ડાયરી એક ટવીકી નામે ચકલીની

પ્રકરણ ૧:

ઊંચી ઊંચી શેરડીઓથી ભરપૂર ખેતરને છેવાડે એ ….રહ્યુંચંપાનું સોહામણું ઝાડ.

ખેતરમાં પરસેવો પાડતા બે-પગાં માણસોનાં, નાનાં-નાનાંમઝા ….નાં છોકરાંઓ ચંપાના ઝાડ નીચે છાંયડામાં કદીકરમવા આવતાં ખરાં. હાથમાં દાતરડું લઈને એક ઝાટકાથીશેરડી કાપતા એ માણસોના છોકરાં કેટલાં નિર્દોષ લાગતાં? હવે આ ચંપાનું ઝાડ કોણે રોપ્યું એ કોને ખબર?

પણ મારા ઘરડા આજા ઘણી વાર મારા જેવા બચુકલાંચકલાંને ભેગાં કરીને ધીરે ધીરે ટૂચકો મૂકતા કે ” છેને તે, ટવીકી, પે’લ્લા  તો અહીં આ દેખાય તે શેરડીનું ખેતર જ હતું, ને આ ચંપો; પછી…. છે તે….. કોણ જાણે ક્યાંથી શહેરથીલુચ્ચા માણસ આવ્યા, ને ખડી કરી દીધી એમની ઇમારત, બિલકુલ આપણા ચંપાની લગોલગ!”.

એમની વાતમાં કેટલો દમ હતો તે ભગવાન જાણે પણ, સાંજનાં ત્રાંસા સૂર્યકિરણથી આંખ બચાવતા, મને ધારીધારીને જોતાં જોતાં જ્યારે વાત નાખતા ત્યારે તેમની શિકલજોવાની મઝા એવી આવતી! આટલાં બધાં બચુકલાંચકલાંની જમાતમાં હું પાછી વધુ ઝીણકી, તે મને શોધવાતેમની આંખ ઝીણી થઇને ખેંચાય! મઝા જ મઝા!

બધા ટોળાંમાં મારી માં બહુ હોશિયાર, તે કાંઈ આવી વાતમાંભરમાય? તે સમજાવે, “જો ટવીકી, આખી દુનિયા કાંઈએકલાં આપણા જેવા ચકલાંની જાગીર થોડી છે? બે-પગાંમાણસ આવે….., સમજી? આપણે હળીમળીને સાચવીનેરહેવાનું”

એ તો સારું  છે કે આજાને ઓછું  સંભળાય બાકી આવું  ડાહ્યું ડાહ્યું બોલવા માટે એમની દીકરીને- એટલે કે મારીમાંને- ખખડાવી ન નાખે?” શું બધા લોકો ઉમર વધતાં વધતાંડાહ્યા થતા હશે? કે પછી સણકી?

ભગવાન કરે ને મારી માં કદી ઘરડી થાય જ નહિ, બસ આવીને આવી જુવાન,સ્વસ્થ રહે અને ચીં ચીં કરતી રહે. મોટાંથઇને બધાં લોકો મારા જેવી નાજુક ચકલીઓને સલાહ- સૂચન આપ્યાં કરે એ કોને ગમે? મને તો નહિ જ.

સાચું કહું તો વહાલા આજાની ગોદમાં ભરાઈને આવીગાંડીઘેલી વાત કરવાની એક ઓર મઝા છે!

‘હેં આજા, તે આ ચંપાના ઝાડ પર બધા ખરેખર ક્યારે રહેવાઆવ્યા એ વાત તો કરો?’,

આજા વળી મારી આ અનોખી પજવણી સમઝે? હું તો મરકમરક હસું પણ  તે આજાની ધૂંધળી નજર કેવી રીતે જુએ!

તેમને આ સવાલ હજારો વાર પૂછ્યો હોય પણ એવું યાદરહે? અને યાદ હોય તો પણ કોઈ વાત કરવાવાળું મળી જાયએટલે  બસ! માથું  ખંજવાળીને એ.. નો એ મને જવાબ આપે, જરા ત્રૂટક ત્રૂટક ધ્રૂજતા અવાજે, જાણી કરીને મને સમજાયએવી કાલીઘેલી ભાષામાં,

‘ બેટી ટવીકી, ઘણી વસંત પહેલાંની વાત છે. તારી માં છે તે  તાજું તાજું ઉડતાં શીખી હતી તે બધાં ચકલાંઓની જમાતમાંવાત પ્રસરી ગયી. એક પછી એક એમ બધા અહીં આવીગયા, શું સમજી ? અરે તને કેવી રીતે કહું, અહીં બધું સરસહતું. ખાવાને દાણા,નાનાં જીવડાં અને બાજુની નદીમાં રોજનહાવાની એટલી મઝા! ‘

હે હે, આજા બોલતાં બોલતાં જાણે નહાવા ન બેઠા હોય!

“પછી?” મેં ઠાવકું મોં કરીને પૂછ્યું

“પછી તો શું? આ માણસો આવી લાગ્યા અને મોટી ઇમારતખડી કરી દીધી બરાબર અહીંયા; ઇલેક્ટ્રિક વાયર સુધ્ધાંલાગી ગયા…’

હું ઠાવકાઇથી હસ્યે રાખું. કોણ જાણે કેટલી ય વાર આ વાતમને કીધી હશે. પણ ભાઈ, એમને મોઢે મારી કાલાઘેલીભાષામાં આ વાત સાંભળવાની ખૂબ મઝા. બિચારા આજા.

એમને એમ કે હું હંમેશા આવી ને આવી નાનકી રહીશ અનેએ મને કાલીઘેલી ભાષામાં વાત કર્યે જશે – જાણે સમયસ્થિર થઇ ગયો !

એમની ઘસાઈ ગયેલી, ચીમળાઈ ગયેલી કાયાને એ હળવાપવનમાં ઝૂલતી ડાળી પર જેમતેમ સંભાળે.

માં કહેતી કે ટવીકી તું જ્યારે જન્મી ને.. ત્યારે અત્યારે છેએવી બિલકુલ દેખાતી ન હતી.

હું ચકલી જેવી લાગતી જ ન હતી, બોલો. હું તો એક નાનકડાલંબગોળ સફેદ ઈંડામાં ભરાઈ પડી હતી, માનશો? મને કંઈદેખાય નહિ, ફક્ત શરીરને વીંટળાયેલ મારા નાજુક અંગથીલાગતું હતું  કે હું છું !

જો કે મારી માં પાસે જ છે એવી લાગણી કાયમ રહેતી, ઈંડાપર બેસીને મને સેવતી એની ફક્ત  કલ્પના કરી શક્તી હતી. 

પણ માં કહેતી કે માળામાં હું એકલી ન હતી, સાથે બીજાત્રણ ત્રણ ભાઈ ભાંડુઓ હતાં.

એ કેવાં દેખાતાં હશે તે મને કેવી રીતે ખબર? પણ માં નેપાક્કી ખબર. મારી કાયા ક્યારે ધીમે ધીમે વધવા માંડી એખ્યાલ નથી પણ અંદર હવે બહુ સંકડાશ થવા લાગી હતી. હવે વખત આવ્યો કે મારે મારી નાજુક ચાંચથી કોચલું તોડવુંપડ્યું. આખરે હું બહાર આવી તો કોચલાનાં ઝીણકાઝીણકા ટૂકડા જોઈને ખૂબ રમૂજ થઇ. હું આમાં હતી? માં નેપહેલી વહેલી જોઈ! શું મારી માં દેખાતી હતી ? સુંદર, રાણીજેવી અદા, શું છટા? હું તો આફ્રીન થઇ ગયી એના પર.

ચંપાનાં ઝાડનાં પાંદડાઓ વચ્ચે માંએ બાંધેલો માળો હતો. કદાચ મારા પાપાએ બાંધવામાં મદદ કરી હોય પણ પાપાવિષે પછી કહીશ, હમણાં નહિ. છાજલી જેવા ગોળ માળામાંઅમે ચાર ભાઈ ભાંડુ આરામથી રહેતા.

અંદર માળાને માંએ એવી સરસ રીતે નાની નાની ડાળખી, ઘાસનાં તણખલાં, પેપર, રેશા વિગેરેથી સજાવ્યો હતો. વળીએથીય અંદર સુંવાળા પીછાં અને કુમાશયુક્ત પાંદડાં! ક્યાંથી લાવી હશે માં આ બધું? 

મારે શું? માં રોજ અમ ચાર ભાઈ ભાંડુ વાસ્તે ખાવાનું આણીઆપે એટલે બસ! અમે ચારેવ નિરંતર ચીં ચીં કીધે રાખીએઅને માંનું ધ્યાન દોરવા લાગી રહીએ.

મારી નજર હજી કાચી પણ એટલું તો જોઈ શક્તી કે માં કૈં કખાવાનું લાવીને મારી ખુલ્લી ચાચમાં ઠોસી દે છે. હજી એકકોળિયો મોમાં ગયો એટલામાં હું પાછી તૈયાર. ચીં ચીં ચીં.

માં કહે,’ ભાઈ સાબ, ટવીકી તું  અધીરી ભારે છું.

અરે સારું  થયું  યાદ આવ્યું. એક બીજો જરા મોટો ચકલોહતો જેને   ગળામાં એક કાળી પટ્ટી હતો. એ કાયમ આવ જાકર્યા કરે. માંને એ બહુ ગમતો – એટલે અમને પણ.

મારી આંખ હવે વધારે સારી રીતે જોતી થયી ત્યારે ખ્યાલઆવ્યો કે અમારો માળો

ચંપાનાં ઝાડ પર એક અજ્ઞાત ખૂણામાં હતો – વળી ચંપાનાઝાડને બિલકુલ અડીને

માણસોએ ઘર બાંધી દીધું હતું. જેમ જેમ મારી દ્રષ્ટિ ખુલતીગઈ તેમ મને દેખાયું કે

માળાની લગભગ લગોલગ જે  મકાન હતું તે  ખાસ્સું મોટું  હતું.  માં એ કહ્યું કે એ મકાનમાં ધોળા વાળ વાળો એક પુરુષરહે છે.

બાકીનાં મારા ત્રણ ભાઈ ભાંડુ તો સમજ્યા પણ હું અતિજીજ્ઞાશુ અને ચાંપલી હતી. વારે વારે ડોકું બને એટલું  ઊંચું  કરીને સામેની બારીમાં જોવા પ્રયત્ન કરતી. કોણ રહે છેઅંદર? કેવો દેખાતો હશો એ પુરુષ?

મારા પાપાને મારી આ વર્તણુક ન ગમી. ચાંચથી હલકી થપ્પીમારી મને ટોકી, ‘ એમ બીજાનાં ઘરમાં તાકીને જોવું એ સારાલક્ષણ નથી, સમજી?”

મને થયું, ‘કેમ વળી? એમાં શું સારું નહિ?” પણ એ મારાપાપા એટલે  હું કઈ બોલી નહિ. શુ કામ એમની નારાજગીવહોરવી?

જેમ જેમ હું સ્પષ્ટ જોતી થયી તેમ તેમ મેં પેલી બારીને ટીકીટીકીને જોવાનું ચાલુ જ રાખ્યું – પાપા ન જુએ એમ. વળગણથઇ ગયું હતું મને. એ પુરુષનું, સવારના પહોરમાં હાથમાંચાનો કપ લઈને ઉભો ઉભો બારી સામે ઇલેક્ટ્રિક વાયર પરઝૂલતાં પક્ષીઓનું ગાન સાંભળવા કાન માંડતો. કોણ જાણેપણ મને એમ થયા કરે કે ક્યારે હું ઉડીને એની બારી પરબેસીને મારું ચીં ચીં એને સંભળાવું પણ એ તો પેલાં પક્ષીઓનું સુમધુર ગાન સાંભળવા આતુર હતો. હું ક્યારેએવું ગાઈ શકીશ? નિરાશ થઇ ગઈ હું.

અરે એક વાર એણે મારી સામે જોયું. હું તો ગભરાઈ ગઈ. હુંકઈ કરું એ પહેલા એણે એક દૂરબીન કાઢ્યું, આંખ પરગોઠવ્યું અને મંડ્યો મને જોવા- ધારી ધારીને. હવે હું શરમાઈગઈ. 

આમ કોઈ મને ધારી ધારી ને જુવે તો કેવું લાગે? અંદરમાળામાં ભરાઈ ગઈ હું. પુરુષનાં આ સારાં લક્ષણ કહેવાય? એ હું માંને પૂછીશ

કોણ જાણે મને આ પુરુષ ગમવા લાગ્યો. 

મારે હવે સરસ મઝાનું ગાતાં શીખવું પડશે, એનું ધ્યાનખેંચવા. પણ મને શીખવશે કોણ? માં સ્તો વળી! 

“ટવીકી, ગાતાં એમ ન શીખાય, મૂર્ખી. મને જોયા કર – હુંકેવી રીતે  ગાઉં છું . એમ જ આવડી જશે.

તે  હુ કઈં એટલી બધી મૂર્ખી છું  ? મને એના ચાળા પાડવાનુંમન થયું પણ છેવટે એ મારી માં હતી. એને બધી ખબર હોય. હું કંઈ એના ગળામાં ઘૂસીને થોડું જોવાની હતી? થોડા દિવસહું તોબરો ચઢાવીને બેસી રહી.

માળામાં મારી સાથે રહેતા ચારમાંથી બે તો જલ્દી જલ્દીઉડવાનું જાતે જ શીખીને ક્યાંય ફરાર થઇ ગયા. એકગળામાં કાળી પટ્ટીવાળો નાનો ચકલો રહી ગયો – મારોભાઈ, નામ એનું ‘જો’. હવે માળામાં જરા છૂટ થઇ ખરી. નવુંશીખવા બાબત હું ઘણી ધીમી હતી.

પણ એક દિવસ મારી બહાદુર માંને મેં ધ્રુસકે ધ્રુસકે રડતીજોઈ. એ રડતી ત્યારે પણ ગાતી હોય એવું લાગતું. પાપા ઘેરપાછા આવ્યા જ નહિ. હું એની સોડમાં જઈ બેઠી. મારીવહાલી માંને સાંત્વન આપતાં આપતાં જાણે હું પણ ગાતાંશીખી ગઈ. મારા હૃદયના એક ઊંડા ખૂણામાંથી સ્વાભાવિકપણે ગીત નીકળી ગયું. હું ગાઈ શકતી હતી!

‘માં માં, તું કોની રાહ જુએ છે? પાપાની?’

માંએ ડૂસકું માંડ રોક્યું, ‘ પાપાને પેલું ગીધ ઉપાડી ગયું . હવેએ પાછા નહિ આવે – કદીય નહિ”

“ઓ મારી વહાલી માં, શાંત થઇ જા’, હું એને બાઝી પડી, ‘હુંતને છોડી નહિ જાઉં, કદાપી નહિ.’

————————-

પ્રકરણ ૨:

પાપાના આકસ્મિક મોતના કારમા ઘા પછી માવડીને કળવળતાં થોડા દિવસો લાગ્યા.મૂઢ થઇ ગયેલી માંની સોડમાંજઈને પાપા માટે એ જે ગીતો ગાતી તે હું સંભળાવવા મથતીરહી. પેલું  ઘાતકી ગીધ મારા જ પાપાને કેમ ઝુંટવી ગયું ? આ પ્રશ્નનો જવાબ શોધતા  મને બેહદ ગુસ્સો ચઢતો પણબિચારી માં નું મોં જોઈને હું શાંત હતી. કેટલાય દિવસ સુધીમાંએ મને કે મારા ભાઈ જો ને અળગાં થવાં દીધાં નહિ.

ચંપાના ઝાડમાં વસતાં  બીજૉ પક્ષીઓના ઝુંડને શી પડીહોય? હા કોઈક વાર એકાદું  આવીને અમને હિમ્મતરાખવાની શિખામણ જરૂર આપી જતા. 

આ મારો ભાઈ જો, એને બસ ક્યાંક દૂર ઉડી જવું હોય – બિલકુલ પાપાની જેમ! ઝાડ પર માની ગોદમાં ભરાઈને આખોદીવસ મારી જેમ ગીતો તો ન જ ગાય ને?

ઘણી વાર, જો હતાશામાં સરી પડતો. બસ બેઠો જ રહે, કાંઈકરે નહિ, જાણે અંધકારમય ભવિષ્યની ચિંતા સતાવી રહીહોય. દુઃખના દહાડા વિતાવતી માં એને ઉત્સાહમાં લાવવામથતી. માંએ લાવેલા ચણને તો એ જોતો પણ નહિ. આ ખોટુંથઇ રહ્યું હતું પણ છેવટે એ મારો માં જણ્યો ભાઈ હતો. હુંઘણી વાર એને વળગીને કહેતી, ‘ ભાઈલા, તું આવું કરે છેતેથી માવડીને બહુ દુઃખ થાય છે. એમ આપણા પાપા કાંઈપાછા આવી જશે?’

‘પણ કેમ ?’ મારો લાડકો ભાઈ જો, હીબકે ચઢી જતો, ‘પણપાપા કેમ પાછા ન આવે?’

માંએ આ દૂરથી સાંભળ્યું, એક નિશ્વાસ નાખીને એ ઊડી ગઈક્યાંક. શું મારા પાપાની જેમ માં પણ જતી રહેશે, એ વિચારેમને લખલખું આવી ગયું.અમને ખાવાનું કોણ લાવી આપશેહવે ?

એમાં એક દિવસ મેં એક કાળો બિલાડો જોયો, લપાતોછપાતો, ધીમું ધીમું ઘૂરકતો, ઝાડ પર ચઢવા માંડ્યો, એટલોપાસે આવી પૂગ્યો કે એની મૂછો સ્પષ્ટ દેખાવા લાગી. અમેબેઉએ તો ગભરાઈને કકલાણ કરી મૂક્યું. તે સાંભળતાંસામી બારીવાળો પેલો પુરુષ ઉઠ્યો અને વાત પામી ગયો, અરે હું તો ભૂલી જ ગઈ હતી એને! 

એણે જોરથી તાળી વગાડીને બિલાડાને રોકવા કર્યો પણબિલાડો એમ હટે? અમે તો થરથરીએ. તરતજ એણે પાસેપડેલું એક મોટું પોટલું લઈને બિલાડા તરફ ફેંક્યું. હવેબિલાડો ગભરાયો અને પાછો નીચે ઉતારીને ક્યાંક અલોપથઇ ગયો. આ દરમ્યાનમાં માં ઊડતી ઊડતી અમારી પાસેઆવી ગઈ. એ જોઈને પુરુષ હસ્યો.

‘ઓ માં તું ક્યાં જતી રહી હતી?’

‘ચાલો કાંઈ નહિ. બચ્ચાંઓ. હવે તમારે ઉડવાનું શીખીલેવાનો સમય આવી ગયો છે’

શું આ પુરુષને મારા પાપા સાથે જે થયું એ ખબર હતી? શરતમારો, એને તો એ પણ નહિ ખબર હોય કે મને ગાતાં આવડીગયું, બરાબર પેલાં ઇલેક્ટ્રિક વાયર પર ઝૂલતાં પક્ષીઓનીજેમ. એને ક્યાંથી ખબર? નહિ તો એણે દૂરબીનથી મનેગાતી જોઈ ન હોત?

પણ એ પુરુષ માટેની મારી આ ન સમજાય એવી ઘેલછા? સમજાવવું સહેલું નથી. હું ન ગાઈ શકું એમાં એને શું ? સમજાવવું  સહેલું  નથી ભાઈ, પૂછશો નહિ મને.

હું જાણું ને કે એને ગાતાં પક્ષીઓને ફક્ત સાંભળવામાં જનહિ જોવામાં પણ રસ હતો!

આજ સુધી એને જે ગાતાં પક્ષીઓને જોયાં એ બીજૉ પક્ષીઓહતા – ચકલાં નહિ!

પક્ષીઓની સુંદરતામાં  એને વધુ રસ કે પછી? કદાચ સુંદરતાઅને ગળું  બન્ને? મને ખબર છે કે હું એટલી સુંદર  તો નથીજ પણ હલકદાર ગાઈ તો શકું  છું  હવે! પણ હું પેલા મોરજેટલી સુંદર ક્યારે થઈશ? છટ્ટ ! મોર ક્યાં ગાઈ શકે છે!

મને ખાતરી છે કે એ મને એક દિવસ જોશે – ભલે ને હું મોરજેટલી સુંદર ન હોઉં . હું ક્યારે થઈશ એટલી સુંદર? માંએમને કેટલી ય વાર ટોકી છે કે , ‘આપણે ચકલીઓ છીએ, અને ચકલી મોર જેટલી સુંદર કદાપિ ન બની શકે.’

ઉડવાનું શીખવાનો કાર્યક્રમ એ જ દિવસથી શરુ!

બળ્યું, ભાઈસાબ હું પહેલેથી નવું શીખવામાં ગજબની ધીમીપણ માળો જો, મારો નાનકો ભાઈ, બહુ હોશિયાર. એને તોઉડવાની ફાવટ આવી ગઈ; જાણે માછલીને પાણીમાં તરતીજોઈ લ્યો.

‘અલી, તને શું ઉડતા ટાઢ વાય છે?’ માં બબડી. મને પાસેખેંચીને ઝીણવટથી જોયું તો કહે’ અરે તારી પાંખો હજીસરખી ફૂટી નથી, પછી શું ઉડે ? કપાળ!’

હવે પેલાં ગીધથી મને બચાવવાની જવાબદારી કોની? ભાઈની જ હોય !

પણ મારે કેમે કરીને ઊડતાં શીખી જવું હતું, અને જવું હતુંપે…..લી સામેની બારી પર.

ત્યાં બેસીને ફિરસ્તા જેવા પુરુષને ગાઈને ખુશ કરવો હતો. એણે અમારે માટે આટલું કર્યું, અમને બિલાડાથી બચાવ્યાંતો અમારે કાઇંક તો કરવું જોઈએ ને? નહિ તો એ શું માનશેકે  ચકલાંઓમાં વહેવારુ સમજ નથી?

હવે ખેલ જુઓ! જો, મારો ભાઈ, ઉડે પણ ગાતાં બિલકુલ નઆવડે. માં આખો દિવસ કામમાં ઓતપ્રોત. મારે કાઇંક તોકરવું રહ્યું. ઘણી વાર સામેથી બારીમાંથી દૈવી સંગીતસંભળાતું- શું એ ગાતો હશે કે પછી કોઈ વાદ્ય વગાડતોહશે? ચાલો તપાસ કરૂં.

વસંત આવી વધામણા લઈને! સુમધુર અવાજથી કોયલેવાતાવરણને સૂરોથી છલકાવી દીધું. મારો મનગમતો પુરુષકોયલનો અવાજ સાંભળીને એટલો ઉત્તેજિત થઇ જાય કેબારીની જાળી સુધ્ધાં ખોલીને બહાર ડોકું કાઢીને સુર-કોકિલાને શોધવા પ્રયત્ન કરે. ત્યારે મેં અને પહેલી વારધ્યાનથી સ્પષ્ટ રીતે જોયો.

બે મોટી માંજરી આંખો,વિશાળ કપાળ પર એક બેકરચલીઓ. જે વારે વારે ખેંચાઈ જતી. કોયલની જેમ સુમધુરગાવાનો મને હવે રીતસર નાદ લાગ્યો. માં ને આવવા દે – એને પૂછી લઈશ – માં ને બધી ખબર હોય, યાર.

નાનકો જો કહે ‘ મૂર્ખી, કોયલ જેવું તારાથી ન ગાઈ શકાય.’

‘આવું કેમ બોલે છે??’

‘સીધું  સાદું ગણિત છે, તું કોયલ નથી એટલે ‘

‘તું બેસ હવે. જો જે હું એક દિવસ કોયલ જેવું ગાઈબતાવીશ,’

‘તારાથી તો ઉડાતું પણ નથી, મારી બેન’

‘તું લવારો બંધ કરશે, કીકલા? ‘ એને ચોપડાવીને હું નીકળીગઈ. બિચારો જો!

હું ગાઈ બતાવીશ, કોયલ કરતાં પણ વધુ સરસ. ચાલનેપેલા પુરુષને પૂછી જોઉં કે મને ગાતાં શીખવીશ? ગાંડી, ટવીકી, તું એને ઓળખતી પણ નથી હજી. મારા સપનામાંએના વાજિંત્રના સુર કાયમ ગૂંજ્યા  કરે છે. એમ થયા કરે કેએની બારીએ જઈને  એને મારું  ગીત ક્યારે સંભળાવું? 

અરે બોઘી, પહેલાં ઉડતાં તો શીખ પછી ત્યાં જવાની વાતઆવે ને?

બિચારા ભાઈલાને મેં અમસ્તો ખીજવી મૂક્યો. પેલા પુરુષપાસે એવું કોઈ મશીન નથી જેનાથી એ મને દૂરથી સાંભળીશકે? તો મારે ત્યાં ઉડીને જવાની જરૂર જ ન પડે! વાહ!

પેલા ગીધે જો માંની  કાકલુદી સાંભળી હોત તો કદાચ પાપાનેપાછી મૂકી જાત! સંગીતમાં તાકાત છે.

વસંતની પધરામણી એટલે દૂર ઉત્તરે સ્થળાંતર કરી ગયેલાપક્ષીઓ ઘર ભેગા થવા માંડે. એમાંનાં કેટલાંક પક્ષીઓપૂંછડી પટપટાવતા માણસે બાંધેલા મકાનમાં ભરાઈ જાયઅને માળા બાંધવાનું શરુ કરી દે. માણસ જાત માટે એમનેઆટલો પ્રેમ કેમ? કેમ વળી મને પણ પે…..લા પુરુષસાથે…..? જવા દો ને એ વાત, હું વળી શરમાઈ જઈશ.

અમારું  ઝાડ ચંપાના ફૂલોથી લદબદ. વાતાવરણ પ્રેમથીતરબદર! માં ના મોં પર તાજગી અને આનંદ ઝળકવા લાગ્યા. 

મને એને પૂછવાની હિમ્મત નહોતી થતી પણ, હશે હવે.

આનંદ માટે કોઈ સબળ કારણ હોવું જરૂરી તો નથી, પણકોણ જાણે? કામદેવ આસપાસ હતો કે કેમ?

એ રહસ્ય બહુ ટક્યું નહિ.

એક દિવસ એક ચકલા સાથે માં પાછી ફરી. એકદમતેજસ્વી પિતા સ્વરૂપ વ્યક્તિત્વ એનું! માં પ્રેમના રંગેરગદોળાયેલી ! પ્રેમનાં ગીતો ગાતું જોડું આવ્યું , અમે એમનુંભરપૂર સ્વાગત કર્યું.

પેલી બારીએથી પથરાતા દૈવી સૂરોએ મારું ધ્યાન ખેંચ્યું. એકોણ? પેલો જ કે?

 મારો માણીગર? અરે તું બહાર મુખડું દેખાડ તો ખરો? મારીમાંનો પ્રેમ સભર ચહેરો પણ જો તો જા! હું પણ તને જોઉં ને, એ બહાને?

માં કહે, ‘હવે તારા નવા પાપા તને ઉડતાં શીખવશે.’ 

નવા પાપાએ સ્મિત વેર્યું, ‘ આમ આવ ટવીકી, બહુ સહેલુંછે, આવ અને પડતું મૂક હવામાં’

હું ગભરાઈ, ‘પણ મારી નાજુક પાંખો નહિ ખુલે તો? નીચે જપટકાઈ પડું ને?

‘અરે કેમ ન ખુલે? હું કહું છું ને’

“ભલે, મારી પહેલી સફર પે…લી બારી સુધીની, બરાબર? જુઓ પાપા’

માં નો જીવ અધ્ધર પણ મને પોરસાવવા કહે, ‘ હા હા મારીદીકરી, તું ચોક્કસ ઊડીને ત્યાં જઈ શકીશ’

મેં ઝુકાવી દીધું અને તરત જ ધબાક કરીને પડી. સદ્નસીબેછેક નીચે નહોતી પડી. પાપા મારી પાસે ઊડીને આવ્યા, ‘ કાંઈ વાંધો નહિ ટવીકી. થાય એવું, બધાને થાય, મને પણથયું હતું’

“શુરુ હો જાવ, બેટા,’ માં ની આંખો કહી રહી હતી. જ્યારેમશ્કરા ભાઈની આંખો જાણે કહેતી હોય, ‘મેં નહોતું કહ્યું ?’

બરાબર એજ ક્ષણે પેલી જાદુઈ બારી ખુલી, મારા માણીંગારેડોકું કાઢ્યું અને હસ્યો. હું તો પાણી પાણી થઇ ગઈ. ઓ માં!

હવે મારે પાછું ઝંપલાવવુંરહ્યું. મનનો માણીગર સામે  હસતોઉભો હતો. એ મને કોયલની જેમ ગાતાં શીખવશે. મારું બદનથનગની ઉઠ્યું. ઊડ, ટવીકી ઊડ.

આ વખતે બધું સાંગોપાંગ પાર પડ્યું, માંએ હર્ષનો ચિત્કારકર્યો; પાપાએ પણ! આળસુ જો ચાટ પડી ગયો એટલે  લુચ્ચો  પાનના ઝુંડમાં મોં ઘાલીને બેસી રહ્યો.

બારી પર જઈને મેં આસન જમાવ્યું અને ખુશીની મારી માંઅને પાપા તરફ જોઈને સબ સલામતનો ઈશારો કર્યો. જો કેમાંને એક અજાણ્યા માણસની બારી પર મને બેઠેલી જોઈનેફિકર તો થઇ. પુરુષની નજર બારી પર ગઈ અને એક બેડગલાં પાછળ હટીને મને આશ્ચર્યચકિત થઇને ટીકી ટીકીનેજોવા લાગ્યો. પાપા તરત જ ઉડતા ઉડતા નીકળી ગયા.

હું હિમ્મત કરીને ઘરમાં દાખલ થઇ. ઓહોહો આવડો મોટોરૂમ? એક ટીવી સેટની સામે મોટા સોફા સેટ ગોઠવેલ હતા, ખૂણામાં એક સુંદર ટેબલ પર જમવાના થાળી, વાટકા, ચમચીઓ પડ્યાં હતા ઓહો આ બધા ફોટા કોના હશે? એએનું  કુટુંબ ?

કોણ જાણે કેમ મારી હિમ્મત વધી ગઈ. ઉડીને ડાઇનિંગટેબલ પહોંચી, ત્યાંથી વળી સોફા પર અને ત્યાંથી ખુલ્લામુખ્ય દરવાજાની બહાર! ત્યાં એના નામની તકતી હતીઃ –

‘રાજ’ !

કેટલું સહેલું? હં તો એ માણીગરનું નામ રાજ છે! અને આફોટામાં છે એ બધાં એનાં પરિવારજનો ? 

ખમી જા ટવીકી, પહેલા પાપાએ શું કહ્યું હતું એ યાદ છે ને? પહેલી મુલાકાતમાં કોઈ દિવસ બહુ અંગત સવાલ કરવાનહિ. મારા પાપા બહુ સમજદાર!

ભગવાન એમને સુખી રાખે!

રાજને તો મોજ પડી ગઈ મને આમેતેમ ફરકતી જોઈને! એણેફટાક દઈને મોબાઈલ ફોન કાઢ્યો અને મંડ્યો મારો વિડિઓલેવા. પણ ઝડપથી ફરકતી હું વિડિઓમાં આસાનીથી આવુંતો ને?

મઝા ત્યારે આવી જયારે અસમંજસમાં એના હાથમાંથી ફોનપડી ગયો! મને કહેવાનું મન થયું, ‘અરે ભલા માણસ, જરાધીરજ ધરને ? હું તો હવે હંમેશા આવતી જતી રહીશ, પછીનિરાંતે વિડિઓ લેજે !

રાજે જાણે મારા મનની વાત સાંભળી લીધી હોય તેમમોબાઈલ ફોન બાજુ પર મૂકી દીધો.

લ્યો, આવડો આ મને કોયલની જેમ ગાતાં શીખવશે? પેલુંસંગીત આ ટીવી ફીવીમાંથી તો નહિ આવતું હોય? ના ના, મારા કાને બરાબર સાંભળ્યું છે.

ટગર ટગર જોતાં એને ભાન થયું કે શું? એક બરણીમાંથીથોડા દાણા એક ડીશમાં નાખ્યા અને બે ડગલાં પાછળ જઈને ઉભો, જોવા કે હું દાણા ખાઉં છું કે નહિ. મેં નહોતું કહ્યું કેઅમારા વચ્ચે એક અજબ સંબંધ બંધાઈ ગયો છે – એ મારાવિચારને પકડી લ્યે છે.

આવા મીઠા દાણા મેં જિંદગીમાં ક્યારેય ખાધા ન હતા. બધાદાણા ખાઈ ગઈ પછી ભાન થયું કે કદાચ મારાથી વધુ પડતુંખવાઈ ગયું. યે તો હોના હી થા! સામે મનગમતો પુરુષ હોયતો શું થાય બીજું ? ઉત્સાહમાં ખવાઈ ગયું  પણ પેટ તો મારું  પોતાનું  ને? મને અસુખ થતું જોઈને એ મારી પાસે આવ્યો. ના હોં, મેં એને પાસે બોલાવવા આવું નાટક નહોતું કર્યું. પણસાચું કહું? એ પાસે આવ્યો તે ખૂબ ગમ્યું. એનો પૌરુષપૂર્ણહાથ મારા માથા પર હળવે હળવે ફરે એ લાલસામાં મેં આંખબંધ કરી દીધી.

‘ ટવીકી, શું કર્યા કરે છે ત્યાં તું? જમવાનો ટાઈમ થઇ ગયોતને કાંઈ ભાન છે? અબઘડી ઉડીને આવ પરત ” માં એ ઝાડપરથી બૂમ પાડી.

મારી આવી હાલતમાં મને હવે કાંઈ ખાવાનું ખપે? પણ મારે નછૂટકે પાછા જવું રહ્યું. પણ પેલું દૈવી સંગીત ક્યાંથી આવતું? આવતી કાલે જોઇશ.

પેલા ફોટોગ્રાફમાં કોણ છે? અરે એ પણ કાલે!

હું માળા પર પહોંચી ગઈ ત્યાં સુધી એણે મને નિહાળ્યાકીધી, જાણે આવજે ન કહેતો હોય?

એક અજાણ્યા પુરુષ સાથે મને દોસ્તી થઇ એ વાત માંને ગમીપણ શિખામણ તો આપી જ,” જો જે ટવીકી, જરા સાચવીને’

‘તું નાહક ફિકર કરે છે, માવડી.’ મેં કહી દીધું. અને સાથેએમ કહેવાનું મન થયું કે,’ જો જે હું હવે એક દિવસ કોયલનીજેમ જરૂર ગાઈશ.’ માંને થતું હશે કે આ દીકરી આવી બહેકીબહેકી વાતો કરે છે, ભગવાન એને અક્કલ આપે.

મને ઊંઘ ચડી ગઈ અને તરત સપનામાં સરી પડી, મારારાજનું સપનું, બીજૉ કોનું?

આવી ઘેલછા ? એક અજાણ્યા પુરુષ માટે? ભૂલી જા, ટવીકી, ભૂલી જા. એ તો માણસ છે; ચીં ચી ન કરી શકે, ઉડવાનું તો નામ જ ન લે.

——————

પ્રકરણ ૩:

સવાર પડતાં મને જવું હતું રાજની બારીએ. રોજ રાતેસપનામાં એમ જ દેખાયા કરે કે હું રાજ સાથે દૂર દૂરડુંગરાઓ તરફ ઉડી જઈ રહી છું . રાજ કેવી રીતે ઉડે? અરેએવું  એ સપનું! એ રોજ ગાય, મારે માટે. જોજો હું પણ એકદિવસ કોયલ જેવું  મીઠુ  ગાઈશ અને રાજ પણ ઉડશે. અવશ્ય.

એક વાર હું ઉડતાં શીખી જાઉં એટલે રાજને ઉડતાં શીખવીદઈશ. અને એ? મને ગાતાં શીખવશે! એ રાતે વરસાદપડ્યો. શિયાળામાં વરસાદ? માં કહે એવું થાય ઘણી વાર.

શેરડીની ખુલ્લી વાડીમાંથી ગાત્રો ઢીલા કરી નાખે એવો પવનવાય અને હું થરથરૂ. ઊંચા શેરડીના ઝુંડ  ભયાનક અવાજકરે, હું તો માંની ગોદમા  ભરાઈને  એવી સુઈ ગઈ! પરોઢથતાં હું ઉઠી ત્યારે વરસાદ ચાલુ હતો. ઝાડ પર મોટાપાંદડામાં એકઠું  થયેલું  પાણી અચાનક મોટાં મોટાં ટીપાંબની નીચે પડેલા પાંદડાઓ ઉપર પડે ત્યારે એવો સરસસંગીતમય અવાજ થાય! હજી સૂરજ દાદા દેખાતા ન હતા. હુંકેવી રીતે ઉડી શકીશ આજે?

‘હવે એક દિવસ નહિ ઉડે તો શું  ખાટુંમોળું  થઇ જવાનું  છે? દેખાડો કરવાની કોઈ જરૂર નથી. તારાં નાજુક પીંછાં ભીનાંથઇને ભારે થઇ ગયાં તો?” માં ઠપકારે પણ એને શી ખબરકે  મારે ઉડીને ક્યાં જવું હતું? એનો વધુ પડતો લાડ કોઈ વારત્રાસ આપતો.

મારી નજર- સામેની બારી પર સ્થિર થઇ. કેમ બંધ? રાજઉઠ્યો નથી કે શું? અરે હા, એને મારી જેમ ભેજવાળી ઠંડીલાગી હશે અને હૂંફ આપવા ઘેર કોઈ નહિ, સિવાય કે પેલાફોટાઓ. કોઈ નહિ? તો પછી એ કોને માટે રોજ ગાય છે? બસ એમજ? એને તો પક્ષીઓનું ગાન સાંભળવું પસંદ છે. તોહું જ્યારે ગાઈશ ત્યારે એ સાંભળશે ખરો? ઓ ટવીકી રેટવીકી, એટલું બધી શાને વિચાર કરે તું? આજે બારી પરજવાનું માંડી વાળ તું. કઈં નહિ વળે તારું.

“ટવીકી બેટા, જો હું જરા બહાર જાઉં છું, બહુ  ડાહી થઇનેરહેજ હોં ને?’ માંએ આજ્ઞા કરી! ‘ માળામાં બેસી રહેજે હું આગઈ ને આ આવી, સમજી?’ એમ સખત સૂચના આપી એણેદૂર જતાં પહેલાં ઝાડનું એક ચક્કર લગાવ્યું. કોણ જાણે કેમઆ વિધિ હંમેશા કરતી, કદાચ બધું સલામત છે ને એનીખાતરી કરવા. 

મારો ચાંપલો ભાઈ જો- ક્યાં હશે?

પાપા સાથે ગયો હશે? કેમ માંને જ મારી ફિકર? પાપાને કોઈફિકર નહિ. બધા નર

એવાજ હશે, બેફીકરા?

હું એકલી પડી. માળો મને જરા સાંકડો લાગવા માંડ્યો હતો. હું હળવેથી માળાની બહાર નીકળી અને પાસે ઝૂલતી ચંપાનાફૂલથી લચી પડેલી ડાળી પર જઈને બેઠી. નીચે અમારા જેવોબીજો માળો હતો. અંદર ફક્ત ત્રણ જ બચોળીઆં હતાં.કેમચાર નહિ? હે ભગવાન, હું પણ મૂર્ખી જ છું ને? ચાર હોય કેત્રણ પણ હોય! કેવાં વિચિત્ર લાગતા હતા એ? શું  હું નાનીહતી ત્યારે આવી વિચિત્ર લાગતી હતી? અરે હા, રાજનામોટા રૂમમાં મેં અરીસો જોયો છે, તો હવે જઈશ ત્યારે મનેજોઈ લઈશ. કેવી લાગતી હોઈશ હાલ?

મારા પીંછાંમાં કાંઈ માલ નથી. જુઓને મોરના પીંછાં કેવાસરસ હોય છે? લાંબા રંગબેરંગી પીછાથી શોભતો મોરફક્કડ લાગે નહિ? પણ એજ પીંછાં એને ઊંચું ઉડવા ન દે!

મારા પીંછાં તે કાંઈ પીંછાં કહેવાય? કેટલાં ગંદાં? તો શુંથયું? હું ઊંચે આકાશમાં તો ઉડી શકું છું  ને? ટવીકી, ટવીકી બસ કર હવે. તને મોર જેવા  દેખાવાની ખોટી તલપલાગી છે. પાપાની જેમ તારે ઊંચું ઉડવું છે અને કોયલ જેવાંગીત પણ ગાવાં છે! કોઈને લલચાવવાનો શોખ થયો છે કેકેમ? કોઈ એટલે રાજ ?

વરસાદ બંધ થયો. મને કકડીને ભૂખ લાગી હવે. અચાનકસામી બારી એક ધડાકા સાથે ખુલી ગઈ. ભારે પવનમાં ખુલીગઈ હશે તે રાજે આવીને બરાબર સ્ટોપર મારી બંધ કરી. પણ રાજ કેમ આવો દેખાતો હતો? વિખરાયેલ વાળ, અનેકપડાં પણ અસ્તવ્યસ્ત! બારીમાં ઊભાં ઊભાં એણે એકમોટું  બગાસું  ખાધું, આકાશ તરફ ઉપર જોયું  અને મંદ મંદસ્મિત ફરકાવ્યું.

મારુ મન ઝાલ્યું રહે? બને એટલું જોર કરીને મેં ચીં ચીં કર્યુંપણ એનું ધ્યાન ક્યાં? મારી પરવા ન હતી એને? 

કદાચ સૂસવાટા મારતા પવનમાં મારો અવાજ ન પહોંચ્યો.

એક વિચિત્ર અદમ્ય ઈચ્છા થઇ આવી મને – એની પાસેજવાની. ત્યાં સુધી ઉડીને જાઉં કે નહિ? માં પણ હજી ખાવાનુંલઈને આવી નહિ. ભૂખના માર્યા મારા બૂરા હાલ હતા. ચાલત્યારે ઝંપલાવી દઉં? મારું નસીબ હશે  તો એની પાસે  પહોંચીશ. તો ખાવાનું પણ મળશે ! પણ જેવી મેં દોટ મૂકીતેવી બારી બંધ થઇ ગઈ! 

ત્યાં પહોંચી તો ગઈ પણ બારી બંધ! ચાંચથી બારીના કાચપર મેં ઠોકવાનું શરુ કર્યું, 

‘રાજ, જો કોણ આવ્યું છે. મને ભૂખ લાગી છે. બારી ખોલઅને મને કઈ ખવડાવ.’

બારી બંધ જ રહી. પવન પડી ગયો. અંદરથી મને દૈવીસંગીત સંભળાવા લાગ્યું.

ટવીકી ચાંચ મારવાનું બંધ કર અને સાવચેત રહે. સંગીતએટલું ભાવવાહી હતું કે હું ભૂખ ભૂલી ગઈ, આખો દિવસજાણે સાંભળ્યા કરૂં . પણ એ ગાતો ન હતો. કોઈક વાજિંત્રહતું એ. ભલેને એ સંગીત વગાડયા કરે, ભલેને બારી ન ખોલેતો કઈં નહિ.

એટલામાં, ‘ ટવીકી બેટા, આવી જા તારો નાસ્તો તૈયાર છે.’ માં એ બૂમ પાડી.

શ શ….મેં માથું જોરથી ધુણાવ્યું.

માં હવે વાત પામી ગઈ. ‘અરે બેટા, બારી બંધ છે તું ક્યાંસુધી ઠંડીમાં ઠૂંઠવાતી  રહીશ? તારો મિત્ર જલ્દી ખોલે એવુંલાગતું નથી’

માં પણ હોશિયાર, કેવી રીતે જાણી ગઈ કે હું સંગીતસાંભળતી હતી?

‘હવે ડાહી થઈને આવે છે કે નહિ ઝટપટ?’

ન છૂટકે હું પાછી વળી. ભૂખ કરતાં સંગીતની પ્યાસ શમે  એમ  ન હતી. રાજને જોઈ ન શકી પણ એના સંગીતનોઆસ્વાદ તો કર્યો!

‘ ટવીકી, બાકળા ન ભર , ધીમે ધીમે ખા’ માં એ ઠપકોઆપ્યો.

એ જ ક્ષણે એક સોહામણો મોર ગળામાંથી વિચિત્ર અવાજકાઢતો એના ભારેખમ

પીંછાને જેમ તેમ સંકોરતો જમીનથી થોડોક જ ઊંચે બેઢંગીરીતે ઉડતો પસાર થયો.

‘માં જોને કેવો સુંદર દેખાય છે આ મોર? હું કેમ આટલીઝીણકી, સાવ કદરૂપી, બેડોળ? ‘ મારાથી બોલ્યા વગરરહેવાયું નહિ

“બેનડી મારી, તું સાચે જ બચુકડી ચકલી જ છે ,તું અને મોરજેવી  સુંદર ?’ મશ્કરો જૉ મારી દુખતી નસ દબાવીને હસ્યો.

‘તારું  મોં બંધ રાખશે કે હવે?’ માં એ દમ માર્યો.

“બેટા. તું ખરેખર વિચારે તો સુંદર છે જ. તારે સુખી રહેવું છેકે પછી કાયમ મોર અને કોયલ સાથે સરખામણી કરીનેજીવવું છે, બોલ?’

‘પણ કેમ?’, મેં ડૂસકું  મૂક્યું .

“તારા પાપાને પૂછ’, માં પાસે જવાબ ન હોય ત્યારે આવુંકહીને હંમેશાં વાત ટાળી દેતી.

હા, હું રાજના ઘરની અંદર જઈને મોટા અરીસામાં જોઈલઈશ.અરીસાના ટેબલ પર મૂકેલી શીશીઓમાંથી સરસમઝાના મહેકતા મલમોથી ખૂબ લપેડા કરીશ અને સુંદર બનીજઈશ. મોર જેવી સુંદર બનીને હું જયારે પાછી આવીશ ત્યારેમાં અવાચક થઇ જશે, જો જો તમે.

‘મને કોયલ જેવું ગાતી રોકનાર એ કોણ ? રાજ મને મધુરગાતાં શીખવશે. બપોરે હું જયારે એને મળીશ ત્યારે મને એકમધુર સ્મિત આપશે. હું સવાર સવારના એનું સંગીત ચોરીછુપ્પી સાંભળું  છું  એ જાણીને એને નવાઈ લાગશે.

તમને એક ખાનગી વાત કહું? કોઈને કહેતા નહિ. એક દિવસમેં ચોરી છુપીથી માં અને પાપાને એક વિચિત્ર વિધિમાં વ્યસ્તજોયાં! બેઉ એક બીજાની એકદમ નજીક આવીને ચાંચથીઝીણા ઝીણા કીડાઓ કાઢી આપે અને પછી એક બીજાનીઆંખમાં ગરકાવ થઇ જાય અને પછી? ઓ માં, ચાંચમાં ચાંચપરોવીને પાંદડાના ઝુંડમાં છુપાઈ જાય.

મને જરા હાસ્યાસ્પદ લાગ્યું ખરું પણ એ બહાને મને છટકીજવાનો મોકો મળી જાય અને હું પહોંચી જાઉં ફરી પેલી બારીપર!

હવામાં થોડો ગરમાટો હતો. બારી ખુલ્લી હતી. મેં અંદરનજર મારી. ઓરડામાં કોઈ ન હતું. સંગીત પણ નહોતુંસંભળાતું. રાજ ક્યાં? ઉડીને અંદર ગઈ અને સિલિંગ ફેનનીએક પાંખ પર બેઠી ત્યાં તો પંખો એની મેળે હલકો હલકોઊંધો ફરવા મંડ્યો! મેં ઉઠી ને ઓરડામાં એક ચક્કર લગાવ્યું.

ટીવી આગળ ફોટાઓ ગોઠવીને મૂક્યા હતા. સૌથી મોટોફોટો હતો એક સુંદર સ્ત્રીનો જેના મુખ પર એક ન સમજાયએવું મોહક  સ્મિત હતું  એ કોણ હશે ? મને લાગ્યું કે હુંજાણે એને ઓળખતી હતી. એના હોઠ જાણે મને કાઇંકકહેવા ફફડતા ન હોય?

બીજા ફોટા પણ ફ્રેમમાં મઢેલા હતા. ફોટામાં બધાં ખુશદેખાતા હતાં. રાજની આજુબાજુ બે નાનકડી બાળાઓ ઉભીહતી અને સાથે કુટુંબના  બીજા સભ્યો ખુશખુશાલ દેખાતાહતા.

પણ મને આ બધાં પરિચિત હોય એવું કેમ લાગ્યું?

વળી મારી નજર પેલી સુંદર સ્ત્રીના ફોટા પર સ્થિર થઇ. એના સ્મિતમાં કાઇંક હતું જે મને ખેંચતું હતું. વહાલ થાયએવી હતી એ. ફોટાની બરાબર સામેની દીવાલ પર પેલોમોટો અરીસો હતો. મેં ડોકું  ફેરવીને અરીસામાં જોયું  – હુંકેવી દેખાઉં છું ?

પણ આશ્ચર્ય! હું અરીસામાં દેખાઈ જ નહિ! ટવીકીઅરીસામાંથી ગાયબ! . અરીસામાંથી એ મને જોઈ રહી હતી. હું ક્યાં હતી? ગભરાઈને મેં વળી ફોટા સામે જોયું. સુંદરસ્ત્રીનું સ્મિત વધુ પહોળું  દેખાતું  હતું  શું  મને કઈ કહેવામાગતી હતી? ફરીથી અરીસામાં નજર! હું નહોતી અરીસામાં! શું અરીસામાં ચકલીને બદલે એ સ્ત્રી રૂપે દેખાતી હતી? હેભગવાન!

એકાએક બાજુના ઓરડામાંથી રાજ નીકળ્યો, મને જોઈગૂંચવાયો. એ મને પેલી સ્ત્રી તરીકે જોતો હતો કે કેમ? એણેઅરીસામાં જોયું તો વધુ ગૂંચવાયો. પેલી સ્ત્રી જ એને સદેહેઅરીસામાં દેખાઈ – મારે બદલે? રાજ મારી તરફ આવવાગયો, હું ગભરાઈ ગઈ અને ઉડીને બારી પર બેસી ગઈ. જરાક રોકાઈને એણે ફરી પાછું  ફોટામાં જોયું  અને પછી મને! કાઇંક ન સમજાય એવું રહસ્યમય ચાલી રહ્યું હતું. એ જમીનપર ફસડાઇને હીબકે હીબકે રોવા લાગ્યો.

બિચારો રાજ! આ શું ચાલી રહ્યું હતું? મારાથી વધુ સહન નથયું અને જલ્દીથી મારા માળા તરફ દોટ મૂકી. બારી પછીઘણા સમય સુધી ખુલ્લી ને ખુલ્લી રહી પણ રાજ દેખાયોનહિ.

હવે એ કદી દેખાશે નહિ ? મારુ મન તો એને જોવા તલસીરહ્યું હતું. એને કંઈ થયું તો નથી ને? કંઈ વાગ્યું તો નથીને? ભયાનક વિચારોએ કબ્જો લીધો. વળી એના ઘરમાં બીજું  કોઈ હતું નહિ જે એની સંભાળ લઇ શકે. હું પાછી એની પાસેજતી રહું?

——————-

પ્રકરણ ૪:

રાતે તોફાની વરસાદની હેલી અને મને કેમે કરીને ઊંઘ નઆવે. હું જેવી માળામાંથી

બહાર નીકળી તેવો માળો ધબ કરીને નીચે જમીન પરપટકાયો. પણ મારે શું? કોને જરૂર છે હવે એ માળાની? હુંકોણ છું ? પેલી સ્ત્રી કોણ છે? વિચારોના ઘેરાં વમળ કોરીખાતા હતા મને. 

આ ગાંડો વરસાદ બંધ થાય તો હું ત્યાં જઈને જોઉં . એ ઠીકતો છે? જે રીતે એ મને જોતાં ફસડાઈને રોવા લાગ્યો હતો- ખૂબ આઘાતજનક! મારા હૃદયમાં કોઈ નવો આત્માખળભળી ઉઠ્યો હોય એવો એહસાસ થવા માંડ્યો. શુંએણે મારામાં કોઈ બીજો આત્મા જોયો? કોનો આત્મા? મારામાં એણે પેલી ફોટામાં હતી એ સ્ત્રી ને જોઈ? એ ફોટામાંકેમ હતી? મને તો બસ એને દુઃખી જોવો નથી. કેટલો ગમે છેએ મને? મને જોતાં એ દુઃખી થવાનો હોય તો હું પાસે ન જાઉં. 

પણ એવું શી રીતે બને? એને જોયા વગર, એનું સંગીતસાંભળ્યા વીના મને કેમ ચેન પડે? હતાશાના અંધકાર હુંગરક થઇ ગયી. મારે એને જોવો રહ્યો, લાગણીમાં તણાવું છેમારે.

ક્યાંક નજીકમાં ઘૂવડ બોલ્યું અને મને લખલખું આવી ગયું.

વાડીમાં શેરડીના સોટા ધૂણવા લાગ્યા. દૂર ગામવાસીઓઢોલકના કોઈ ભયાનક તાલે નાચતા હતા હે ભગવાન, શુંકરું,  હું?

પેલો અરીસો! શાપિત હતો કે શું? કે પછી જાદુ-ટોણાવાળો? હું ત્યાં ગઈ ન હોત તો એ દર્દનાક કિસ્સો ન થાત, રાજને જે અસહ્ય દુઃખ થયું એ માટે હું જવાબદાર? મારી દશાજુઓ – એક બાજુ ચકલીની જિંદગી અને બીજી બાજુમાણસની કાલ્પનિક જિંદગી ! જેમ વિચારે ચઢી તેમ સ્પષ્ટલાગ્યું કે પેલો અરીસો જ આ બધાં દુઃખનું મૂળ છે, હા નક્કી, એ અરીસો. જા ટવીકી. ત્યાં જઈને અરીસો તોડી નાખ, જા, જા, જા.આ નિર્ધાર કરતાં મને કળ વળી, શાતા વળી. વરસાદનું જોર પણ નબળું  પડ્યું  અને હું નીંદરમાં  સરી પડી.

સપનામાં અરીસાના કાચને મારી મારીને ચાંચ લોહીલુહાણથઇ ગઈ. પણ મને અફસોસ ન હતો. બદલો તોલીધો.અરીસો એ જ લાગનો હતો. મને લોહીલુહાણ જોઈનેરાજ દોડી આવ્યો અને મને એના હાથમાં ઊંચકીને પંપાળવાલાગ્યો.મેં ડોક ફેરવીને ફોટા સામે જોયું.. સુંદર સ્ત્રી ગાયબ! ફોટો સાવ ખાલી! એને શું થયું? મારો મતલબ, એના ફોટાને  શું થયું? અરીસા તરફ નજર ઘૂમાવી, મને જોવા; પણ હવેઅરીસો ક્યાં હતો ત્યાં? કચ્ચરઘાણ નીકળી ગયોઅરીસાનો. ટવીકી, તું બહુ સ્વાર્થી છો. આ નવું નાટક તારાપાપે.

રાજને વધુ દુઃખ થવાનું,

‘ટવીકી ટવીકી, ઉઠ હવે. હાય હાય, આ તારી ચાંચને શુંથયું? કેમ સૂજી ગઈ છે?’ માં મારી ચાંચને જોઈ રહી. ઊંઘમાંમેં ડાળ પર ચાંચ મારી મારીને ગુસ્સો કર્યો હશે તેનું પરિણામ!

“કંઈ નથી એ, હું ઠીક છું ‘, મેં સિફતથી વાતને ટાળી દીધી.

‘તારે મારી સાથે ખોરાકની શોધમાં આવવું છે?’

આ સવાલ હતો કે ઓર્ડર? મેં બારી તરફ જોવા ગરદનઘૂમાવી પણ એ કામ અસહ્ય પીડાજનક હતું.

બારી ખૂલ્લી હતી, અને બહારની જાળી પણ!

‘ટવીકી, અરે ઓ ટવીકી , તું આવે છે કે નહિ?,’ માં નોઅવાજ સત્તાવાહી થઇ ગયો. ‘તું હવે કંઈ કીકલી નથી કેઆખી જિંદગી તને લાવી લાવીને ખવડાવ્યા કરૂં ‘

મારી જિંદગી શું છે? આ જિંદગી મારી છે ખરી? હું ચકલી કેપછી સ્ત્રી? મારી આખી જિંદગી મોટા ઘરમાં રાજ સાથેગાળવાની તમન્ના! 

મોર જેવી સુંદર થવાની મારી હોંશનું શું?

કોયલ જેવું હલકદાર ગાવાના અભરખા નું શું? ક્યારે?

માં ને આ પ્રશ્નોના ઉત્તર થોડા ખબર હોય? એની પાસે મારાઆજ સુધીના બધા બાલિશ સવાલોનો જવાબ હતો પણહવે? એક કાળી રાતમાં હું સમજદાર અને ઠાવકી થઇ ગઈ!

“હા માં હું આવી.’

પણ દૂર સુધી ઉડીને મારાથી જીવડા નહિ પકડાયાં તો ? પણપેલો અરીસો હજી અકબંધ હશે કે ? પેલી સ્ત્રી ફોટામાં હજીહશે? જોવું પડશે.

ચંપાના ઝાડથી ઉડીને નીકળતાં નીકળતાં બારી તરફ નજરઅનાયાસે ગઈ. રાજ દેખાતો નહોતો. ક્યાં હશે એ?

આ દ્વિધામાં હું એક નીચી ડાળ સાથે અથડાતાં માંડ બચી.

‘સાચવીને બેટા.ખુલ્લી હવામાં ઉડતાં ધ્યાન રાખવાનું.’

‘જી માં, વાગ્યા પર વાગવું ન જોઈએ,’ હું સમજ્યા વગરબોલી ગયી પણ હૃદયના ઘાનું શું? સળગતા કોલસાનીમાફક બળતું હતું મારું હૃદય. વિચારમાળા રાજ સુધી જઈનેઅટકી જતી. અમે પાછા વળીએ ત્યારે એ હશે ત્યાં? 

ક-મને થોડાં જીવડાં પકડ્યાં; પાછા વળ્યાં પણ રાજ ક્યાં? ખોરાકની શોધમાં પાવરધી થતાં થોડાં અઠવાડિયાં પસારથઇ ગયાં. રાજ ઘરમાં સ્વસ્થ હતો કે નહિ? પેલી સ્ત્રી કમ સેકમ ફોટામાંથી બહાર નીકળીને રાજનું ધ્યાન તો રાખતી હશેને?

મને ગળા સુધી ખાતરી હતી કે મારી સાથે જે કંઈ થયું એસર્વ માંને ખબર હશે. એ પણ, કે મારી ચાંચ કેમ સૂજી ગયી હતી;  તેમજ વારે વારે મારુ ધ્યાન બારી તરફ જવું. એકબીજાને શબ્દ કહ્યા વગર શી રીતે ભાવ જાણી લેવા એબંનેએ આત્મસાત કરી લીધું હતું.

આઘાત લાગવાનું ઓછું હોય તેમ એક ઔર ફટકો પડ્યો તેદિવસે. 

મેં એને જોયો !

પણ….કોઈ બીજી સ્ત્રી સાથે; એની મોટરકારમાંથી ઉતરતાં! બાઈ દેખાતી સારી હતી પણ ફોટામાં છે એવી સુંદર તો નકહી શકાય. કોણ હતી એ? મારે શું કામ છે? અદેખાઈઆવે છે?

મારુ હૃદય બેસી ગયું. એને મારી પરવા નથી. અરીસાવાળાકિસ્સાની મને જવાબદાર ઠેરવે છે? લે, મેં કંઈ નહોતું કર્યું. એતો પેલી ફોટાવાળી સ્ત્રીનાં જાદુ ટોણા. પણ તું આ નવી નવીસ્ત્રી સાથે કેવો રંગરેલિયાં મનાવે છે તેનું શું?

મને હવે માં સાથે ખોરાક-મિશનમાં સામેલ થવામાંથી રસઉડી ગયો. બહુ થયું હવે આ ટ્રેનિંગનું   લફરું. હું હવે પુખ્તથઇ ગઈ છું  અને મારી જરૂરિયાતની વ્યવસ્થા જાતે  કરીલઈશ.

‘અલી ટવીકી’, અંતરનો અવાજ નીકળ્યો,’હજી મોર જેવાસુંદર દેખાવાનું અને કોયલ જેવું ગાવાનું સપનું તો અકબંધ છેને? કે પછી……..તારે પે….લી ફોટા વાળી મેડમ જેવા સુંદરદેખાવું છે? ‘

છોડો મને, મને તિરસ્કાર આવે છે મારા ચકલી હોવા પર, પેલી નવી સ્ત્રી પર, મારી માં ઉપર …બધાં પર! હા.

ટવીકી સાચું કહેજે, તને પેલી ફોટાવાળી મેડમ જેવા થવું છેને? હેં ને? મારા મનમાં એક વિચિત્ર ઉથલપાથલ થઇ રહીહતી. આ આવી ઝન્ખના પુખ્ત થતી બધી માદાને થતી હશે? માંને અનુભવ હતો એટલે મને જોઈને લુચ્ચું સ્મિત આપે. રાજને મારુ આ પરિવર્તન ગમશે કે નહિ? મારે શી પડી? ભલેને એ પેલી નવી મેડમ સાથે રહે. મેં મોઢું ચડાવ્યું.

આખો દિ’ ને રાત રાજ મારો બેટો કરે છે શું? બારી પર નઆવવાની એણે કસમ ખાઈ લીધી છે પણ એને જે કરવું હોયતે, મારે શું?

એક દિવસ કંટાળીને મેં ઉડી જવાનું નક્કી કરી નાખ્યું , દૂરદૂર. માંને ફિકર થશે પણ ભલેને. રાજ પણ ચોરી છુપી મનેજોવા પ્રયત્ન કરશે ત્યારે એ પણ ફિકર કરશે. એમેય એક્યાં મારી પરવા કરે છે હવે? મારે તો બસ ક્યાંક દૂર દૂરજતાં રહેવું હતું જ્યા માં પોતે પણ જવાનું સાહસ ન કરે.

હા પણ હું નક્કી પાછી આવીશ, આવીને રાજના ચહેરા પરપ્રતિભાવ જોવો છે, શું એ ગૂંચવાશે અને મારી પરવા ન કરવાબદલ માફી માગશે? એને એક જબરજસ્ત શિક્ષા મળશેપરંતુ  માફી જેમ  તેમ નહિ! બરાબર ઘૂંટણીએ  પડીને. એનેમાફ કરી દેવો કે નહિ?

ઊં હું , એને શાની માફી?

ટવીકી બધું ભૂલી જા હવે અને ઉડ્યે રાખ તું. જોજનો કાપતી, રસ્તામાં કૈં કેટલી શેરડીની વાડીઓ આવી, ભાતનાં ખેતરઆવ્યા , નદીઓ આવી, તળાવ આવ્યા.ઊડતી ગઈ હું.

ઉડતાં ઉડતાં આનંદથી ગાવા લાગી પણ છેક કોયલ જેવુંનહિ. 

મારી ઘણી ઉપર કોક પરદેશી પક્ષીઓનું  ઝુંડ  કતારમાં ઉડીજતું  જોયું. મારો નિર્ધાર  પાક્કો, અમ ચકલીઓથી એટલુંઊંચે ન ઉડાય પણ હું ખુશ હતી. નિરાશામાંથી બહારનીકળીને હું નવી જિંદગી જીવવા માંડી , નવી આશાઓ, નવાદોસ્તો….

કોક મઝાનો, અલબેલો ચકલો જો મળી જાય તો? મનેગલગલિયાં થવાં લાગ્યાં! નવા સાથીને લઈને ભેગાં ઉડીએ, ભેગાં નવાં ગીતો ગાઈએ- ચાંચમાં ચાંચ પરોવીને – બિલકુલમાં-પાપાને ચોરી છુપીથી કરતાં જોયાં હતાં એમ. મારુ નાનકડુંહૃદય તો એવા ઉછાળા મારે!

હા બરાબર, હું આમજ કરીશ. નવો દોસ્ત બનાવીશ અનેઅમે બંને ઉડતાં ઉડતાં ઘેર જશું અને જઈને બારી પર ઉભેલારાજને દઝાડશું. એ જ લાગનો છે એ. એકલતા નિવારવાપોતે બીજી મેડમ લઇ આવ્યો તો હું પણ ઓછી નથી!

‘ટવીકી, તું આ ગાંડપણ છોડ’, અંતરાત્મા કહે,’ સત્યાનાશથઇ જશે’

મને એની કૈં પડી નથી. મને જે દુઃખ આપ્યું એ એને ભોગવવુંપડશે.

એક ડુંગરીની આસપાસ થોડાં ઘર હતાં. મેં ત્યાં થોડાં ચક્કરલગાવ્યા અને નિરાંતે એક ઝાડ પર બેઠી. પક્ષીઓ તો ઘણાંહતાં પણ ચકલીઓ નહોતી. અચાનક મેં એક જોઈ!

ધ્યાનથી જોયું તો ખબર પડી કે એ એક હટ્ટોકટ્ટો નર ચકલોહતો, એને  મારી તરફ નજર નાખવાની એને ફુરસદ ન હતી. એ પોતાને કોણ સમજે છે – મોર?

‘એ હલ્લો, આ તારી ચાંચ ને શું થયું? ટામેટાંના સોસમાંબોળી આવી કે શું?’ એ બોલ્યો મોટો ઠહાકો કરીને.

મારી સૂજેલી ચાંચની મજાક ઉડાડે છે? હું ગાંજી જાઉં એવીતો છું  નહિ, ટટાર થઇને એની સામે  હાજર થઇ, ‘ હું ટવીકીછું અને આ લાલઘૂમ ચાંચથી ભલભલાને  કરડી ખાઉં છું . તું  વળી કોણ મોટો તોપચી છે?’

પેલો જરા ખમચાયો, આ તો જબરી નીકળી!

એ માળો સ્ટાઈલમાં ચાલતો નજીક આવ્યો, બાજુની ડાળ પરચાંચથી આમતેમ લસરકા માર્યા , ‘ મારા પાપા મને ઝેપકહીને  બોલાવે છે.’ એની આંખો મારા ચહેરા પર સ્થિર.

‘ઝેપ?’, મેં એની જેમ  જોરથી ઠહાકો માર્યો,’કેવું હાસ્યાસ્પદનામ છે તારું ?’

“હશે,  પણ મને તો તારું  નામ ગમ્યું, ટવીકી. જબરજસ્તદેખાય છે તું  હોં’

પીગળવાનો વારો હવે મારો હતો. ચાંચથી આમતેમ લસરકોકરવાની વિધિ મેં પણ

અર્ધજાગૃતપણે કરી.

‘તું આવે છે ક્યાંથી?’ એ વધુ નજીક આવ્યો. હું પીગળવાલાગી, ચકલો હતો રસીલો.

‘હું જ્યાંથી આવું  છું  એ બહુ દૂર છે, ચાલ શરત મારું  કે તુંએટલું  દૂર ઉડી નહિ શકે !” મેં ટોણો માર્યો.

“તને એવી ખાતરી છે?’ એ હવે મારી બિલકુલ લગોલગહતો – અને હું પાણી પાણી !

હૃદય ઉછાળા મારતું બહાર ન આવી જાય!

ઝેપ ફાંકડો લાગતો હતો એ કબૂલવું રહ્યું. અમારી સંવનનનૃત્યની તૈયારી હવે !

‘જુઓ તો મારા જેવા હટ્ટાકટ્ટા નર-ચકલાને કોણ પડકારી રહ્યુંછે?’

એની ફરતે ફરતાં મેં એને વધુ લલકાર્યો,’ તો આ હટ્ટોકટ્ટો નરચકલો પડકાર સ્વીકારે છે કે બસ બેસીને ચાંચ ઘસ્યા કરશે?

મને નવો માણીગર મળી ગયો. મારી નજીક સરકીને એણે મનેએક તસતસતું ચૂમ્બન આપ્યું. હું બસ એ ચૂમ્બન વાગોળતીરહી. એના બદનની મહેકથી હું પાગલ જેવી થઇ ગયી. એનુંસ્મિત કેટલું મોહક! એનું આ સાહસ મને ગમ્યું. મેં વળતુંચૂમ્બન કર્યું. મારી પાંખો ફેલાઈને થનગનવા લાગી. એનુંમાંસલ શરીર! 

– ઓહો, પણ ચહેરાની ડાબી બાજુએ આ ઘેરો ડાઘ શેનો?

‘અરે ઝેપ, આ ડાઘ કેવો?’

‘અરે એતો મને જન્મથી છે. જોને હું કદી ખોવાઈ નહિ જાઉંને?’, એ ફરી હસ્યો. હું હવે સાતમા આસમાનમાં વિહરવાલાગી, બધાં દુઃખો ભૂલી ગઈ, રાજને પણ.

હવે મને બદલો લેતા કોઈ નહિ રોકી શકે. હવે મારી પાસેસાધન હતું, પ્રબળ ઇચ્છાશક્તિ હતી – રાજ સાથે બદલો, બદલો – હું ઉત્તેજિત થઇ ગઈ, આ અગમ્ય રોમાંચ મનેજંપવા નહિ દે – રાજ ને બતાવી દઉં હવે’

‘ચાલ ત્યારે આપણે ભેગાં ઉડતાં ઉડતાં મારે દેશ જઈએ. ઝેપ, તને ખૂબ ગમશે મારો દેશ.’

અમે સાથે ઊડ્યાં, ખેતરો, વાડીઓ કાપતાં, લીલોતરીથીભરપૂર પ્રદેશ અમને આવકાર આપી રહ્યો હતો, ફૂલો અમનેજોઈને હાસ્ય વેરતાં હતાં. ઘેર પહોંચતા સુધી અમે ઉડતાંરહયાં, પ્રેમના ગીતો ગાતાં ગાતાં.

‘ઝેપ, જો તો ખરો , આપણે પે…લે ત્યાં દેખાય છે ને ત્યાં જઈરહયા છીએ.’ મેં અમારું  ઘર દૂર થી બતાવ્યું.

ઘેર ઓરું  આવવાનું  એટલે  મારી ઝડપ વધી, ઝેપ બિચારોહાંફતો હાંફતો પાછળ!

પેલી બારીએ મેં રાજને જોયો, એ બહાર ડોકું  કાઢીને કંઈજોતો હતો. શું એ મારી રાહ જોતો હતો. બિચારો! એણે મનેજોઈને હાથ હલાવ્યો. હું શું કામ એને દાદ આપું? છોને હાથહલાવતો!

‘એ માણસ કોણ છે અને તને શેં હાથ હલાવે છે” ઝેપેનિર્દોષતાથી પૂછ્યું. એને ક્યાંથી ખબર મારા કાવાદાવાની!

મેં ઝેપના સવાલને અવગણ્યો. અમે ચંપાના ઝાડ પહોંચ્યાત્યાં માંએ ઓવારણા લીધાં.

હરખની મારી ઝેપ સામે લુચ્ચું લુચ્ચું, અર્થસૂચક જોયા કરે! ચાલો હવે ટવીકીની ચિંતા દૂર થઇ ગઈ- વિચારતી હશે એ.

પેલી નવી સ્ત્રી હજી હશે રાજને ત્યાં? મનમાં એમ થાય કે એસ્ત્રી ત્યાં ન હૉય અને રાજ – મારો એકલીનો રાજ – મારી રાહજોતો હોય. 

હું જેવી એના ઘરમાં ઉડીને જઈશ એટલે આવકારશે અનેઝેપને કહેશે, ‘તું ભાગ અહીંથી!”

બસ કાલ સવાર પડે, વસંતના ફૂલની વર્ષા થાય એટલે હુંત્યાં અને પછી હું અરીસામાં જોઉં અને ફોટા વાળી મેડમએમાં દેખાય! ગાંડી રે ગાંડી.

હાલ મહેમાન માટે વાળુપાણીની વ્યવસ્થામાં માં અત્યંતવ્યસ્ત!

          ———- ————— ————

પ્રકરણ ૫:

રાત્રીની ઠંડકનુ શું  ગજું  કે મારા મગજને  શાતા આપે?  

ક્યારે સવાર પડે અને જઈને  રાજને પડકારું ? બિચારો ઝેપ! રાજનો બદલો લેવા માટે એને આ રમતમા નાહકનોસડોંવવાનો મારો ઈરાદો ન હતો. એ છે મિત્રતા કરવા જેવો, મસ્ત. 

થાક્યો પાક્યો, પાસેની ડાળ પર મસ્તીથી ઊંઘતો હતો, સવારે કિસ્મત શો ખેલ ખેલવાનો છે એથી તદ્દન અભાન.

રાત્રીના અંધકારમાં પાંદડાંઓનો સળવળાટ જાણે સિતાર પરઆંગળીઓ ફરકતી ન હોય. એવું પણ બને કે રાજ એનાવાદ્ય પર સંગીત ઉપજાવતો હોય! ગગનમાં વિહરતો ચંદ્રમાઝાડ પર ખીલી ઉઠેલા ચંપાનાં ફૂલોને અજબ નિખારી રહ્યોહતો.

અમારા મિલન સારુ  એક પરિપર્ણૂ તખ્તો ગોઠવાઈ ગયોહતો – જો આ ફેરી નસીબ દગો ન દે તો. અને હા પેલી નવીમેડમ વચ્ચે પથરો તો નહિ ફેંકે ને? ના ના, જો જો ને, રાજ મનેજોશે એટલે એ રફુ ચક્કર!

દૈવી સંગીત મને બેચેન બનાવી મૂકતું હતું. મને એબાહુપાશમાં ક્યારે લઇ લે? – તે દિવસે મારી લોહીલુહાણચાંચ જોઈને ખળભળી ઉઠેલા રાજે મને કેવી હાથમાં ઉઠાવીલીધી હતી!

સપનામાં હાથમાં લઇને મને પંપાળતી એની આંગળાઇઓનાસ્પર્શથી હું ચિત્કાર કરી ઉઠી. નિરાંતે ઊંઘતો ઝેપ હળવોસળવળ્યો અને પડખું ફેરવી સુઈ ગયો. ઉઠી ગયો હોત તોવળી મને અણગમતા પ્રશ્નો કરત. મારે શું કામ રહસ્યનેઉખેળવું એની સમક્ષ?

આ મૂર્તિ તો સુખના રસ્તાનું  એક પ્યાદું  હતું  એક વાર મારું  કામ થઇ જાય એટલે  એ ભલેને  જતો રહે – જ્યાંથી આવ્યોછે ત્યાં! કાવતરાંખોર ખલનાયિકા માફક હું હોઠ મરડીને હસીપણ કોઈ જુએ તો ને?

રાત બધી મને ગલગલિયાં થાય એવા વિચાર ચાલુ રહે તોકેવું? આખરે સવાર પડી અને ઝેપ ઉઠ્યો.સાલો લાગતોહતો એકદમ હીરો જેવો પણ હવે મારે શું? એની અર્ધ જાગૃતઆંખો હવે મને ચળાવી શકે એમ ન હતી. મેં અમસ્તા જબાજુની ડાળી પર ચાંચ ઘસી તો એને થયું કે હું એનેભરમાવવાનો કોઈ ખેલ ખેલી રહી

છું ! મૂરખ! 

માંએ આ ઉપરછલ્લો પ્રેમાલાપ જોયો અને ખુશ! હવે શુંથવાનું છે એ બિચારીને શી ખબર? બાઇબલમાં આવે છેતેવા ઈડન ગાર્ડનમાં એની દીકરી ટવીકી હવે પ્રતિબંધિત ફળખાવા જઈ રહી હતી. પ્રતિબંધિત ફળ ઝેપ નહોતું! કોઈકે કહ્યુંછે ને કે લડાઈ અને પ્યારમાં બધું હાલે!

‘અરે ટવીકી, ગઈ કાલે પેલો માણસ તારી સામે જોઈને હાથહલાવતો હતો એ કોણ હતો?’

લે હવે ઝેપને મોડી મોડી અદેખાઈ થવાં માંડી કે કેમ!

‘ઓહો એ? રોજ મને મસ્ત મઝાના દાણા ખાવા આપે છેએ.’ નિર્દોષતાની મૂર્તિ સમી મેં ઠોક્યું, ‘ ચાલ તારે આવવું છેત્યાં?’ મારો પેંતરો ઝેપ સમજે તો ને?

‘હા કેમ નહિ, તું જો સાથે હોય તો પછી….’ ઝેપડો હવે ઊંડાવમળમાં ફસાવાનો !

અલી ટવીકી, તારું  ધ્યાન એક બાબત તરફ ગયું  છે? રાજતને  મચક ન આપે  અને ઝેપ દગા થયાના ખિજવાટમાંભાગી જાય તો ? બાવાના બેવ બગડે!

પ્રેમમાં લથબથ મને એનું વાદ્ય વગાડતો રાજ નજર સામેઘૂમતો હતો. હું તો બસ ચાલી નીકળીશ, ફતેહ છે આગે. 

આખરે ભવ્ય સૂર્યદેવના દર્શન થયાં.કૂકડે કૂક, બોલ્યો કૂકડો. ધડાક કરીને સામેની બારી ખુલી. એ રાજ બોલાવે તને, જાટવીકી જા.હું ઝટ કરતી ઉડી – પાછળ મૂર્ખ ઝેપ!

સ્મિત ફરકાવતો એ બેઠો હતો એ, જાદુઈ વાદ્ય વગાડતો. સુંદર સ્ત્રી ફોટામાં મોજુદ. ઝેપ સાથે હું રૂમમાં દાખલ થઇ.

પણ મેં જેવી અરીસામાં નજર નાખી ત્યાં એ ફોટામાથીગાયબ અને અરીસામા ઝેપની

બાજુમાં એ સદેહે ઉભેલી દેખાતી હતી – હું નહિ! કેમ આમ? ગભરાઈને મેં ચકળ વકળ આજુ બાજુ જોયું. અરીસામાં હુંનહોતી દેખાતી. એમાં તો ઝેપ સાથે એ સ્ત્રી ઉભી દેખાતીહતી – મૃદુ સ્મિત સહીત. આવું હોય?

રાજ ઉઠીને ફોટા આગળ ગયો. એણે પણ અરીસામાં જોયું – ફોટા સામે નહિ!

ઝેપે કંઈ જોયું? એ મૂંઝવણમાં! એણે અરીસામાં જોયું તો હુંન દેખાઈ! વધુ મૂંઝવણ!

હકીકતમાં જે ચાલી રહ્યું હતું એના કરતાં અરીસાનો નજારોમહત્વનો હતો.અરીસામાં રાજ પેલી સુંદર સ્ત્રી સાથે ઉભોદેખાયો , મારી સાથે નહિ! જ્યારે હકીકત માં હું, ટવીકી. રાજની પાસે ઉભી હતી! શું ઝેપે પણ આ વિચિત્ર દ્રશ્ય જોયું? જોયું જ લાગે છે. એને માટે

ટવીકી મહત્વની હતી, પેલી ફોટાવાળી સ્ત્રી નહિ.

‘ક્યાં છે મારી ટવીકી?’ કરીને એ જુસ્સાભેર ઉડ્યો અરીસાતરફ અને પૂરા જોશથી

ભટકાયો અને તરત નીચે પટકાયો. રાજ ત્યાં દોડી ગયો અનેઝેપને સાવચેતીથી ઊંચકી લીધો. પણ આ શું? આખોઅરીસો કડડભૂસ કરો તૂટીને નીચે પટકાયો, હજારોનીસંખ્યામાં કાચ, ઝેપ અને રાજની આસપાસ વિખરાઈનેપથરાઈ ગયાં.

અકલ્પનિય! અવર્ણનીય,જે અમે બધાં જોઈ રહયાંહતાં.ખુલ્લી બારીમાંથી હવાના એક જોરદાર ઝાટકાથીવિખરાયેલ કાચના ઝીણા ઝીણા ટુકડા એક વંટોળિયાનીજેમ રાજ અને ઝેપની ફરતે ફરવા લાગ્યા. મૂઢ થઇ ગયેલીમને કોઈ દેખાતું ન હતું. ચકરાવામાં બધું અદ્રશ્ય! મેં આંખોબંધ કરી દીધી.

ફરી પાછી આંખો ખોલી ત્યારે રાજ અને ઝેપ ધીરે ધીરે હવાઅને કાચના મિશ્રિત

વમળમાંથી બહાર નીકળતાં દેખાય. અરીસો કચ્ચરઘાણ, પેલી સુંદર સ્ત્રી પણ ગાયબ – અરીસો જ ન રહ્યો ત્યારે એક્યાંથી દેખાય? થોભો, એ હતી, મારામાં, મારા શરીરમાં. એનો આત્મા મારા આત્મામાં વિલીન થઇ ગયો હતો. હું હવેટવીકીના રૂપમાં એ સ્ત્રી હતી!

મેં રાજને મારી નજીક ડગલાં માંડતો જોયો. પણ એની ચાલજુદી! સાવ જુદી! એના ડાબા ગાલ પર એક ઘેરો ડાઘ હતો જેપહેલા ક્યાં હતો? ના, આ રાજ ન હોય!

એટલામાં ઝેપ ધીરે ધીરે કૂદતો કૂદતો મારી પાસે આવ્યો. એન આંખો કેવી રીતે માંજરી થઇ ગઈ? અને એનો ડાઘ ક્યાંગયો? ઓહો એ રાજ હતો, ચકલાના શરીરમાં? રાજનોઆત્મા ઝેપના શરીરમાં સમાઈ ગયો હતો! એ મારી પાસેઆવીને બેઠો. પેલો નકલી રાજ, ડાબા ગાલ પર ડાઘવાળોરાજ જાણે અશક્ત અને થાકેલો હોય એમ ખુરશી પર સ્તબ્ધથઈને બેસી ગયો.

‘ચાલ ટવીકી, આપણે નીકળી જઈએ હવે’ , નવો ઝેપ મનેબોલાવી રહ્યો. મેં પેલા

ડાઘવાળા મનુષ્યના રૂપમાં બેસી રહેલ રાજ તરફ એકઆખરી નજર નાખી અને ઝેપ ભેગી ઉડીને બહાર નીકળીગયી. એની માંજરી આંખોમાં પ્યાર હતો – પહેલાના રાજ જેવો!

અમે હવામાં ઝુકાવ્યું એટલે  શેરડીના ઝુંડ  નૃત્ય કરવાલાગ્યાં, વસંત ઋતએુ વાસ્તવમાં વધામણાં આપ્યાં. 

માંએ દૂરથી અમ બે પંખીડાંને જોયાં અને વહાલથી વિદાયઆપી.

બે પ્રેમીઓ, જન્મો જન્મના સાથી ઉડતાં નીકળી પડ્યાં, નદીઓ, ટેકરીઓ કૂદાવતા, રાજ વગાડતો હતો એ ગીતોગાતાં. મારુ સર્વ અસ્તિત્વ થીરકવા લાગ્યું. હું અચાનકકોયલની જેમ હલકદાર ગાવા લાગી – એવો રોમાંચ મને કદીથયો ન હતો. વિશુદ્ધ પ્રેમે મને કોયલની જેમ ગાતાં કરી દીધી. મારુ સપનું સિદ્ધ!

‘માં માં , જો તો ખરી, હું ગાવા લાગી – બિલકુલ કોયલનીજેમ! મેં નહોતું કહ્યું તને?’ 

પણ માં તો દૂર દૂર રહી ગઈ, એ ક્યાંથી સાંભળે? અમે બંનેએક અલગ જાદુઈ દુનિયામાં હતાં, જ્યા પ્રેમ હતો, પરમઆનંદ હતો, સ્વર્ગીય આનંદ હતો.

અમે નાનાં નાનાં ગામો ઉપરથી પસાર થયાં ત્યારે નીચે રમતાંબાળકો અમને જોઈને

ચિચિયારીઓ કરવા લાગ્યાં, ‘જુઓ જુઓ , પેલાં બે પક્ષીઓજાય, કેવાં સુંદર ? મોર કરતાં પણ સુંદર છે ને? ‘

મેં રાજને કહ્યું, ‘જો રાજ, આપણે મોર કરતાં પણ સુંદર  લાગીએ છીએ!’ એ હસ્યો. ‘ ખરું  છે, વિશુદ્ધ પ્રેમચકલીઓને મોર કરતાં સુંદર બનાવી દે છે’

‘માં માં, જો અમે મોર કરતાં સુંદર બની ગયાં, મેં તને વચનનહોતું આવ્યું?’, માં પાસે જો રાજ પાસે હતું એવું દૈવીદૂરબીન હોત તો જરૂર જોઈ લેત.

અમને સમયનું ભાન ન હતું, બસ ઉડતાં ગયાં, ઉડતાં રહયા, એમ કરતાં કરતાં જાણે આખા વિશ્વને ચકરાવો મારી આવ્યા. અમારું  ચંપાનું  ઝાડ દેખાવા લાગ્યું.

“રાજ, જો આપણું ચંપાનું નું ઝાડ,’ મારો અવાજ ઉત્તેજનાથીલગભગ ફાટી ગયો, વહાલું ઘર જોઈને.

અરે પેલી બારી ક્યાં? હજી પેલો ઝેપ ત્યાં રહેતો હશે? માણસના રૂપે? મારી જિજ્ઞાસાનો પાર ન હતો. અધખુલીબારીમાંથી હું અંદર દાખલ થઇ. પૂનમની રાત હતી. અંદરકેમ કોઈ દેખાતું નથી? અરીસો ન હતો. બધું શમશામવત! એ ક્યાં હતો?

હવે હું ગભરાઈ ગઈ આ ભૂતિયા ઘરમાં સાવ એકલી. બારીધડાક દઈને બંધ થઇ ગઈ તો હું પૂરાઈ જ જાઉં ને, હંમેશ માટે!

મેં આમતેમ જોયું. એક ઝગારા મારતું ચાંદરણું પેલા ફોટા પરચમકતું હતું. સુંદર સ્ત્રીના ફોટાને કોઈએ હાર પહેરાવ્યો હતો. ફૂલ સૂકાઈ ગયાં હતાં. હાર એની બાજુના ફોટાને પણઆવરી લેતો હતો. એ બીજા ફોટામાં રાજ હતો; કપાળ પરચાંદલો, ચહેરા પર એક ફિક્કું સ્મિત અને એના ડાબા ગાલપર ડાઘ!

સંપ


Leave a Reply