
‘બહુરૂપી – વેશપલટાનો કસબી ‘ કથાસાર
મનુષ્યના મનતરંગોની ઊંડી તિરાડોમાં ડોકિયું કરવું છે?
મનુષ્યનું જીવન અસંખ્ય લાગણીઓની ભૂતાવળમાં ફરે છે, ક્યાંક અન્યો પ્રત્યેના સતત બદલાતા વલણના પ્રતિભાવો, ક્યાંક વિરોધી, તોડફોડ અને કઠોરતા. કથાની નાયિકા લલીનો જન્મ ભારતની આઝાદી પૂર્વે દક્ષિણ ગુજરાતના લાક્ષણિક ગામમાં થાય છે. મનતરંગની તિરાડોને ભરતી લલી પૂરી નિષ્ઠાથી જીવન જીવી રહી હોય છે. નવલકથાનાં બીજાં દમદાર પાત્રો, ગોપાલ અને મોહનિયા સાથે એક અજબના લાગણીતંતુથી બંધાયેલી લલીના જીવનમાં આ બંને પાત્રો સામેલ થઇ જાય છે. સમાજના પરિબળો સામે ઝઝૂમતી લલીનો ભેટો આખરે એની વઢકણી સાસુ જમના સાથે થાય છે. જીવનમાં આવેલી ઉથલપાથલ ગોપાલ અને મોહનીયનાં સહકારથી કેવી રીતે સુલઝાવે છે એ આ કથા છે.
અંતે, શું પૂર્વ નિર્ધારિત વિધિ અને કર્મો જ મનુષ્યનું જીવન નક્કી કરે કે પછી વિધિના લેખ બદલી શકાય ?
‘બહુરૂપી – વેશપલટાનો કસબી નવલ કથા પહેલાં ઈંગ્લીશ ભાષામાં આપની સમક્ષ માર્ચ ૨૦૨૫ દરમ્યાન રજુ થશે. સંપૂર્ણ નવલકથાનું ગુજરાતી અનુવાદ પણ બે ત્રણ મહિનામાં પ્રકાશિત કરવાની યોજના છે. હંમેશ મુજબ ઈંગ્લીશ અને ગુજરાતી બંને પુસ્તકો એમેઝોન તેમજ ફ્લિપકાર્ટ ( ભારત તેમજ વિદેશ માં) ઉપલબ્ધ થશે. વાંચીને આપના પ્રતિભાવની આશા રાખું છું.
I wish the same enjoyment as usual in your book.
વિધિ નાં લેખ બદલી શકાય ? Exciting.
આભાર , સુનિલ ભાઈ
God willing, I will keep improving with every novel, your wishes are essential
God willing, I will keep improving with every novel; your wishes are essential