મોજે પલસાણા – પલસાણામાં શોપિંગની અદકેરી મઝા:           Post Palsana Episode 5 A bull in a china shop at Palsana? 

For the English version please scroll down

મણકો ૫  – Episode 5 February 27, 2022

બાળક તો ભગવાનનું સ્વરૂપ છે

આ ખરેખર સાચો વિડિઓ છે કે ફેઇક?

પલસાણામાં શોપિંગની  મઝા. તમે આવો તો ખરા ? 

એની હિંમત તો જુઓ?

તમને એમ થતું હશે કે આ વિડિઓ ઉતારવાને બદલે મેં એને રોક્યો કેમ નહિ? વિચારો , વિચારો. 

નટખટ કાનુડો જેવો (મોરપીંછ નથી તો શું થઇ ગયું?), ગાલે મસ્તીથી ચીટીયો ભરવા જેવું ફિરશ્તા જેવું બાળ!

મારી તો જોઈને આંખ ઠરી, પણ માં યશોદા ક્યાં છે? તમારી ઘણેન્દ્રિય સજાગ હોય તો  બચુડાના સાહસને બિરદાવતો એક બાનુનો મીઠો અવાજ પણ તમને સંભળાશે.  . 

પલસાણા હૈ તો મુમૂકીન હૈ! 

અમારી શાકભાજી માર્કેટ તમને ચકિત કરી દેશે. કાંઈ પણ ઉપાડીને ચાલવા માંડો, શરત એ છે કે તમારા વાળ ધોળા હોય.  ‘રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ’ – જો કે સાવ એટલું બધું ઉદાર નથી; પૈસા પછી આપજો ને, કાંઈ વાંધો ‘ની  મલે’.

શાક માર્કિટમાં સોંથી વધુ વિસ્તૃત શરીર-સૌષ્ઠવ ધરાવતા ભરતભાઈને જોઈ લો. તમે માગો એ એમના પથારામાં મૌજૂદ ન હોય તો બીજાની પથારામાંથી ઝટ દઈને આપી દેશે. આટલા બધા વેચનારના પથારા છે પણ ‘કાકા અહીં આવો’ એવી કોઈ જાતની જબરજસ્તી નહિ, બધું હળીમળીને કો ઓપરેટીવ સોસાયટી જેવું નિરાંતે ચાલ્યા કરે. જોઈ શોર નહિ, ઝપાઝપી નહિ.

હું મુંબઈ ટ્રીપ હાલમાં મારી આવ્યો એ સાંભળીને ભરતભાઈ મને કહે, ‘ ફરી જાવ  ત્યારે  પેલો મોહન મીઠાઈનો આઈસ હલવો એક પા કિલો લેતા આવજો ને કાકા!’ છે ને અનૌપચારિકતાની ચરમ સીમા!   

તે દિવસે હું અમુલ તાઝા દૂધ લેવા હંમેશ મુજબ એક મહિલાની દુકાને ગયો ત્યાં પૂછાઈ ગયું, ‘તમે ઘેર જમાવેલું દહીં રાખો કે?’

‘બિલકુલ રાખીએ કાકા, પણ….’

‘પણ….?’

‘ખાટું છે. મોળું જોઈએ તો પે…..લી દુકાનમાં જાવ!’  ‘પોતે નુકસાન વહોરીને ઘરાકને સાચે રસ્તે દોરવા’ એ મહામંત્રને વરેલા એ સન્નારીને હું મનોમન વંદી રહ્યો. 

હવે તમે અનુમાન લગાવો કે પેલા કૃષ્ણ કન્હૈયા ના અવતાર સમા બાલુડાની શોપિંગ પદ્ધતિનો રાઝ શો છે?

આપના જવાબનો ઇંતેજાર રહેશે મને.

          —————        —————-       ——————-        ———-

The weird ways of shopping in our Palsana market

Watch the first short video clip at the top of this blog. It shows a nice, little child, hell bent on shopping rampage in a tiny shop in Palsana. Well, folks, the video is a real one, not fake. You might ask me why I didn’t stop the child from the carnage instead of merrily shooting away the apocalypse right in front of my eyes. The shop owner (not in the video) was right there watching the fun, right under his nose! Who was I to hold the innocent child back? In fact, if your auditory faculties are better than mine you will hear a female voice encouraging the little monster.

Many years ago, when I was a child -believe me, I was much well-behaved than the brat you see in the video – my foreign returned folks would talk about how easy it was to shop in the ‘States’

But Palsana is the ultimate paradise for the shoppers – young, very young and oldies alike. How?
I will explain. 

Watch the second video above of our famed vegetable market, neat and clean, all the vendors occupying their respective allotted space to sell their ware. No hassles among them. Bharatbhai, with an excessively endowed body, breaks in to a captivating smile the moment he sees me coming in, ‘bolo kaka’

‘Arey, do you have fresh ginger’

‘I have but it is not fresh. Why don’t you pick from there?’, pointing to the wares of another vendor who is not present.

‘But…’

‘Pick it up. That ginger is better’ 

‘But no one is there!’

‘Never mind. I will settle with her, later’

Can you imagine this hassle-free ambiance in any other big town – a truly cooperative society at that? Sure, Bharatbhai had the presence of mind to get  some ‘Bombay Halva’ for him on my return from Mumbai trip.

The shop-owner lady where I buy the Amul Tazaa milk is another case point to substantiate my claims.

After she lovingly dumps 4 bags of Amul Taza milk in my environment-friendly jute bag, I ask her, ‘Do you have some home-made curd?’

‘Of course, I do, kaka but…’

‘But…?’

‘It is not fresh, but you will get fresh curd there…’ pointing to a nearby shop. 

Now, if this is not total customer -delight, what is?

Coming back to the little go-getter child:

By no stretch of imagination, he is a the proverbial ‘bull in a china shop’

You can think of him as no one but an incarnation of the adorable Kanhaiya (sans the peacock plume), looking for his version of ‘butter’

The incredibly liberal minded shop owner just looked on as the whole tamasha unfolded, right under his nose! Can you really guess what the mystery is all about?

Think, guys, think. I will watch out for your guesses.


One thought on “મોજે પલસાણા – પલસાણામાં શોપિંગની અદકેરી મઝા:           Post Palsana Episode 5 A bull in a china shop at Palsana? 

  1. The subzi mandi is the cleanest I’ve ever seen! We have experienced the same friendliness in our town, the standard welcome line being Aap hi ki dukaan hai. City-bred me was quite startled to hear it but now I judge shopkeepers in new places by it.
    Whatever the reason for the adult’s lenience, I find the child well on the way to being a brat. Imagine him being unleashed on people like us! I would have a breakdown. Is the shopkeeper his fond misguided grandparent?

Leave a Reply