વળી પાછું BTS ?

સપ્ટેમ્બર માં મારા નવા વિડિઓ શૂટ નો કાર્યક્રમ ઇન્દ્રદેવ ની કૃપા ન હોવાને કારણે હાલક ડોલક થઇ ગયો હતો એમાં એક ગીત નો વિડિઓ ટલ્લે ચઢી ગયો હતો. એટલે, મારા સિનેમાટોગ્રાફર ઉસ્માનભાઈ કહે ‘ ચાલો, આ વખતે આપણે ઉકારી ડેમ વાળા રીઝર્વોયર જઈએ અને કામ પતાવી દઈએ.’
ચૌદવીં કા ચાંદ વાળી રાત હતી અને મને મૂકી દીધો એક ડગુમગુ નાવડીમાં, ને કહે વગાડો તમ તમારે. માઝી હતો માઝી નો આસિસ્ટન્ટ હતો એટલે ‘ડરનેકી કોઈ બાત નહિ’
પણ ખબરદાર રાજેનભાઈ, , BTS ના કોઈ ફોટા કે વિડિઓ સોશિઅલ મીડિયા માં પોસ્ટ ન કરશો ભાઈ સાબ. તમે તો ભાઈ બહુ આકળા ! એક સમ ખાવા પૂરતો ટચૂકડો વિડિઓ મૂકું છું જેમાં નાવડી માં હું જ છું એમ માની લેજો. ફોટો બહુ આઘે થી લીધો છે.
નવા વિડિઓ નવેમ્બર ની આખરમાં – ઇંતેજાર, ઇંતેજાર ઇંતેજાર કરો


Leave a Reply