કોચીના મારા નવા મિત્રો, ઉલ્લાસજી અને સાનુ જીએ મારા પ્રોગ્રામ યોજીને કમાલ કરી દીધી ભાઈ.
હું ખાલી પ્રથમ તરંગ પર વગાડીને બધાંને ખુશ કરીને નીકળી જાઉં એ એમને પરવડે નહિ.
ચાલો રાજેન્દ્ર નાયકને કેમેરા સામે ધારદાર પ્રશ્નો કરીને મૂંઝવીયે!
આ YouTube નો વિડિઓ જુઓ અને કહો કે મારી રેવડી દાણાદાણ થઇ કે પછી હું ખરો ઉતર્યો?
લ્યો એ લોકોએ મારી બીજી પ્રવૃત્તિઓ વિષે પણ સવાલ પૂછ્યા! – ‘પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન’ તેમજ મારાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકો જેમાં મારી તદ્દન નવી ઈંગ્લીશ નવલકથા ‘bahuroopi the master disguiser ‘ પણ સામેલ છે.
આપના કૉમેન્ટ્સ ની અભિલાષા સહ….