીરજ ધર, વૈશ. આ બહુ લાંબી વાત છે. હું ગૌરવ શેઠ નથી પણ ખરેખર રાજ મલ્હોત્રા જ છું.”
“જો પાછો. ચીટ” કહીને વૈશાલીએ પાસે પડેલા ગ્લાસમાંથી એક પાણીનો ઘૂંટડો ભર્યો.
“વૈશ પ્લીઝ. જો મારી વૈશ, હું ગૌરવ હોઉં કે રાજ, તને હજી ચાહું છું” વૈશાલી કાંઈ સમજે કે વિચારે એ પહેલાં ગૌરવ ઊઠ્યો અને વૈશાલીને એક ચસચસતી કિસ કરી દીધી. વૈશાલી હચમચી ગઈ. થોડી ગુનાહિત લાગણી અને થોડી જૂની યાદો – એણે એને કિસ કરવા દીધી
“હવે હું શરૂઆતથી શરૂઆત કરું? ” કહીને પોતાની ખુરશી પર બેસીને વાત કરવા લાગ્યો.
કોઈ અકળ કારણે વૈશાલી ને રાહત થઇ ગઈ. ભય, ધિક્કાર મિશ્રીત શૃંગારરસથી એણે ગૌરવ ને એકીટસે જોયા કીધો.
“હું રાજ મલ્હોત્રા , બેઝિકલી પંજાબના લુધિયાણાથી આવું છું. ભણવાનું બિલકુલ ગમતું નહિ. પણ મને ખાતરી થઇ ગઈ હતી કે મારો ચહેરો જ મારુ નસીબ ખોલી નાખશે. મેટ્રિક જેમ તેમ થઇ ગયો અને શહેર ની એક ૩ સ્ટાર હોટેલમાં વેઈટરની નોકરી મળી ગઈ. હોટેલનું હાઈફાઈ વાતાવરણ મને ફાવી ગયું. સ્ટાફ અને હાઈ સોસાયટી ના રેગ્યુલર કસ્ટમરનો હું માનીતો થઇ ગયો.
મારી મહત્વાકાંક્ષા વધવા માંડી. કોઈ પણ ભોગે મારે એફ એન્ડબી મેનેજર બનવું હતું. તો જ હું ધારેલી હાઈ ફાઈ જિંદગી જીવી શકું.
આ બહુ લાંબી વાત છે પણ ટૂંકાણ માં કહું તો મારી ધગશ અને ઇચ્છાશક્તિ થીમેં હોટેલ મેનેજમેન્ટ નો ફેઇક ડિપ્લોમા મેળવી લીધો – ગૌરવ શેઠ ના નામે. ભવિષ્ય અજમાવવા હું વડોદરા પહોંચી ગયો અને મારી સ્માર્ટનેસથી મને એફ એન્ડ બી મેનજર ની પોસ્ટ પણ મળી ગઈ. થોકબંધ નવા ફ્રેન્ડ્સ બની ગયા,,,,,,”
“કેવી ટાઈપ ના ફ્રેન્ડ્સ?” આ માણસના કારનામા વિષે જાણ્યા પછી વૈશાલી ની જિજ્ઞાસા સળવળી ઊઠી.
“તારા જેવા ફ્રેન્ડ્સ, વૈશ ” બોલીને રાજે વૈશાલીના વાળ ની એક લટ સરખી કરી. વૈશાલી પાણી પાણી થઇ ગઈ.
“પણ તું વડોદરા અચાનક છોડી ને કેમ ભા..ગી, આઈ મીન, જતો રહ્યો?”
રાજના ચહેરા ઉપર અસ્વસ્થતા દેખાઈ. વૈશાલી અનાયાસે એની નજીક સરકી.
“મારું નસીબ ફૂટેલું હતું, વૈશ. કેટલાક અદેખા લોકોએ મને પેલા ચકચાર ફેલાવેલા spurious liquor કેઈસમાં સંડોવ્યો. એ તો સારું થયું કે હું ત્યાં ગૌરવ શેઠ ના નામે કામ કરતો હતો નહિ તો …” રાજ થોડું અટક્યો.
“પોલીસ સુધ્ધા કોઈ ને ગંધ ન હતી કે હું ગૌરવ શેઠ નહિ પણ રાજ મલ્હોત્રા હતો.’ હું છટકી ગયો. શું કરું?” રાજે નજર ઝુકાવી.
“ઓહ માય ગોડ.” વૈશાલીની નજર બારીના કાચની આરપાર બહાર પ્રકાશ વેરતા લાઈટના થામ્ભલા પર અટકી. કોઈ અગમ્ય કારણસર રોહિતના આકસ્મિક મૃત્યુ વાળો સીન યાદ આવી ગયો. હજી આ બધું મગજમાં બરાબર બેસતું ન હતું.
રાજે વૈશાલીની હથેળીને પ્રેમથી દાબી. “ઈટ ઇઝ ઓલ રાઈટ, વૈશ. હું સોગંદ ખાઈ ને સાચું બોલું છું”
“હું તારા હસબન્ડને પણ જાણતો હતો. શું દરિયાવ દિલ માણસ હતો એ!…”
“શું? ખરેખર?”
“હા પણ તારા હસબન્ડ તરીકે નહિ, ગાંડી”
“પણ રોહિતના આકસ્મિક મૃત્યુ પછી તેં વડોદરા છોડ્યા બાદ તારું એડ્રેસ કે કોન્ટેક્ટ ડિટેઇલ આપી નહિ. હું તને મદદ કરી શકી હોત!”
“વૈશ હું ખરેખર ડરી ગયો હતો. વિચાર કર – પંજાબથી આવેલો માણસ, એક ફેઇક ડિગ્રીના આધારે ત્યાં કામ કરતો હતો , કોઈ સાચો મિત્ર નહિ…”

વૈશાલી આ આખા કબૂલાતનામાને પચાવે ત્યાં રાજે ધડાકો કર્યો; ” વૈશ, ચાલને આપણે બંને એક નવી શરૂઆત કરીએ? ભૂતકાળને ભૂલી જઈએ?”
વૈશાલી આવી બેહૂદી લાગતી પ્રપોઝલથી ખળભળી ઊઠી. આટલું સુંદર મોહક વ્યક્તિત્વ ધરાવતો પુરુષ અચાનક આવી પ્રપોઝલ કરે? એના મનમાં ખરેખર શું છે? આનો અર્થ શું?
શું આ પોસિબલ છે ખરું? કેટલું પ્રેક્ટિકલ?
“વૈશ, આપણે એક બીજાના થઇને રહેશું”
વૈશાલી આ લાગણીની ભરતીમાં તણાવાની તૈયારીમાં હતી ત્યાં ભાન આવ્યું.
“જો રાજ, તૅ જે આ નિખાલસપણે વાત કરી છે તેની હું દાદ દઉં છું. પણ આપણે કોઈ ઉતાવળું પગલું નહિ ભરવું જોઈએ.”
“હું કમ્પલિટલી સહમત છું. તું કાલે શું કરવાની છે? ચાલ આપણે બંને અહીંના એક ખૂબ જાણીતા નેશનલ પાર્કમાં ફરવા જઈએ. દિલ પણ હલકું થઇ જશે અને …” વૈશાલી ને લાગ્યું કે રાજ પહેલી વાર કાંઈ સેન્સિબલ બોલ્યો.
જલ્દીથી એક આઇડીઆ આવ્યો. કાલની ગ્રુપ ટૂરમાં હું નહિ જાઉં – માંદી છું એમ કહી દઈશ.
“સારું, હું તને કાલે સવારે ફોન કરીશ જયારે બીજા બધા ટૂર માં નીકળી જશે ત્યારે – બ્રેકફાસ્ટ પછી, ઓકે”
“લવલી, કાલે મળીએ ” રાજ ચૂપ ચાપ કોટેજ ની બહાર નીકળી ગયો – કોઈ ની નજર ન પડે તેમ. આ ઉતાવળ કોણ જાણે વૈશાલીને નહિ ગમી. ખેર…

એટલું બધું ઝડપથી આજે બની ગયું હતું કે વૈશાલીને જલ્દી ઊંઘ ન આવી. આવનારી સવાર શું લાવશે? રાજ સાથે હાથમાં હાથ મિલાવીને નેશનલ પાર્કમાં ફરવાના સપના હતા કે એની કામના?
સવારે સાડા સાત વાગે ફોનની અવિરત રિંગે એ ઊઠી ગઈ.
“માધવી!, હા બેટા, તૂં કેમ છે? કેટલા ફોન કર્યા તને..” એકી શ્વાસે સવાલ પૂછી પાડ્યા.
“હા, હા. મમ્મી હું ઠીક છું. પણ તું કેમ છે ત્યાં. મઝા આવે છે ને? તબિયત?”
“અરે બહુ સરસ છે અહીં બધું. તારી એક્ઝામ કેમ જાય છે? તું બરાબર જમે છે ને?”
“હા હા મમ્મી. જો સાંભળ. એક મહત્વનું ડેવલપમેન્ટ છે. યાદ છે થોડા વર્ષો પહેલા પેલો spurious liquor નો કેઈસ? પોલીસે એના અસલી liquor કિંગ ને ઓળખી કાઢ્યો છે. કોઈ ગૌરવ શેઠ ને પોલીસ શોધી રહી છે. એ જ આખા કૌભાંડ નું ભેજું છે પણ એ નાસતો ફરે છે. આ કૌભાંડનો સીધો સંબંધ ડેડી અને બીજા ઘણા નાગરિકોના આકસ્મિક મૃત્યુ સાથે છે ”
વૈશાલીના પગ તળેથી જમીન સરકવા લાગી.
“વધુમાં, ગૌરવ તાના રીરી હોટેલ થી એનું સંચાલન કરતો હતો. ડેડી બિચારા એમાં ઝડપાઇ ગયા”
વૈશાલીનો ફોન બેડ પર પડી ગયો, લાઈન કપાઈ ગઈ. હવે બધી વાત દીવા જેવી સાફ દેખાતી હતી.
રોહિતનો તાના રીરી માં જઈને ફોરેન liquor ની પાર્ટી કરવાનો શોખ ભારે પડ્યો અને એ આ નરાધમ ગૌરવ – રાજ એને માટે જવાબદાર હતો. કોણ જાણે ફોરેન liquor ને નામે એને શું પીવડાવે રાખ્યું?
એ હત્યારો અહીં હાજર હતો. અને એ એની સાથે મોજ કરવા જવાની હતી! પોલીસને હવે કોઈ દિવસ ગૌરવ નહિ મળે પણ વૈશાલીને રાજ મળી ગયો હતો. એની ધૃષ્ટતા તો જો? વૈશાલી સાથે જિંદગી ની નવી શરૂઆત કરવી છે ? મારા પૈસે મોજ કરવી છે?
મનમાં કાઇંક નક્કી કરીને એણે ઝડપથી કોફી પી લીધી, નાહીને મોહક ડ્રેસ પર્હેર્યો અને તૈયાર થઇ ગઈ.
રિસોર્ટથી લગભગ ૨ કિલોમીટરે આવેલા કાફેમાં જઈ પહોંચી. એક કેપુચીનો ઓર્ડર કરીને એક કોર્નર ટેબલ પર શિકાર ની રાહ જોતી બેઠી.

આ બાજુ, આગલી રાતે વૈશાલી સાથે ગુજારેલો સમય – રાજ હજી અસમંજસમાં હતો કે વૈશાલીએ એની વાતને સંપૂર્ણ રીતે માની હતી? એ જાણતો હતો કે spurious liquor માં સંખ્યાબંધ રઇશોના આકસ્મિક મૃત્યુ થયા હતા જેમાં રોહિત પણ હતો. હજી એને ખાતરી ન હતી કે વૈશાલી વડોદરા જઈને પોલીસને ઇન્ફોર્મ કરશે કે નહિ. વડોદરાથી ભાગી છૂટીને એણે જે રીતે જાતને સાચવી હતી તે ઉપર પાણી ફરી ગયું તો? શા માટે ચાન્સ લેવો?
એક દિવસ ની રજા લઇને એ નક્કી કર્યા મુજબ કાફે ઉપર જવા તૈયાર થઇ ગયો જ્યાં એનો શિકાર બેઠો હશે.
સવારના સાડા દસ થવા આવ્યા હતા , ખાસ ગરમી ન હતી.
પેસતાં સાથે વૈશાલીને એક ખૂણામાં ટેબલ પર બેઠેલી જોઈ અને હસ્યો “હાઈ, ગુડ મોર્નિંગ” થોડી નરમાશ થી બોલ્યો
“હાય ” વૈશાલી ના સ્મિત માં એક તોફાની સંદેશ હતો.
“ચાલ, જઈશું?”
વૈશાલીએ એની કોફી પૂરી કરી, બિલ ચૂક્યું અને બંને કાફેની બહાર નીકળ્યા.
થોડી વારમાં એક ટેક્સી એમને લઈને નેશનલ પાર્ક ની દિશામાં રવાના થઇ.
ટેક્સીમાં કોઈ બોલ્યું નહિ. રાજે વૈશાલીનો હાથ હળવેથી દબાવ્યો પણ એની નજર ટેક્સીની બહાર હતી. શું થવાનું છે આજે? બેઉના મનમાં ઘડી ઘડી નવી નવી યોજનાઓ આકાર લેતી હતી – શિકારી તરાપ મારવાની તક શોધતો ફરે એમ.

નેશનલ પાર્કમાં દાખલ થવાનો ગૅઇટ એક બીચની નજીક હતો. બીચ બહુ જાણીતો ન હતો એટલે અવરજવર ઓછી હતી. આમતેમ બેસાડી દીધેલા પગથિયા પાર્ક ઈન અંદર લઇ જતા હતા. ખાસ્સું ચઢાણ દેખાતું હતું. અલભ્ય જાતના ઊંચા વૃક્ષોથી ભરેલો પાર્ક હતો. પગથિયા જેમ ઉપર જઈએ તેમ વાંકી ચૂકી કેડીઑ દેખાતી. ઘણી વાર કોઈક લેન્ડિંગની જગ્યાએ બે ત્રણ રસ્તાઓ ફંટાતા. કપરા ચઢાણને લીધે આ પાર્ક ખાસ જાણીતો થયો ન હતો. બંને શિકારીઓ મનોમન ખુશ થયા.
ઉપર ચઢતાં ચઢતાં વૈશાલીએ રાજને હાથ આપ્યો. રાજને ગમ્યું. જેમ વધારે ઉપર ચઢતા ગયા તેમ હવા વધુ ખુશનુમા થતી ગઈ. ત્રણ બાજુ ઊછળતો સમુદ્ર ! આલ્હાદક દ્રશ્ય! વૃક્ષોના પાનમાંથી ચળાઈ ને આવતા પવનનો સુસવાટા મારતો અવાજ વાતાવરણને ગેબી બનાવતો હતો.

વળાંક પર એક મોટો પથ્થર જોઈને વૈશાલી બેસી ગઈ. પીઠ પાછળ ટેકરીની ઊંચી દીવાલ અને આંખ સામે નીચે ઘૂઘવતો સમુદ્ર. પવન ખૂબ હતો – વૈશાલી લાડમાં રાજની તદ્દન પાસે આવીને બેઠી. રાજના મોં પર એક ન સમજાય એવું સ્મિત હતું આજે.

રાજ ઊઠ્યો અને પથ્થરને છેડે જઈને મોબાઈલ ફોનથી વૈશાલી ના ફોટા પાડવા તૈયાર થયો. એની પાછળ અફાટ સમુદ્ર – સેંકડો ફીટ નીચે!
“વન મિનિટ લવ” કરીને વૈશાલીએ એનો ડ્રેસ સરખો કર્યો.
રાજે વૈશાલીના અલગ અલગ પોઝ માં ફોટા ક્લીક કર્યા.

આજ તક છે, વૈશાલી – રાજ ને તારાજ કરવાની. જલ્દી કર!

“હવે મારા ફોટા મારા મોબાઈલ ફોનમાં પણ લે ને પ્લીઝ!” કરીને વૈશાલી ઊઠીને પોતાનો મોબાઈલ ફોન રાજને આપવા ગઈ. રાજે હાથ લંબાવ્યો પણ વૈશાલીએ એજ હાથને હડસેલો મારીને રાજને જોરથી ધક્કો માર્યો. રાજને કશું ખબર પડે એ પહેલા એનું શરીર નીચે ફંગોળાયું – સેંકડો ફીટ નીચે અને અસંખ્ય શિલાઓ સાથે અથડાતા અથડાતા આખરે બિહામણા સમુદ્ર માં ગરક થઇ ગયું.
ગુડ બાય યુ માસ્ટર ચીટર

ગૌરવ તો હતો જ નહિ. રાજ હવે નામ શેષ થઇ ગયો. વડોદરા પોલીસ હજી ગૌરવ ને શોધતી રહેશે.


6 thoughts on “ફેસબૂક સ્ટોરી ભાગ ૨: શિકાર અને શિકારી

 1. પ્રિય રાજેન ભાઈ,
  -સત્યા સુંદર રીતે આલેખાઈ છે.
  -વૈશાલી, માતા અને પ્રેમિકા તરીકે તથા સ્રી સહજ સ્વાભાવિકતામાં અદભુત છતા થઇ છે.
  -વણલખાયેલું વાક્ય, -..ને રોહિત તથા અન્ય આત્માઓ ને શાંતિ થઇ હશે, મેં વાંચી લીધું.-
  -જે દરેક પોત પોતાની રીતે વાંચી લેશે.
  -અટકવાનો અપરાધ ન કરવા હાર્દિક વિનંતી

  દિપક ઠોકિયા.

  1. દીપકભાઈ. આ વખતે સૌથી પહેલા રિસ્પોન્ડન્ટ નો નંબર તમે લઇ જ ગયા ત્યારે!
   ગમે એટલું સાચવવા છતાં જૂજ loose ends રહી જતા હોય છે જે તમારા જેવા સુજ્ઞ અને ચપળ વાચકો તેમની રીતે વાંચી ને સમજી લે છે. કવિતા માં કદાચ આવું વધારે થતું હશે – interpretation નો સવાલ છે.
   અટકવા બાબત તો એમ છે ( જે તમારા જેવા ગુણીજન ને ખબર છે) કે જ્યારે creative wave આવે ત્યારે લખી જ નાખવું પડતું હોય છે – અનાયાસે.
   ખૂબ ખૂબ આભારી છું આપનો.

  1. આભાર વૈદ્ય જી. મારી વેબ સાઈટ પર જઈને “follow ” માં ક્લિક કરશો તો નવી નવી પોસ્ટ મુકીશ એટલે તમને email થી મેસેજ આવી જશે – રાજેન નાયક

 2. The story is so captivating. Vaishali was depicted as a vulnerable and yet a strong lady. Enjoyed the story.

  1. Thanks Gayatri. A few of my readers have labelled it as ‘cheap’ and ‘sensationalizing’ ! When Meera declared to her Ranaji that her true husband was Lord Krishna – can you imagine how she must have been labelled?

Leave a Reply