બાટલી નવાપુરવાળી

‘હટ્ટ તેરીકી, આ ઇન્ડિયા આયવા નથીને નેટ વર્કના ધાનધીયા શરુ. ‘ બ્યાશી વર્ષના, જુવાન દેખાવા મથતા સન્મુખ ભાઈ બબડ્યા અને મોબાઈલ ફોન ખીસામાં. આંખે ચડાવેલ કાળા કાળા ચશ્મા, કાઇંક ટકલા એવા એ સન્મુખભાઈની ફલાઇટ  કલાક પહેલાં  લંડનથી આવી  પહોંચી અને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ટર્મિનલના કન્વેયર બેલ્ટ પર બેગોને અથડાતી કૂટાતી આવતી જોઈ રહયા.

‘એય પોયરાઓ, કેમ ઘાટા પાડતા છે તમે બેઉ’ પાસે ઉભેલા મસ્તી  કરત્તાં, બિટલ્સ જેવી વાળની સ્ટાઇલવાળા  છોકરાઓને બબડયા.

સન્મુખભાઈએ પાછો ફોન જોડ્યો, ‘ હં કોણ કનુભાઈ? તમારો અવાજ કઈ ઢીલો લાગે ને?’

‘ એવું છે? ચાલો, જુઓ ઊં હમણેજ મુંબઈ ઉતયરો.’ ફલાઇટ લેન્ડ થાય ત્યાં સુધી પેગ મારીને ઉતરેલા સન્મુખભાઈએ ચશ્મા લૂછ્યાં.

‘તે ઊં જાણે એમ કેઉં કે આ રવિવારે કાંઈ નવાપુરનું ગોઠવો ની ?’

નવાપુર ! દર વર્ષે કીડીયારાની જેમ ઉભરાતા એન આર આઈનું પવિત્ર ધામ, ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પાર કરો એટલે હી….ધા નવાપુર! ગુજરાતની દારૂબંધીકી ઐસી કી તૈસી ! તાં જેઈને પેટ ભરીને પીવાય એટલું ઢીંચવાનું  અને થોડીક બાટલીઓ ડીકીમાં ઘાલી લેવાની. બોર્ડર પરના પોલીસો તો આપણી મૂઠીમાં ને !

કનુભાઈ, ‘ અરે તમે એક્સટ્રા ઇનીંગ્ઝ રિસોર્ટમાં આવો તો ખરા, બધી એરેન્જમેન્ટ થઈ જહે’

ફોન જેમ તેમ મૂકીને હાશ અનુભવતા સન્મુખભાઈએ એમની બેગ બેલ્ટ પર નૃત્ય કરતી આવતી જોઈને બીજો હાશકારો થયો. સાવ પાસેથી પોતાની બેગ ખેંચીને લઇ જતી એક ફેશનેબલ યુવતી તરફ ત્રાંસી આંખે જોઈ  લીધી – ગોગલ્સ હતા એટલે કોઈને શક જાય એમ હતું નહિ.

ટર્મિનલ બહાર એમનો ફેવરિટ ડ્રાઈવર ઉભો હશે. સન્મુખભાઈએ  દોટ   મૂકી  એક્ઝિટ ભણી. મનમાં ચટપટી કે ક્યારે એક્સટ્રા ઇનીંગ્ઝ ઘરે જઈને બાટલી માથે મૂકીને નાચું.

નોંધ: હવે પછીના રસિક ભાગ માટે ઇન્તેઝાર કરો


One thought on “બાટલી નવાપુરવાળી

Leave a Reply